Home /News /explained /Debit card No-cost EMI Trap: ડેબિટ કાર્ડ પર કોટક મહિન્દ્ર બેંકની નો-કોસ્ટ EMI સુવિધા દેવાના જાળ જેવી!

Debit card No-cost EMI Trap: ડેબિટ કાર્ડ પર કોટક મહિન્દ્ર બેંકની નો-કોસ્ટ EMI સુવિધા દેવાના જાળ જેવી!

પ્રતીકાત્મક તસવીર

Debit card No-cost EMI: ડેબિટ કાર્ડ લોન એ ક્રેડિટ કાર્ડ લોન કરતાં પણ વધુ ખરાબ છે. ડેબિટ કાર્ડમાં તમને ચૂકવણી માટે માત્ર 30 દિવસ મળે છે, જ્યારે ક્રેડિટ કાર્ડ (Credit card)માં તમારી બિલિંગ સાઇકલની શરૂઆત બાદ 50 દિવસનો સમય મળે છે.

મુંબઈ: કોટક મહિન્દ્રા બેંકે (Kotak Mahindra Bank) તાજેતરમાં જ પોતાના ડેબિટ કાર્ડ (Debit card) ગ્રાહકોને એક સરખા EMI સાથે દેશભરમાં ઑફલાઇન કે ઑનલાઇન સ્ટોર પરથી લગભગ કંઈપણ ખરીદવાની છૂટ આપી છે. બેંકની વેબસાઇટ પર સ્માર્ટ ઈએમઆઈ યોજનાનો ઉલ્લેખ ‘No cost EMI*’ તરીકે કરવામાં આવ્યો છે. આ ‘*’ ચિહ્ન દર્શાવે છે કે વ્યાજ દર તે વેપારી કે કંપની દ્વારા નક્કી કરવામાં આવશે, જ્યાંથી તમે ખરીદી કરો છો.

કોટક બેંકે તમને નથી જણાવી આ વાતો

હવે તમે વિચારી રહ્યા હશો કે તમને અહીં એક સારી ડીલ મળી રહી છે, તે પણ કોઇ કિંમત વગર. પરંતુ હકીકત કઈંક અલગ જ છે. ઈએમઆઈ એ એક લોનનો જ પ્રકાર છે અને તેમાં કિંમત પણ ચૂકવવી જ પડે છે. ડેબિટ કાર્ડ લોન એ ક્રેડિટ કાર્ડ લોન કરતાં પણ વધુ ખરાબ છે. ડેબિટ કાર્ડમાં તમને ચૂકવણી માટે માત્ર 30 દિવસ મળે છે, જ્યારે ક્રેડિટ કાર્ડ (Credit card)માં તમારી બિલિંગ સાઇકલની શરૂઆત બાદ 50 દિવસનો સમય મળે છે. ઉલ્લેખનીય છે કે, ડેબિટ કાર્ડનો અર્થ છે તમારે માત્ર ત્યારે જ સ્વાઇપ કરવાનું છે, જ્યારે તમારા અકાઉન્ટમાં રકમ હોય છે. તમને ડેબિટ કાર્ડ પર ઈએમઆઈની સુવિધા આપીને બેંક તમને ડેબિટ કાર્ડ પર ક્રેડિટ (Credit)નો લાભ લેવાની તક આપે છે.

ખૂબ વધુ EMI તમારી ક્ષમતા ઘટાડશે

બેંકના પ્રવક્તા અનુસાર, તે ગ્રાહકોને નાના અને સરળ હપ્તામાં ચૂકવણી કરવાની ક્ષમતા આપીને તેમના માટે સરળતા વધારે છે. પરંતુ આ સત્ય નથી. તમારી ક્ષમતા ત્યારે જ વધે છે, જ્યારે તમારી પાસે વધુ પૈસા હોય અથવા તો તમે જે ખરીદવા માંગો છો તેની કિંમતમાં ઘટાડો થાય. અહીં બંનેમાંથી કંઈપણ નથી થઈ રહ્યું. પરંતુ હા, તેનાથી વિપરીત થઈ રહ્યું છે. તમે તમારી ક્ષમતાથી વધુ ખરીદી કરી લો છો, કારણે કે દર મહીને માત્ર નાની રકમ તમારા એકાઉન્ટમાંથી કપાશે અને તમે આ ચક્રમાં ફસાઈ ગયા છો.

આ પણ વાંચો: ટેક્સટાઇલ સેક્ટરના 5 સ્ટૉક્સ: આ શેર ખરીદનારા થયા માલામાલ, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર? 

દા.ત. તમે રૂ. 50,000ની કિંમતનું એક ટીવી ખરીદવા માંગો છો, પરંતુ તમારી પાસે પુરતી રકમ નથી અને ન તો તમારી પાસે એક સાથે સંપૂર્ણ રકમ ચૂકવવા માટે કોઈ ખાસ રોકાણ છે. ઈએમઆઈ સુવિધા તમને આકર્ષક લાગે છે અને તમે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને તે ટીવી ખરીદી લેશો. તમે ઝીરો ડાઉન પેમેન્ટ માટે પાત્ર છો. હવે તમે 15 મહીનાની ચૂકવણીનો સમય પસંદ કરશો અને પરીણામ સ્વરૂપે તમારે દર મહીને માત્ર રૂ. 3,333 ચૂકવવાના રહેશે. હવે તે તમને યોગ્ય લાગશે. એક મહીના બાદ આ યોજના પર તમે તમારા રેફ્રીજરેટરને અપગ્રેડ કરવાનું વિચારશો અને વધુ રૂ. 3000ની ઇએમઆઇ જોડાઇ જશે. આ એક સારી વાત છે તમે ઓછામાં વધુ ખરીદી શકશો.

તમારી ક્ષમતાની ખોટી લાગણી તમને તે વસ્તુઓ ખરીદવા પર મજબૂર કરશે, જેની તમારી જરૂર નથી. અને એક સમય એવો આવશે જ્યારે તમે તમામ ઇએમઆઇની ચૂકવણી નહીં કરી શકો.

આ ચાર્જને ન કરી શકો નજરઅંદાજ

કોઇ પણ વ્યાજ વગરની ઇએમઆઇ સ્કીમ માટે હંમેશા એવા ચાર્જ હોય છે, જે વ્યાજ દર કરતા વધુ હોય છે. મોડી ચૂકવણી માટેના ચાર્જથી માંડીને મોડી ચૂકવણી પણ ઊંચો વ્યાજદર જેવા અનેક ચાર્જ છે. બ્રોશરમાં શું કહેવામાં આવ્યું છે, તેના પર નિર્ભર રહેવાની જગ્યાએ તમારે આ ચાર્જ વિશે જાણવાનો પ્રયાસ કરવો જોઇએ.

કોટક સ્માર્ટ ઇએમઆઇના કેસમાં, વધુ પડતા ચાર્જની એક મોટું લીસ્ટ છે. તમારા ડેબિટ કાર્ડના ખર્ચાઓને ઇએમઆઇમાં પરીવર્તિત કરવા લોન લેવા સમાન છે. ક્રેડિટ સ્કોર મહત્વપૂર્ણ થઇ જાય છે. પરીણામ સ્વરૂપે વ્યક્તિ અને ખરીદીની કિંમતના આધારે રૂ. 99 અને રૂ. 2,999 વચ્ચે પણ ક્યાંક પ્રોસેસિંગ ચાર્જ હોય છે.

આ પણ વાંચો: અહીં ફ્રીમાં ફાઇલ કરો તમારું ITR, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર

જો રકમ વધી જાય છે તો અમુક પેનલ ચાર્જ પણ લાગે છે. તે દર મહિને 3 ટકાના દરે ચાર્જ કરવામાં આવે છે, જે વાર્ષિક ગણતરીના હિસાબે 36 ટકા થાય છે. તે ક્રેડિટ કાર્ડ ચાર્જ કરતા પણ વધુ છે. વધુમાં જો ઇએમઆઇ બાઉન્સ થઇ જાય છે અથવા તમારા ખાતામાં પર્યાપ્ત રકમ નથી તો રૂ.750નો વધારાનો ચાર્જ લાગે છે.

ઓછામાં ઓછી 3 ઇએમઆઇ પૂરી થયા પહેલા તમે લોનને પ્રી-પે કે ફોરક્લોઝ કરી શકતા નથી. અન્ય ચાર્જમાં ખાતાના સ્ટેટમેન્ટ ચાર્જ, રીપેમેન્ટ શિડ્યૂલ ચાર્જ અને ઇએમઆઇ બેન્ક સ્વાઇપ ચાર્જ હોય છે, જે રૂ.250થી રૂ.500 સુધી છે.

આ સ્કીમમાં કંઇ પણ એવું નથી કે તમે તમારા પૈસાને યોગ્ય રીતે મેનેજ કરી શકો છો. તેનાથી વિપરીત તે તમને વધુ ખર્ચાઓ કરવા માટે પ્રેરિત કરી શકે છે, જેનાથી તમે એક લોનની જાળમાં ફસાઇ શકો છો અને માત્ર બેંકને મોડી ચૂકવણી માટે વ્યાજની રકમ પ્રાપ્ત થશે.

માટે આવી લાલચભરી યોજનાઓથી દૂર રહેવું વધુ હિતાવહ છે. માત્ર તે જ વસ્તુની ખરીદી કરો જેટલી તમારી ક્ષમતા હોય અને તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ સુવિધા તરીકે કરો, ન કે એવી રીતે જે તમને બિનજરૂરી લોન લેવા પ્રેરિત કરે. (સ્ટોરી: LISA BARBORA, Moneycontrol)
First published:

Tags: Debit card, Emi, Kotak mahindra bank, Loan, ક્રેડિટ કાર્ડ