Women’s Equality Day: કાયદાની નજરમાં મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર હોવા છતાં રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓ વિશે લોકોના મનમાં હજી પણ બેવડી માનસિકતા છે. આજે પણ તેમને પુરુષો જેવા અધિકારો મળ્યા નથી. જેથી દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસને સ્વીકારવાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પુરુષો જેવા જ અધિકાર આપવાનો છે.
મહિલાઓના હક્ક માટે સૌપ્રથમ અમેરિકાની મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે મહિલાઓને અમેરિકામાં મત આપવાનો અધિકાર પણ નહોતો. 50 વર્ષની લડાઈ બાદ અમેરિકામાં મહિલાઓને 26 ઓગસ્ટ 1920ના રોજ મત આપવાનો અધિકાર મળ્યો હતો. આ માટે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ દિવસને યાદ કરીને મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવ્યો હતો
1995માં ચોથી વિશ્વ પરિષદને સંબોધિત કરતી વખતે હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે, હંમેશા માનવ અધિકારો મહિલાઓના અધિકારો છે અને મહિલાઓના અધિકારો માનવ અધિકારો છે.
ચાલો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા સમાનતા દિવસ પર ભારતમાં મહિલાઓની સુરક્ષા માટે 5 મહત્વના બંધારણીય અધિકારો પર એક નજર ફેરવીએ.
ઘરેલું હિંસા સામે હક્ક
ભારતીય બંધારણની કલમ 498 મુજબ પત્ની, માતા, બહેન કે સ્ત્રી લિવ-ઇન પાર્ટનર સહિતની મહિલાઓને પુરુષો દ્વારા કરવામાં આવતી મૌખિક, નાણાંકીય, ભાવનાત્મક, જાતીય ઘરેલું હિંસા સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે. આવી ઘરેલું હિંસાને સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. જેમાં દંડ સાથે 3 વર્ષ સુધીની બિનજામીનપાત્ર કેદ થઈ શકે છે.
ઝીરો FIRનો અધિકાર
ઘટના કોઈ પણ સ્થળે બની હોય સ્ત્રીઓને પોતાની અનુકૂળતા મુજબ ગમે તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. યોગ્ય પોલીસ સ્ટેશન શોધવા અને કાર્યવાહીમાં સમય બગડવાથી ગુનેગારને ભાગી છૂટવાની તક ન મળે તે વાત ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. ઝીરો FIR નોંધાયા બાદ તેને કોઈપણ સ્થળે ખસેડી શકાય છે.
નોકરી-વ્યવસાયના સ્થળે જાતીય સતામણી સામેનો હક્ક
કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ મુજબ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ ઇન્ટર્નલ કમ્પ્લેઇન્ટ કમિટી (ICC)ને લેખિત ફરિયાદ કરી શકે છે.
સમાન પગારનો અધિકાર
ઘણા સ્થળોએ મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારી વચ્ચેના પગારમાં મોટો તફાવત જોવા મળે છે. આવી સ્થિતિમાં બંધારણ સ્ત્રીઓને સમાન પગાર ધોરણનો અધિકાર આપે છે. સમાન મહેનતાણા અધિનિયમની જોગવાઈઓ મુજબ લિંગના આધારે મહિલાઓ સાથે પગાર ધોરણમાં ભેદભાવ ન થઈ શકે.
જાહેર કે ખાનગી સ્થળોએ સ્ત્રીનો પીછો કરવો, ઓનલાઈન નજર રાખવી, તેની સાથે બળજબરીથી વાતચીત કરવાનો પ્રયાસ કરવા જેવી બાબતોમાં આઇપીસીની કલમ 354ડી મુજબ આવા વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર