World AIDS Vaccine Day: ઈતિહાસ, થીમ અને રક્ષણ માટે રસીનું મહત્ત્વ

World AIDS Vaccine Day: ઈતિહાસ, થીમ અને રક્ષણ માટે રસીનું મહત્ત્વ
(પ્રતીકાત્મક તસવીર: Shutterstock)

HIV ઇન્ફેક્શન અને AIDS રોકવા HIV વેકસીનની જરૂરિયાત અંગે જાગૃતિ માટે World AIDS Vaccine Dayની ઉજવણી કરવામાં આવે છે

  • Share this:
નવી દિલ્હી. દર વર્ષે 18 મેના રોજ વર્લ્ડ એઈડ્સ વેકસીન દિવસ (World AIDS Vaccine Day) ઉજવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે થતી આ ઉજવણીને HIV વેકસીન જાગૃતિ દિવસ (HIV Vaccine Awareness Day) પણ કહેવાય છે. HIV ઇન્ફેક્શન અને AIDS રોકવા HIV વેકસીનની જરૂરિયાત અંગે જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસની ઉજવણીમાં એઈડ્સ (AIDS)ની અસરકારક અને સલામત રસી લાવવાના પ્રયત્નોમાં પોતાનું જીવન સમર્પિત કરનાર હેલ્થકેર વર્કર (Healthcare Worker), વિજ્ઞાનિકો (Scientists) અને સ્વયંસેવકો (Volunteers)ને સન્માન આપવા તેમજ જીવલેણ વાયરસથી બચાવવા માટે કવચ સમાન રસીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.આ પણ જુઓ, Tauktae Cyclone: ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, VIDEO થયા વાયરલ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડીસીઝ (NIAID)ની આગેવાનીમાં આ પ્રયાસ થકી લોકોને સમજાવવામાં આવે છે કે, HIVને રોકી શકાય છે અને નિવારણ પ્રક્રિયામાં આપણામાંના દરેકની નિર્ણાયક ભૂમિકા છે. જેમાં વૈશ્વિક જવાબદારી પણ સહભાગી થવી જ જોઇએ.

વર્લ્ડ AIDS વેકસીન દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ

1998ની 18મી મેના રોજ વિશ્વમાં પ્રથમ વખત વર્લ્ડ AIDS વેકસીન ડેની ઉજવણી થઈ હતી. HIV વેકસીન જાગૃતિ દિવસનો 1997માં 18 મેના રોજ મોર્ગન સ્ટેટ યુનિવર્સિટીમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા અપાયેલા ભાષણથી ઉદભવ્યો હતો. ક્લિન્ટને જીવલેણ રોગને નાબૂદ કરવા માટે રસીની સંપૂર્ણ આવશ્યકતા સૂચવી હતી. તેમણે HIV સામે લડવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને રસી ઉત્પન્ન કરવા પર ભાર મૂક્યો હતો. આમ એઇડ્સના જીવલેણ રોગથી વિશ્વનું રક્ષણ થશે તેવું સૂચન કર્યું હતું.
ત્યારથી વિવિધ સંસ્થાઓ દ્વારા વિશ્વભરમાં એડ્સ રસી દિવસની ઉજવણી થાય છે. જેમાં લોકોને AIDS નિવારક પગલાં વિશે જાગૃત કરવામાં આવે છે. AIDS અંગે શિક્ષણ આપવામાં આવે છે. સંશોધનકારોને પ્રોત્સાહિત કરાય છે. આ ઉમદા અભિયાનમાં સામાન્ય માણસની સંપૂર્ણ ભાગીદારીની ખાતરી પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો, ડૉ. સુબ્રમણ્યમ પાસેથી જાણો- શા માટે વેક્સીન લીધા બાદ પણ કોરોના સંક્રમિત થવાય છે?

HIV - AIDS શું છે? કેવી રીતે ફેલાય છે?

HIV શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. HIV એટલે હ્યુમન ઇમ્યુનોડીફીસિયન્સી વાયરસ. HIVનું સંક્રમણ ઉપયોગમાં લેવાયેલી સોય, લોહી, સુરક્ષા વગર શારીરિક સંબંધ બાંધવાથી લાગી શકે. ગર્ભાવસ્થા દરમિયાન માતાથી બાળકમાં પણ સંક્રમણ પહોંચી શકે છે. સંક્રમણ લાગવાના થોડા સમયમાં જ તાવ આવવો, શરદી, ગાળું બળવું અને થાક લાગવા સહિતના લક્ષણો જોવા મળે છે. ત્યાર બાદ એકવાયરેડ ઇમ્યુનોડેફિસિયન્સી સિંડ્રોમ (એઇડ્સ)નો તબક્કો આવે છે. જ્યાં વાયરસની પ્રગતિ થાય છે. આ વાયરસની સારવારમાં એન્ટિ-રેટ્રોવાયરલ ઉપચાર (એઆરટી) પદ્ધતિ જાણીતી છે. જોકે, હજી સુધી તેનો કાયમી ઇલાજ શોધી શકાયો નથી.

જેથી HIV વેકસીન બનાવવાથી જે લોકોને HIV નથી, તેમનામાં બચાવ તરીકે કામ કરી શકે છે. આવી સ્થિતિમાં HIV રસી બનાવવાનું કામ ઝડપી કરવાના પ્રયત્નો થાય છે.

વર્લ્ડ એઈડ્સ વેકસીન દિવસની થીમ

વર્લ્ડ એઇડ્સ રસી દિવસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને દર વર્ષે તેની જાગૃતિ અભિયાનના ભાગ રૂપે કોઈ ખાસ થીમ પસંદ કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ એઇડ્સ રસી દિવસ થીમ ‘વૈશ્વિક એકતા, વહેંચાયેલ જવાબદારી’ છે.
Published by:News18 Gujarati
First published:May 18, 2021, 12:10 pm

ટૉપ ન્યૂઝ