Home /News /explained /

શા માટે વારાણસીને કાશી અને બનારસ તરીકે ઓળખવામાં આવે છે? જાણો નામ પાછળનું રહસ્ય

શા માટે વારાણસીને કાશી અને બનારસ તરીકે ઓળખવામાં આવે છે? જાણો નામ પાછળનું રહસ્ય

1956 બાદ બનારસ નામથી રેલવે સ્ટેશનની ફરી વાપસી થઇ.

આ શિવ નગરી ને અલગ અલગ સમયમાં અલગ-અલગ લોકોએ વિવિધ નામે ઓળખાવી હતી. કાશી, કાશીક, બનારસ, વારાણસી, વારાણશી, અવિમુક્ત, આનંદવન અને રુદ્રવાસ જેવા નામ આપવામાં આવ્યા છે.

  વારાણસી (Varanasi)નું લોકપ્રિય નામ બનારસ(Banaras) છે તો તેનું સત્તાવાર નામ વારાણસી કેમ થઇ ગયું? તે સવાલ ઘણા લોકોને મનમાં ઉઠે છે. તેનો કાશી નગરી સાથે શું સંબંધ છે? તે મામલે પણ દલીલ થાય છે. એક તરફ વિશ્વભરમાં આ શહેર બનારસના નામે વખણાય છે, બીજી તરફ માત્ર બનારસ હિન્દૂ યુનિવર્સિટી સિવાય ત્યાં સ્ટેશન કે અન્ય કોઈ વસ્તુનું નામ બનારસ પરથી પડ્યું નથી!

  વારાણસીમાં વારાણસી કેન્ટ અને કાશી નામના બે રેલવે સ્ટેશન છે. પણ બનારસ નામનું રેલવે સ્ટેશન નથી. લાંબા સમય સુધી આ મામલે ઉઠેલી માંગના અંતે શહેરના મડવાડિહ નામના સ્ટેશનનું નામ બદલી બનારસ કરી દેવાયું છે. આ સાથે જ બનારસ નામને ખાસ માન્યતા પણ સરકારે આપી દીધી છે.

  આમ તો આ શહેરના ઘણા નામ છે. ત્યારે હવે સૌથી રોચક સવાલ એ છે કે, મુઘલ અને અંગ્રેજોના સમયમાં પણ આ શહેરનું સત્તાવાર નામ બનારસ હતું, તો પછી તે વારાણસી કેવી રીતે થઈ ગયું? તેનો ઈતિહાસ શું છે?

  ડાયાના એલ સેકનું પુસ્તક બનારસ સીટી ઓફ લાઈટમાં વર્ણન છે કે, વારાણસીનું સૌથી પ્રાચીન નામ કાશી છે. જે લગભગ ત્રણ હજાર વર્ષોથી બોલવામાં આવે છે. તે સમયે ઈસુના 600 વર્ષ પૂર્વે કાશીના બહારના ભાગમાં બુદ્ધ પહોંચ્યા હતા. બુદ્ધની કથાઓમાં પણ કાશીનો ઉલ્લેખ છે. પ્રાચીન રાજા કાશા પરથી તેનું નામ કાશી પડ્યું હતું. જેના સામ્રાજ્યમાં ત્યારબાદ રાજા દિવોદાસા થઈ ગયા હતાં. ત્યાં અગાઉ લાબું ઘાસ રહેતું, જેના ફૂલો સોનેરી રંગના હતા. જે નદીના કાંઠે ફેલાયેલા જંગલોમાં વિપુલ પ્રમાણમાં હતા તેવું પણ કહેવાય છે.

  કાશી: સીટી ઓફ લાઈટ

  કાશીને ઘણી વખત કાશિકા પણ કહેવામાં આવતું હતું. એનો મતલબ 'ઝળહળતું' થાય છે. ભગવાન શિવની નગરી હોવાના કારણે કાશી હંમેશા ચમકતી રહેતી હોવાની પણ માન્યતા છે. જેને કશાતે કહેવાઇ હતી. જેનો મતલબ સીટી ઓફ લાઈટ છે. તેથી જ કદાચ તેનું નામ કાશી પડી ગયું હશે, કાશીનો મતલબ ઉજ્જવળ કે 'દૈદિપ્યમાન' થાય છે.

  વારાણસી નામ કઈ રીતે પડ્યું?

  વારાણસી પણ પ્રાચીન નામ છે. તેનો ઉલ્લેખ પણ બૌદ્ધ જાતક કથાઓ અને હિંદુ પુરાણોમાં છે. મહાભારતમાં તેનો વારંવાર ઉલ્લેખ છે. પાલી ભાષામાં તેનું નામ બનારસી હતું. જે સમયાંતરે બનારસ થઈ ગયું હતું. આ શહેર બનારસના નામે વધુ જાણીતું છે. અલબત્ત તેનું સત્તાવાર નામ તો વારાણસી જ છે.

  આઝાદી બાદ નામ વારાણસી થયું

  મુઘલો અને અંગ્રેજોના શાસનકાળમાં આ શહેરનું નામ બનારસ હતું. પરંતુ ભારત આઝાદ થયા બાદ તેનું સત્તાવાર નામ વારાણસી રાખી દેવાયું હતું. વારાણસીની એક તરફ વરુણા નદી અને બીજી તરફ અસી નદી હોવાથી તેને વારાણસી તરીકે ઓળખવામાં આવતું હોવાનું પણ કહેવાય છે.

  પુરાણ શુ કહે છે?

  પદ્મપુરાણ કહે છે કે, વરુણ અને અસી બે નદીઓ છે. જેનું ભગવાને સર્જન કર્યું હતું. તેની વચ્ચે પવિત્ર ભૂમિ છે. વિશ્વમાં તેનાથી સારી કોઈ જગ્યા નથી. કૂર્મા પુરાણમાં વારાણસી વરુણા અને અસી નદી વચ્ચે આવેલું શહેર હોવાનું સ્પષ્ટ લખ્યું છે. જોકે, કેટલાક પૌરાણિક સાહિત્ય એમ પણ કહે છે કે, વરુણા અને અસી નહીં, પરંતુ શહેરના ઉત્તર ભાગમાં રણાસી નામની નદી વહેતી હતી. જેનું નામ પાછળથી વરુણા થઈ ગયું હોય તેવું બની શકે. પુરાતાત્વિક દાવો છે કે, રાજઘાટમાં રણાસી નદીનો ગંગા સાથે મિલાપ થાય છે. કદાચ આ શહેર વારાણસી નદીની બંને કાંઠે વસેલું હોત. તે ગંગાના કાંઠે ફેલાયું નહીં હોય.

  સત્તાવાર નામ વારાણસી ક્યારે થયું

  વારાણસી નામનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ અને શિવ પુરાણમાં પણ કરવામાં આવે છે. પરંતુ લોક ઉચ્ચારણમાં તે બનારસ નામથી પ્રખ્યાત હતું. બ્રિટિશ કાળ દરમિયાન તે બેનારસ તરીકે ઓળખાતું હતું. અંતે, 24 મે 1956ના રોજ તેનું સત્તાવાર નામ વારાણસી રાખવામાં આવ્યું.

  કયા કયા નામથી ઓળખાય છે?

  આ શિવ નગરી ને અલગ અલગ સમયમાં અલગ-અલગ લોકોએ વિવિધ નામે ઓળખાવી હતી. કાશી, કાશીક, બનારસ, વારાણસી, વારાણશી, અવિમુક્ત, આનંદવન અને રુદ્રવાસ જેવા નામ આપવામાં આવ્યા છે.

  આઝાદી પહેલા હતું બનારસ રજવાડું

  ભારતમાં 565 રજવાડા અસ્તિત્વમાં હતા. જે પૈકીનું એક બનારસ પણ હતું. બનારસના રાજા કાશી નરેશ અથવા બનારસ નરેશ અથવા કાશી રાજ તરીકે ઓળખાતા હતા. 15 ઓગસ્ટ 1957 પહેલા જ બનારસના તત્કાલીન રાજા વિભુતીનારાયણ સિંહ પોતાનું રજવાડું ભારતમાં વિલય કરવાના પાત્ર પર સહી કરી હતી. આઝાદી બાદ ઉત્તરપ્રદેશના નિર્માણ સમયે તેમાં ટીહરી, ગઢવાલ, રામપુર અને બનારસ રજવાડા ભેળવી દેવાયા હતા.

  તે સમયે કોંગ્રેસના જાણીતા નેતા શ્રીપ્રકાશે બનારસનું નામ બદલીને પ્રાચીન નામ આપવાની માંગ કરી હતી. શ્રીપ્રકાશને ત્યારબાદ અસમના રાજ્યપાલ બનાવ્યા હતા. તે સમયે આ શહેરનું નામ કાશી અથવા વારાણસી હોવું જોઈએ તે બાબતનો ઉલ્લેખ થયો હતો. શ્રીપ્રકાશે સરદાર પટેલ અને ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને આ બાબતે પત્ર લખ્યા હતા.

  સંપુર્ણનંદએ વારાણસી નામને મંજૂરી આપી

  વર્ષ 1956ની 24મી મેના રોજ જ્યારે આ શહેરનું નામ બદલવામાં આવ્યું, ત્યારે તેમાં મુખ્ય ભૂમિકા સંપૂર્ણનંદની હતી. તેઓ તે સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓનો પોતાનો સંબંધ બનારસ સાથે હતો તેઓ સંસ્કૃતના વિદ્વાન હતા. જેથી બનારસના સ્થાને વધુ સંસ્કૃતિક નામ વારાણસીની પસંદગી થઈ હશે
  First published:

  Tags: Kashi Vishwanath કાશી વિશ્વનાથ, Kashi કાશી, હશે. Banaras બનારસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन