Home /News /explained /

ચીનમાં વૃદ્ધ વસ્તીમાં થતા વધારાને કારણે ચીનમાં 3 બાળકોની પોલિસીને મંજૂરી

ચીનમાં વૃદ્ધ વસ્તીમાં થતા વધારાને કારણે ચીનમાં 3 બાળકોની પોલિસીને મંજૂરી

(news18 English via Reuters)

વર્ષ 2020માં 18.7% લોકો 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હતા. મોટાભાગના લોકો વૃદ્ધ હોવાને કારણે સૌથી વધુ અસર દેશની GDP પર થશે. આ કારણોસર ચીનમાં કપલ્સને ત્રણ બાળકોની મંજૂરી આપવામાં આવી છે.

  ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. માનવામાં આવી રહ્યું છે કે પરિવાર વધારવા પર ધ્યાન આપવામાં નહીં આવે, તો ચીનની મોટાભાગની વસ્તી વૃદ્ધ હશે. ચીનની જનગણના અનુસાર વર્ષ 2020માં 18.7% લોકો 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હતા. મોટાભાગના લોકો વૃદ્ધ હોવાને કારણે સૌથી વધુ અસર દેશની GDP પર થશે. આ કારણોસર ચીનમાં કપલ્સને ત્રણ બાળકોની મંજૂરી આપવામાં આવી છે.

  અનેક દાયકાઓ સુધી એક બાળકની નીતિ હતી-  બીજા વિશ્વયુદ્ધ બાદ ચીનમાં બેબી-બૂમની અસર જોવા મળી અને વસ્તીમાં વધારો થવા લાગ્યો. તે સમયે ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી હતી, જેનું ધ્યાન વિકાસ પર હતું. વધતી વસ્તીને જોખમ તરીકે જોતા ચીનમાં સરકારે તાત્કાલિક વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી દીધી હતી. આ નીતિ હેઠળ કપલને એકથી વધુ બાળકને જન્મ આપવાની મંજૂરી નહોતી. એકથી વધુ બાળકને જન્મ આપવા પર તેમને સરકારી નોકરીથી લઈને અનેક સુવિધાઓનો લાભથી બાકાત રાખવામાં આવતા હતા.

  જન્મ પ્રમાણપત્રમાં ગરબડી- એક બાળકની પોલિસીના નિયમો એટલા કડક હતા, કે ચીનના કપલ્સ ડરવા લાગ્યા હતા. સાયન્સ વેબસાઈટ અનુસાર ZME Scienceમાં જાણકારી આપવામાં આવી છે કે આ પોલિસીને લઈને લોકોમાં એટલો ડર હતો કે, જો બીજા બાળકનો જન્મ થાય તો તેમનું જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવતું નહોતું. UNICEFના એક રિપોર્ટ અનુસાર ચીનમાં પાંચ વર્ષથી લગભગ 290 મિલિયન બાળકોના જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા નથી.

  ચીનમાં લિંગ વિષમતા વધુ માત્રામાં ઘેરાઇ ગઇ છે.


  કન્યા ભ્રૂણ હત્યામાં વધારો- પિતૃસત્તાક સમાજમાં ચીનમાં દીકરાઓને વધુ મહત્વ આપવામાં આવતું. આ કારણોસર ભ્રૂણની તપાસ કરાવીને કન્યા ભ્રૂણની ગર્ભમાં જ હત્યા કરવામાં આવતી. ચીનમાં છેલ્લા ત્રણ દાયકામાં વન ચાઈલ્ડ પોલિસીને કારણે 31 મિલિયન કન્યા ભ્રૂણની ગર્ભમાં જ હત્યા કરવામાં આવી અથવા તેમને ક્યાંક મુકી દેવામાં આવતી, જેના કારણે બાળકીઓ તસ્કીરીનો શિકાર થઈને લાપતા થઈ ગઈ. આ આંકડા 400,000,000 ગર્ભપાતથી અલગ છે, જે નીતિને કારણે ખતમ થઇ ગઈ.

  છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યામાં ઘટાડો- ચીનમાં વન ચાઈલ્ડ પોલિસીને કારણે વૃદ્ધ વસ્તીમાં વધારો થવા લાગ્યો અને લિંગ ભેદભાવ થવા લાગ્યો. ચીનમાં 118 છોકરાઓની સામે માત્ર 100 છોકરીઓ છે. આ કારણોસર લગ્ન ન થવાની સમસ્યા પણ ઊભી થઈ છે. અનુમાન કરવામાં આવે છે કે 2030 સુધીમાં 4માંથી એક ચીની પુરુષ લગ્ન કરી શકશે, બાકી ત્રણ પુરુષ લગ્ન કરવા ઈચ્છુક હોવા છતા લગ્ન નહીં કરી શકે.

  પુરુષો અવિવાહિત રહેશે- Nicholas Eberstadt દ્વારા લેખિત ડેમોગ્રાફિક ફ્યૂચર નામના પુસ્તકમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં ઉલ્લેખ કરેલ બાબત અનુસાર સ્ત્રીની સંખ્યા ઓછી હોવાને કારણે લગભગ 25% પુરુષો લગ્ન કરવા ઈચ્છતા હોવા છતા લગ્ન નહીં કરી શકે.

  ત્રણ બાળકોની પોલિસી-લાંબા સમય સુધી વન ચાઈલ્ડ પોલિસી બાદ 2013માં બે બાળકોની પોલિસીને મંજૂરી આપવામાં આવી, પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આ કારણોસર વૃદ્ધની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે બે બાળકની પોલિસીને બદલીને ત્રણ બાળકની પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. ચીની કપલ હવે ત્રણ બાળકોને જન્મ આપી શકશે.

  ચીનમાં મહિલાઓની કમીને કારણે આબાદી પર અસર થઇ છે


  ઉંમર વધવાથી શું સમસ્યા સર્જાઈ છે?- વ્યક્તિ વૃદ્ધ થવા પર તેની પ્રજનનક્ષમતા પણ નબળી પડવા લાગે છે, જેની સંતાન ઉત્પત્તિ પર અસર થાય છે. સાથે સાથે તેમના માટે પેન્શન અને હેલ્થકેરની વ્યવસ્થા કરવાની રહે છે. જેનાથી ચીન સરકાર પર ભારણ વધી રહ્યું છે. વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર સેન્ટ્રલ બેન્કના પૂર્વ ડાયરેક્ટર શુ જોંગે જણાવ્યું કે પરિસ્થિતિ ગંભીર હોવાથી દેશમાં પેન્શન સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે.

  બાળકોનો જન્મ થવા પર ઈનામ- ચીન હવે અન્ય દેશોની જેમ બેબી બોનસ પર વિચાર કરી રહ્યું છે. બાળકનો જન્મ થવા પર માતા-પિતાને રજા અને સારસંભાળ માટે પૈસા આપવાની સુવિધા પર વિચારણા કરવામાં આવી રહી છે. આ હેઠળ શિક્ષા અને મેડિકલ સુવિધા આપવામાં આવશે. જાપાન, ફિનલેન્ડ, બાલ્ટિક દેશ એસ્ટોનિયા જેવા દેશ બેબી બોનસની સુવિધા આપી રહ્યા છે. ઈટલીમાં બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ખૂબ ઓછી કિંમત ઘર આપવામાં આવે છે.
  First published:

  Tags: 3 children policy, 3 બાળકોની પોલિસી, Entertainment news, News in Gujarati, Population, ગુજરાતી ન્યૂઝ, ચીન, વસ્તી

  આગામી સમાચાર