Explained: શું તમને પણ અંધારામાં ટીવી અને લેપટોપ જોવાની આદત છે? જાણી લો તે શા માટે ખતરનાક છે
Explained: શું તમને પણ અંધારામાં ટીવી અને લેપટોપ જોવાની આદત છે? જાણી લો તે શા માટે ખતરનાક છે
અંધારામાં ટીવી જોવું ખતરનાક સાબિત થઈ શકે છે. (પ્રતીકાત્મક ફોટો- GettyImages)
Watching TV in Dark: કેટલાક લોકોને અંધારામાં ટીવી જોવું વધારે પસંદ હોય છે. આજકાલ મોટાભાગના લોકો અંધારા રૂમમાં કે જગ્યાએ બેસીને લેપટોપ પર કામ કરે છે કે પછી કંઈક જોતા રહે છે. આ તમારી આંખ માટે એટલું ખતરનાક છે કે તેનાથી અંધાપો પણ આવી શકે છે.
Watching TV in Dark: કેટલાક લોકોને લાગે છે કે જે રીતે થિએટર કે મૂવી હોલમાં અંધારિયા માહોલમાં મૂવીનું પ્રદર્શન થાય છે, તે જ રીતે જો રૂમમાં બારીઓ, દરવાજા બધું બંધ કરીને અંધારું કરી લઈએ તો ટીવી (Watching TV in Dark Room) જોવાની ઓર મજા આવે છે. કે પછી આનાથી ટીવી પર વધુ ચોખ્ખું અને સારું દેખાય છે. પરંતુ આમ માનવું બિલકુલ યોગ્ય નથી, કારણકે તે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે.
વાસ્તવિકતા એ છે કે આપણી આંખો પ્રકાશ કે લાઈટની હાજરીમાં કોઇપણ વસ્તુને વધુ સાફ જોઈ શકે છે. એટલે જ ટેલિવિઝન જોતી વખતે રૂમમાં હળવી લાઈટ હોવી જરૂરી છે. હા, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પ્રકાશના કિરણો ટીવીના પડદા પર સીધા ન પડવા જોઈએ.
અંધારા રૂમમાં ટીવી જોવાથી બે ખતરનાક અસર થાય છે. અંધારામાં ટીવીના પડદાથી આવનારા પ્રકાશને કારણે આંખો અંજાઈ જાય છે. જો તમે અંધારિયા રૂમમાં નજીકથી ટીવી જુઓ છો તો આંખો પર તેની ખરાબ અસર થાય છે.
જો તમે અંધારિયા રૂમમાં નજીકથી ટીવી જુઓ છો તો આંખો પર તેની ખરાબ અસર થાય છે.
મૂવિંગ ઇમેજીસ અને સતત બદલાતી લાઇટ ઈફેક્ટ્સથી નુકસાન
અંધારિયા રૂમમાં ટીવી જોવાથી તેની સ્ક્રીન પર આવતા-જતાં ચિત્રો સાથે તેના પ્રકાશની ઇફેક્ટ પણ ખૂબ વધી જાય છે. આંખ તેમની સાથે એડજસ્ટ થઈ શકતી નથી. તે થાકવા લાગે છે અથવા તેને જોર પડવા લાગે છે.
રૂમમાં હળવી લાઇટ જરૂર રાખો
તેથી જ્યારે પણ તમે ટીવી જુઓ ત્યારે રૂમમાં એકદમ અંધારું ન રાખો. તેમાં થોડો પ્રકાશ જરૂર રાખો. ટીવીથી ઓછામાં ઓછા 3-4 મીટર દૂર બેસવું જોઈએ. ટીવીની ઊંચાઈ પણ ઓછામાં ઓછી ચાર ફૂટ હોવી જોઈએ જેથી કરીને તેને જોતી વખતે આંખોને નીચે નમવું ન પડે.
લેપટોપ અંધારામાં જોવું વધારે ખતરનાક છે. તેમાંથી નીકળતા બ્લૂ રેઝ આંખોને નુકસાન કરે છે.
અંધારામાં લેપટોપ જોવું વધારે ખતરનાક
હવે લેપટોપની વાત કરીએ તો ઘણાં લોકો કલાકો સુધી અંધારમાં બેસીને લેપટોપ પર કામ કરે છે અથવા ફિલ્મો જુએ છે. આ તો અંધારામાં બેસીને ટીવી જોવા કરતાં પણ વધુ નુકસાનકારક છે. જો આપણે અંધારામાં પોતાના કમ્પ્યુટર અને સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરીએ તો તેનાથી અંધાપો પણ આવી શકે છે.
લેપટોપ, કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોનથી બ્લુ રેઝ નીકળે છે જે આંખો માટે ઘણી સમસ્યાઓનું કારણ બને છે. જ્યારે આપણે કલાકો સુધી લેપટોપ કે મોબાઈલની સ્ક્રીન પર જોઇએ છીએ, ત્યારે આપણે આંખો પટપટાવાનું ભૂલી જઈએ છીએ, આનાથી આંખો ડ્રાય અને લાલ થઈ જાય છે, તેને રેડ આઈ સિન્ડ્રોમ (Red Eye Syndrome) પણ કહેવાય છે.
સ્ક્રીનને કયા મોડ પર જોવી
એવામાં આપણે ઝીરો આઇ સ્ટ્રેઇન સ્ક્રીન મોડ સેટ કરવો જોઈએ જેથી આંખોને ઓછી તકલીફ પડે. આ સ્ક્રીન પર અંધારામાં લાંબો સમય સુધી બેસી રહેવાથી તણાવ, માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. જો કે, આજકાલ ઘણી સ્ક્રીન એડવાન્સ્ડ લાઈટ કન્ટ્રોલ સાથે આવે છે જે બ્લૂ રેઝને ફિલ્ટર કરે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર