Home /News /explained /

women's right: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, પિતાની સંપત્તિમાં દીકરીઓનો હક વધ્યો, જાણો કઇ રીતે

women's right: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, પિતાની સંપત્તિમાં દીકરીઓનો હક વધ્યો, જાણો કઇ રીતે

સુપ્રીમ કોર્ટ

મિલકત સર્વાઈવરશિપના નિયમ મુજબ મૃતકના ભાઈઓ અથવા અન્ય સંબંધીઓને સોંપવામાં આવશે નહીં. પછી ભલે તે વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન સંયુક્ત કુટુંબનો સભ્ય રહ્યો હોય.

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે (Supreme Court) પિતાની મિલકત (Parents Property) પર પુત્રોના સમાન જ પુત્રીઓનો અધિકાર (Daughter's Right) દાખલ કર્યો છે અને તેને વધાર્યો છે. સુપ્રીમ કોર્ટેમાં ગુરૂવારે જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને કૃષ્ણ મુરારીની બેંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યાયાધીશોએ કહ્યું કે, 1956 પહેલા રિયલ એસ્ટેટ સંબંધિત વારસાના કેસમાં પણ દીકરીઓને પુત્રો જેટલો જ અધિકાર હશે. જો સંપત્તિના માલિકનું વિલ લખતા પહેલા જ મૃત્યુ થયું હોય તો તેની સ્વ-હસ્તગત મિલકત વારસા (Inheritance)ના સિદ્ધાંત હેઠળ તેના બાળકોને આપવામાં આવશે. પછી ભલે તે પુત્ર હોય, પુત્રી હોય કે પછી બંને હોય.

આવી મિલકત સર્વાઈવરશિપના નિયમ મુજબ મૃતકના ભાઈઓ અથવા અન્ય સંબંધીઓને સોંપવામાં આવશે નહીં. પછી ભલે તે વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન સંયુક્ત કુટુંબનો સભ્ય રહ્યો હોય.

મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય સામે ચૂકાદો

સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા આ નિર્ણય આપ્યો છે. આ અંતર્ગત 1949માં વસિયતનામું લખતાં પહેલાં મૃત્યુ પામેલા મરપ્પા ગોંડરની સંપત્તિ તેની પુત્રી કુપાઈ અમ્માલને સોંપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જસ્ટિસ કૃષ્ણ મુરારીએ આ ચુકાદા સાથે ટિપ્પણી કરી હતી કે, 'આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ મહિલાઓને સમાન વારસદાર ગણવામાં આવી છે. પછી ભલે તે સ્મૃતિઓ હોય, ટીકાઓ હોય કે અન્ય ગ્રંથો હોય. તેમાં એવા ઘણા કિસ્સાઓ છે, જેમાં પત્ની, પુત્રી જેવી મહિલાઓના વારસદારોને માન્યતા આપવામાં આવી છે.

જજે મિતાક્ષરાનો કર્યો ઉલ્લેખ

જસ્ટિસ મુરારીએ 'મિતાક્ષરા' ભાષ્યનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમાં આપવામાં આવેલી વ્યાખ્યાઓ અચૂક છે. જણાવી દઇએ કે, મિતાક્ષરા ટીકા સંત જ્ઞાનેશ્વરે લખી છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પર લખવામાં આવેલી આ ભાષ્ય જન્મથી વારસાના સિદ્ધાંતને સમજાવવા માટે ખૂબ પ્રચલિત છે. હિંદુ સક્સેશન એક્ટ-1956માં મોટા ભાગની કાયદાકિય વ્યાખ્યાઓ મિતાક્ષરાના આધારે લેવામાં આવી છે.

આ પણ વાંચો - વૈજ્ઞાનિકોએ બનાવી અનોખી લેબ, મૃત લોકોને ફરી જીવંત કરવા પર થઇ રહ્યું છે કામ

હવે વધ્યો દિકરીઓનો અધિકાર

ભારતમાં વર્ષ 1956માં હિંદુ ઉત્તરાધિકાર કાયદો લાગૂ થયો હતો. જે અંતર્ગત પિતાની માલિકીની તમામ સંપત્તિ પર પુત્ર-પુત્રીના બરાબર અધિકાર છે. વર્ષ 2005માં તેમાં સુધારો કરવામાં આવ્યો. જે અંતર્ગત સંયુક્ત પરિવારમાં રહેતા પિતાની મિલકતમાં પુત્ર અને પુત્રીઓને સમાન અધિકાર સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. ત્યારપછી ઓગસ્ટ 2020માં સુપ્રીમ કોર્ટે દીકરીઓના અધિકારોને વધુ વધાર્યો.

આ પણ વાંચો - સ્વામી વિવેકાનંદ જાણતા હતા કે, તેઓ 40 વર્ષથી વધુ નહીં જીવે?

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ના અમલીકરણથી પુત્રીઓને પિતા, દાદા, પરદાદાની સ્વ-અધિગ્રહિત મિલકતમાં પુત્રો સમાન અધિકાર આપવામાં આવે છે. જે વાત આ તાજેતરના કિસ્સામાં સાબિત થઇ ચૂકી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married women, Supreme Court, દીકરી, ભારત, સુપ્રીમ કોર્ટ

આગામી સમાચાર