મહિલાઓને Porn મુવી જોવા પસંદ નથી! જાણો આવી ગેરમાન્યતાઓની હકીકત

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Physical relationship: કોઈ સ્ત્રી કે પુરુષ પહેલીવાર કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવા જાય ત્યારે તેના મનમાં સેક્સ સંબંધિત ઘણા પ્રશ્નો ઉભા થાય છે. આવી સ્થિતિમાં તેઓ આ શંકાઓને દૂર કરવા માટે ઇન્ટરનેટ સાથે અન્ય ઘણા માધ્યમોમાંથી માહિતી પણ એકઠી કરે છે.

  • Share this:
સેક્સ અત્યારે ફેશન બની ગઈ છે. આજના યુવાનો માટે સેક્સ પણ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ કોઈ સ્ત્રી કે પુરુષ પહેલીવાર કોઈની સાથે શારીરિક સંબંધ (Physical relationship) બાંધવા જાય ત્યારે તેના મનમાં સેક્સ સંબંધિત ઘણા પ્રશ્નો ઉભા થાય છે. આવી સ્થિતિમાં તેઓ આ શંકાઓને દૂર કરવા માટે ઇન્ટરનેટ (Internet) સાથે અન્ય ઘણા માધ્યમોમાંથી માહિતી પણ એકઠી કરે છે. લોકો યોગ્ય માહિતી લેવાના બદલે મિથકો (ગેરમાન્યતા) પર વધુ ધ્યાન આપે છે. જેથી અહીં સેક્સ અંગે પ્રચલિત ભ્રમ દૂર કરવા ગેરમાન્યતાની વાસ્તવિકતા સામે લાવવાનો પ્રયાસ થયો છે.

ગેરમાન્યતા- સેક્સ પુરુષ પ્રધાન પ્રક્રિયા છે
સેક્સ પુરુષ પ્રધાન પ્રક્રિયા હોવાની વાત તદ્દન ખોટી છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેને સેક્સની ઇચ્છા સાથે જરૂરિયાત પણ હોય છે. જોકે, પુરુષો તેમની ઇચ્છા વ્યક્ત કરે છે, પરંતુ સ્ત્રીઓ કેટલીક વાર સંકોચ - શરમના કારણે વ્યક્ત કરતી નથી. અલબત સ્ત્રીઓ સેક્સમાં રસ લેતી ન હોવાનું કહી શકાય નહીં.

ગેરમાન્યતા: પ્રથમ સેક્સમાં સફળતા ન મળે તો તેનો મતલબ તમારામાં કઈંક ખામી છે.
આ પણ ખોટી માન્યતા છે. જેમ દરેક વસ્તુની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તેવી જ રીતે ઘણી વખત પ્રેક્ટિસ કર્યા પછી વધુ સારી રીતે સેક્સનો આનંદ મળી શકે છે. જેથી પ્રેક્ટિસ બાદ જેટલો આનંદ લઈ શકે તેટલો આનંદ પ્રારંભિક તબક્કે માણી ન શકો તેવું પણ બને. જો તમે પ્રથમ વખતના સેક્સમાં નિષ્ફળ રહ્યા હોવ તો તમારામાં ખામી છે તેવું ન સમજવું.

ગેરમાન્યતા: સેક્સ દરમિયાન મહિલા પાર્ટનર કણસવાનો આનંદદાયક અવાજ ન કાઢે તો તેનો મતલબ એમ કે તે સેક્સ એન્જોય કરતી નથી
સેક્સ દરમિયાન દરેક મહિલા કે પુરુષ પોતાની લાગણીનો વ્યક્ત કરે તે જરૂરી નથી. ઘણી વખત મહિલાઓ ઓર્ગેઝમ દરમિયાન કણસવાનો અવાજ કાઢે છે. પરંતુ દરેક મહિલા આવું કરે તે જરૂરી નથી. ઘણી મહિલાઓ મૌન રહીને પણ સેક્સનો આનંદ માણે છે. દરેક વ્યક્તિની સેક્સ માણવાની રીત અલગ અલગ હોય શકે છે.

આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

ગેરમાન્યતા: મહિલાઓ ફેન્ટસીમાં શામેલ થતી નથી
જો તમે આવું વિચારતા હોવ તો આ વાત ખોટી છે. સર્વે મુજબ, જેમ પુરુષો સેક્સ દરમિયાન ફેન્ટસીની દુનિયામાં ખોવાઈ જાય છે, તેવી જ રીતે મહિલાઓ પણ ફેન્ટસીની દુનિયામાં જઈ સેક્સ એન્જોય કરે છે. જોકે, આ મામલે પુરુષોની સંખ્યા મહિલાઓથી વધુ હોય શકે છે.

આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

ગેરમાન્યતા: સારા ફિગરવાળી મહિલાઓ વધુ સારી સેક્સ પાર્ટનર હોય છે
પુરુષોને ખાસ કરીને આ ગેરસમજ હોય ​​છે. સારા ફિગરવાળી મહિલાઓ વધુ સારી સેક્સ પાર્ટનર સાબિત થતી હોવાનું પુરુષોને લાગે છે. પરંતુ આવું જરૂરી નથી. અભ્યાસ મુજબ સેકસ દરમિયાન મોટાભાગના પુરુષોએનું ધ્યાન પાર્ટનરના ફિગર પર નહીં સેક્સમાં હોય છે. પુરુષોને જે સુખ પથારીમાં જોઈતું હોય તે બધા જ પ્રકારની મહિલાઓ આપી શકે છે.

આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

ગેરમાન્યતા: મહિલાઓને પોર્ન મુવી જોવી પસંદ નથી
પુરુષો હંમેશાં પોર્ન મૂવીઝના નામે બદનામ કરવામાં આવ્યાં છે. પરંતુ આનો અર્થ એ નથી કે સ્ત્રીઓને પોર્ન મૂવી જોવાનું પસંદ નથી. આ વાત તદ્દન ખોટી છે. મહિલાઓને પણ પોર્ન મૂવી જોવી ગમે છે. આ તથ્ય સર્વે દ્વારા પણ સાબિત થયું છે કે, પુરુષોની જેમ સ્ત્રીઓ પણ પોર્ન મૂવી જોવાનું પસંદ કરે છે. જોકે, સ્ત્રીઓ પુરુષોની જેમ આ વાત સ્વીકારતી નથી. તેથી લોકો આ ગેરસમજ હેઠળ છે.

ગેરમાન્યતા: દારૂ પીધા બાદ સેક્સમાં વધુ મજા આવે છે
દારૂ સમાજ અને શરીર એમ બધાનો દુશ્મન છે. ત્યારે આ વાત કઈ રીતે સાચી હોય શકે. સેક્સ અને દારૂને કોઈ લેવા-દેવા નથી. આનંદ આપવાની જગ્યાએ ઉલ્ટાનું ઘણી વખત આલ્કોહોલનું સેવન તમને સેક્સના અનુભવથી વંચિત રાખે છે. ઘણી વખત દારૂ પીવાથી સેક્સની બધી મજા બગડે છે. અલબત, કેટલાક અઘ્યયનમાં રેડ વાઇન લેવાથી કામેચ્છા વધી શકતી હોવાનું સામે આવ્યું છે.

ગેરમાન્યતા: સુરક્ષિત સેક્સ માટે બે કોન્ડોમનો ઉપયોગ વધુ સારો વિકલ્પ છે
સેક્સ દરમિયાન કોન્ડોમ ફાટવાના કારણે લોકો આવું વિચારે છે. પરંતુ આ સાચું નથી. બે કોન્ડોમનો ઉપયોગ કરવાની કોન્ડોમ ફાટશે નહીં તે દ્રઢતાથી ન કહી શકાય. બે કોન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ કોન્ડોમ ફાટી શકે છે.

ગેરમાન્યતા સેક્સ ફૂડ ખાધા બાદ તરત સેક્સનો મૂડ થઈ જાય છે
આ ધારણા મોટાભાગે પુરુષોમાં જોવા મળે છે. જે તદ્દન ખોટી છે. ફેટી માછલી, સ્ટ્રોબેરી, તરબૂચ, અખરોટ, જાંબુ, રેડ વાઇન, સોયા, લીલા શાકભાજી, ડાર્ક ચોકલેટ, દાડમ, ગાજર, કિશમિસ, અને લસણ સહિતના પદાર્થોનું સેવન કરવાથી સેક્સ્યુઅલ લાઇફ સારી રહે છે. આ ઉપરાંત સ્ટેમીના પણ જરૂરી છે.
First published: