Home /News /explained /

જાણવા જેવું : Passportમાં શા માટે સ્માઇલ કરતો ફોટો નથી લગાવવામાં આવતો?

જાણવા જેવું : Passportમાં શા માટે સ્માઇલ કરતો ફોટો નથી લગાવવામાં આવતો?

પાસ પોર્ટ માટેની યોગ્ય તસવીર આવી હોવી જોઈએ

જ્યારે પણ તમે પાસપોર્ટ (Passport) બનાવવા માટે પાસપોર્ટ ઓફિસ જશો, તો જ્યારે તમારો ફોટો (Photograph) ખેંચવાનો નંબર આવશે તો સંબંધિત વ્યક્તિ તમને તે સૂચન જરૂર આપશે કે તમારા ચહેરાને એકદમ નેચરલ રાખો.

  જ્યારે પણ તમે પાસપોર્ટ (Passport) બનાવવા માટે પાસપોર્ટ ઓફિસ જશો, તો જ્યારે તમારો ફોટો (Photograph) ખેંચવાનો નંબર આવશે તો સંબંધિત વ્યક્તિ તમને તે સૂચન જરૂર આપશે કે તમારા ચહેરાને એકદમ નેચરલ રાખો. તેમાં સ્માઇલ કરવાનો પ્રયત્ન ન કરો. આખરે આવું શા માટે? પાસપોર્ટ પર તમારો હસતો ફોટો લગાવવાની મનાઇ (Rules) શા માટે છે?

  લગભગ સમગ્ર વિશ્વમાં પાસપોર્ટ (Passport) બનાવતી સમયે જ્યારે ફોટો ક્લિક કરવામાં આવે છે તો તેમ જ કહેવામાં આવે છે. તેના માટે દરેક દેશે પોતાના નિયમો બનાવ્યા છે. તેનું કારણ તે છે કે પાસપોર્ટ પર ફોટો ક્લિયર આવે. વાળ પાછળ રહે. જોકે તમારો ચહેરો નેચરલી સ્માઇલ આપતો હોય તેવો હોય તો તે ચાલશે.

  આ પણ વાંચો : કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો

  હકીકતમાં થોડા વર્ષો પહેલા સુધી ફોટોમમાં ચશ્મા પહેરવાની અને હેર સ્ટાઇલથી ચહેરાને થોડો ઢાંકવાની છૂટ હતી. પરંતુ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં 26/11ના હુમલા બાદ બધુ જ બદલાઈ ગયું.

  ટેક્નિકે બદલ્યા આ ફોટાને

  એરપોર્ટ પર ઉપયોગમાં લેવાતી બાયોમેટ્રીક ટેક્નોલોજીએ પાસપોર્ટ અને ફોટોને સંપૂર્ણ બદલીને રાખી દીધા. અમુક દેશોના પાસપોર્ટમાં ચિપ લાગેલી હોય છે. તેમાં તમારો સંપૂર્ણ ડેટા હોય છે.

  ફોટો આપે છે તમારી સંપૂર્ણ જાણકારી

  તેમાં સાથે જ તમારા ચહેરાના આકારની સંપૂર્ણ જાણકારી હોય છે. જેમ કે બંને આંખો વચ્ચેનું અંતર, નાક અને ગાલ વચ્ચેનું અંતર, મોઢાની પહોળાઇ વગેરે.

  આ માટે મનાઇ હોય છે હસવાની

  જો તમે હસો છો તો તમારો ચહેરો સામાન્ય અવસ્થામાં નહીં રહે, જેના કારણે ચોક્કસ જાણકારી કાઢવી સંભવ નથી. પાસપોર્ટ ફોટોની નવી ગાઇડલાઇનમાં ચશ્મા લગાવીને ફોટો લેવો, વાળથી ચહેરો ઢાંકવો અને હસવાની મનાઇ હોય છે.

  આ પણ વાંચો : પંચમહાલ : જીમીરા રિસોર્ટમાં જુગારની પાર્ટીમાં દરોડા, BJP MLA કેસરીસિંહ-મહિલાઓ સહિત 26 ઝડપાયા

  ફ્રાન્સમાં કરાયો કેસ

  ફ્રાન્સમાં એક વ્યક્તિને આ વાત અયોગ્ય લાગી કે પાસપોર્ટમાં શા માટે હસતો ચહેરો ન હોવો જોઇએ. આખરે તેનાથી અમારા દેશની સમૃદ્ધિ, ઉત્સાહ અને ખુશીનું પણ પ્રદર્શન થાય છે. તેણે વર્ષ 2014માં પોતાના દેશની અદાલતમાં તેની વિરુદ્ધ કેસ કર્યો હતો. જાણો છો નિર્ણય શું આવ્યો? અદાલતે તેમની અજરીને ફગાવી દીધી. કારણ કે અદાલતનું પણ માનવું હતું કે જ્યાં વાત સુરક્ષાના માપદંડોની હોય, ત્યાં આવી ખુશીનું પ્રદર્શન ચહેરાથી થવું તે કોઇ જરૂરી બાબત નથી.

   આ પણ વાંચો : રાજકોટ : 70 વર્ષના ગોબર બાપાએ ભાગિયાની પત્ની પાસે બિભત્સ માંગણી કરી, મોઢે ડૂમો દઈ કરી હત્યા

  આ રીતે કેમેરો તમને ઓળખી લે છે

  જ્યારે તમે એરપોર્ટના ઈ-ગેટથી પ્રવેશ કરો છો, તો તેમાં લાગેલો કેમેરો તમારા ફોટોથી તેમારી ઓળખ કરે છે. તમારા પાસપોર્ટમાં લાગેલ ફોટો અને તમારો ચહેરો બાયોમેટ્રીક મળી જાય તો તમને સરળતાથી પ્રવેશ મળી જશે નહીં, તો તમને તપાસ રૂમમાં લઇ જવામાં આવશે.

  આ પણ વાંચો : પ્રેમની તાકાતે તોડ્યા ધર્મના વાડા, પરિવારની સંમતિથી અંકિત સાથે ફેરા ફરી રૂબીના

  પાસપોર્ટ બનાવતી સમયે સારા ફોટો માટે શું કરવું

  જો તમે કાળા રંગનો શર્ટ પહેરો તો સારુ રહેશે. માથું અને ખંભા સીધા સામે હોય. માથુ ખૂબ વધુ ઉપર તરફ ન રહેવું જોઇએ. તમારા વાળ કાનથી ઉપર હોવા જોઇએ અથવા પોની ટેલને પણ મંજૂરી હોય છે. આંખો સાફ હોવી જોઇએ. તેના માટે આંખોમાં આઇડ્રોપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. પાસપોર્ટ માટે ફોટો ખેંચવા જતા પહેલા સેલ્ફી પર તેની પ્રેક્ટિસ કરવાનું વધુ યોગ્ય માનવામાં આવે છે.
  First published:

  Tags: Indian passport rules, Knoledge, Tips, ગુજરાતી ન્યૂઝ, પાસપોર્ટ, ફોટો

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन