Home /News /explained /World AIDS Day 2021: એઇડ્સ અંગે શું ચેતવણી આપી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર, જાણો આ વર્ષની થીમ
World AIDS Day 2021: એઇડ્સ અંગે શું ચેતવણી આપી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર, જાણો આ વર્ષની થીમ
એઇડ્સ (AIDS) સામેની લડાઈમાં સૌથી મોટી સમસ્યા તેના અંગેના પ્રયત્નોમાં અસમાનતા છે. (Image- Shutterstock)
World AIDS Day: સમગ્ર વિશ્વ પેલી ડિસેમ્બરને વર્લ્ડ એઇડ્સ ડે તરીકે ઉજવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય સહયોગી સંગઠન એચઆઈવી સેવાઓની પહોંચને મામલે વધતી અસમાનતાને ખતમ કરવા માટે વિશેષ ધ્યાન આપવા માગે છે.
દુનિયામાં કોવિડ-19 (Covid-19) મહામારી એકમાત્ર નથી જેનો કોઈ ઈલાજ નથી. ઘણી બીમારીઓ છે જે સંક્રમણથી ફેલાય છે અને તેનો ઈલાજ કે વેક્સીન હજુ સુધી વૈજ્ઞાનિકો શોધી નથી શક્યા. સમગ્ર વિશ્વ પેલી ડિસેમ્બરને વર્લ્ડ એઇડ્સ ડે (World AIDS Day) તરીકે ઉજવે છે. તેની પાછળનો ઉદ્દેશ લોકોને સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા ઉપરાંત તેને લીધે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. કોરોના મહામારીએ દુનિયાને એવા પાઠ ભણાવ્યા છે જે એઇડ્સ સામે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેના ઇલાજ અને બચાવ માટે સંયુક્ત રાષ્ટ્ર (United Nations)એ પણ કેટલાંક ચેતવણીભર્યા આંકડા બહાર પાડ્યા છે.
શું છે આ વર્ષની થીમ?
આ વર્ષની થીમ રાખવામાં આવી છે એન્ડ ઇનઇક્વાલિટીઝ. એન્ડ એઇડ્સ (End inequalities. End AIDS) એટલે કે અસમાનતા ખતમ કરીએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સહયોગી સંગઠન જરૂરી એચઆઈવી સેવાઓની પહોંચને મામલે વધતી અસમાનતાને ખતમ કરવા માટે એ લોકો પર વિશેષ ધ્યાન આપવા માગે છે જે આ સેવાઓની પહોંચથી પાછળ રહી ગયા છે.
શું છે એઇડ્સ?
એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમનું ટૂંકુ સ્વરૂપ છે. આ એવો વિકાર છે જે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસના સંક્રમણ (HIV)થી ફેલાય છે. તેના પ્રભાવની વાત કરીએ તો તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે જેથી તે અન્ય કોઈ બીમારી સામે લડી નથી શકતી. આ જ કારણ છે કે એઇડ્સ પીડિત હંમેશા કોઈને કોઈ બીમારીને લીધે મૃત્યુ પામે છે.
શું ખરેખર એઇડ્સનો ઈલાજ શક્ય નથી?
સત્ય એ છે કે એઇડ્સનો સંપૂર્ણ ઇલાજ હજુ સુધી શોધાયો નથી. તેની કોઈ વેક્સીન નથી કે ના તેના માટે કોઈ એન્ટીબાયોટિક બની છે. પરંતુ, એ પણ સત્ય છે કે કેટલાંક ઉપચાર અમુક અંશે અસરકારક પણ છે. આ ઉપચાર વ્યક્તિના જીવનને 20 વર્ષથી વધુ લંબાવી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે હજુ પણ 2030 સુધીમાં દુનિયામાંથી એઈડ્સને નાબૂદ કરી શકાય છે. (Image- Shutterstock)
એઇડ્સ ખતમ કરવાનું લક્ષ્ય
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે એઇડ્સ અને અન્ય મહામારીઓના ઈલાજના પ્રયાસોમાં પ્રવર્તતી અસમાનતાને ખતમ કરવી બહુ જરૂરી છે. આ અસમાનતા સામે સખત પગલાં ન લેવામાં આવ્યા તો આપણે 2030 સુધીમાં એઇડ્સને ખતમ કરવાનું લક્ષ્ય ગુમાવી દઈશું. આણે લીધે સામાજિક આર્થિક સમસ્યાઓ વધતી જશે.
શું છે ચેતવણી
સંયુક્ત રાષ્ટ્રના એઈડ્સ ડે વેબ પેજ પર સંગઠનએ યાદ અપાવ્યું છે કે એઈડ્સનો પ્રથમ દર્દી સામે આવ્યાના 40 વર્ષ પછી પણ એચઆઈવી વિશ્વ માટે ખતરો બન્યો છે. આજે વિશ્વ 2030 સુધીમાં એઈડ્સને નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરવાના પ્રયત્નોથી ભટકી ગયું છે. આ જ્ઞાન અને ઉપકરણોના અભાવને કારણે નથી, પરંતુ માળખાકીય અસમાનતાઓને કારણે છે જેથી HIV નિવારણ અને સારવારના ઉકેલોને અવરોધે છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે જો આપણે 2030નું લક્ષ્ય મેળવવું છે તો અસમાનતાઓને બને તેટલી જલ્દી ખતમ કરવી પડશે. આ રીતે આપણે એઇડ્સ ઈમરજન્સીનો સામનો કરી રહ્યા છીએ. જો વૈશ્વિક નેતાઓએ એઇડ્સ વિરુદ્ધના પ્રયત્નોમાં અસમાનતા નાબૂદ કરવા માટે સખત પગલાં ન ઉઠાવ્યા તો લાખો કરોડો મૃત્યુ જોવા પડશે.
સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે હજુ પણ 2030 સુધીમાં દુનિયામાંથી એઈડ્સને નાબૂદ કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે ઘણી જગ્યાએ બહુ સારું કાર્ય થઈ રહ્યું છે, પરંતુ આપણે આ દરેક જગ્યાએ અને દરેક માટે કરવાનું છે. આપણી પાસે એક અસરકારક વ્યૂહરચના પણ છે જેના પર નેતાઓ સંયુક્ત રાષ્ટ્રમાં સંમત થઈ શકે છે, પણ તેનો સંપૂર્ણ અમલ કરવો પડશે. આ માટે આપણને સામુદાયિક નેતૃત્વ ધરાવતા લોકો પર કેન્દ્રિત માળખાની જરૂર પડશે. રસી, દવાઓ અને હેલ્થ ટેક્નોલોજી બધા સુધી પહોંચે એ માટે ઘણા પગલાં ઉઠાવવા પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર