Home /News /explained /

World Asteroid Day: અત્યારસુધીનો સૌથી મોટો એસ્ટ્રોઇડ ક્યાં પડ્યો હતો? શું છે આ દિવસનું મહત્ત્વ?

World Asteroid Day: અત્યારસુધીનો સૌથી મોટો એસ્ટ્રોઇડ ક્યાં પડ્યો હતો? શું છે આ દિવસનું મહત્ત્વ?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

World Asteroid Day 2021:એસ્ટરોઇડ એટલે નાના, ખડકા જેવા પદાર્થો. જે સૂર્યની આસપાસ ફરે છે. જેને સૌરમંડળના બચેલા પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવી દિલ્હી: દર વર્ષે 30 જૂનના રોજ વર્લ્ડ એસ્ટ્રોઇડ ડે (World Asteroid Day 2021) ઉજવાય છે. વિશ્વભરના લોકોમાં એસ્ટ્રોઇડના જોખમ અને પૃથ્વી નજીકથી વસ્તુઓના ખતરામાં કઈ રીતે ઉકેલ લાવવા તે અંગે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nation General Assembly)એ આ દિવસને સાઈબેરિયામાં તુંગુસ્કા (Tunguska effect) પ્રભાવની એનિવર્સરીના રૂપે ફાળવ્યો છે. 1908માં અત્યારસુધીનો સૌથી મોટો એસ્ટ્રોઇડ ત્યાં પડ્યો હતો અને જેનાથી પૃથ્વી પ્રભાવિત થઇ હતી. આ દિવસની સ્થાપના વિજ્ઞાનિક સ્ટીફન હોકિંગ (Scientist Stephen Hawking), ફિલ્મ નિર્માતા ગ્રિગોરિજ રિકટર્સ, B612 ફાઉન્ડેશનના પ્રમુખ ડેનિકા રેમી, એપોલો 9ના અવકાશયાત્રી રસ્ટી સ્ક્વિકાર્ટ અને રોક બેન્ડ ક્વિન એન્ડ એસ્ટ્રોફિઝિસિસ્ટના ગિટારિસ્ટ બ્રિયન મે દ્વારા કરવામાં આવી હતી. અહીં એસ્ટરોઇડ અને વર્લ્ડ એસ્ટરોઇડ ડે જાણકારી આપવામાં આવી છે.

એસ્ટ્રોઇડ એટલે શું?

એસ્ટરોઇડ એટલે નાના, ખડકા જેવા પદાર્થો. જે સૂર્યની આસપાસ ફરે છે. જેને સૌરમંડળના બચેલા પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. એસ્ટ્રોઇડ મંગળ અને ગુરુ ગ્રહની ભ્રમણકક્ષાની વચ્ચે જોવા મળે છે. તેનું કદ કાંકરાના કદથી લઈને 600 માઇલ જેટલું હોય શકે છે. આપણા સૌરમંડળમાં હજારો એસ્ટરોઇડ્સ અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: વડોદરામાં લવ-જેહાદનો ત્રીજો કિસ્સો: લગ્નની લાલચે બેરોજગાર યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ

આ દિવસનો ઇતિહાસ શું છે?

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ડિસેમ્બર 2016ના રોજ A/RES/ 71/90નો ઠરાવ સ્વીકાર્યો હતો અને 30 જૂનને ઇન્ટરનેશનલ એસ્ટરોઇડ ડે તરીકે જાહેર કર્યો હતો. આ દિવસ 1908ની 30 જૂને થયેલી સાઈબીરિયાની તુંગુસ્કા ઈમ્પૅક્ટની એનિવર્સરી નિમિતે મનાવવામાં આવે છે. એસોસિએશન ઑફ સ્પેસ એક્સપ્લોરર્સ અને કમિટી ઓન પીસફુલ યુસેઝ ઓફ આઉટર સ્પેસ (COPUOS)ની સમિતિ દ્વારા કરેલી દરખાસ્તના આધારે જનરલ એસેમ્બલીએ આ નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદની ટ્વિન બહેનો ધોરણ-10માં ટોપર, ખાસ કારણથી બનવું છે ડૉક્ટર

આ દિવસે યુરોપિયન સ્પેસ એજન્સી ESA, જાપાની એરોસ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સી જેએક્સએ, રશિયાની રોસકોસ્મોસ, ભારતની ઇસરો અને અમેરિકાની નાસા સહિતની સ્પેસ એજન્સીઓ એસ્ટરોઇડ્સના પ્રભાવ વિશે સામાન્ય લોકોને જાગૃત કરવા કાર્યક્રમોનું આયોજન કરે છે.

આ પણ વાંચો: SBIએ ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલ્યો, જાણો કયા ખાતા ધારકે ચૂકવવો પડશે ચાર્જ

આ દિવસનું મહત્ત્વ શું છે?

વર્તમાન સમયે B612 નામની સંસ્થા પૃથ્વીને એસ્ટ્રોઇડની અસરોથી બચાવવા માટે કામ કરે છે. એસ્ટરોઇડ ડેના રોજ એસ્ટરોઇડ્સ આપણા ગ્રહ માટે જોખમ ઉભા કરે છે અને તેથી તેને શોધી કાઢવા જોઈએ તેવું લોકોને સમજાવવામાં આવે છે.
First published:

Tags: Asteroid, Day, History, Universe, આકાશ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन