કેમ સ્ટીફન હોકિંગે લખ્યું - ના કોઈ ભગવાન હોય છે કે ના કોઈ નસીબ

સ્ટીફન હોકિંગ

પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને અવકાશ નિષ્ણાત સ્ટીફન હોકિંગે (Stephen Hawking) જીવનનો મોટો ભાગ વ્હીલચેરમાં વિતાવ્યો હોવા છતાં તેમણે વિશ્વને ઘણી મોટી શોધો આપી છે

 • Share this:
  ભગવાન ક્યાંય નથી. કોઈએ દુનિયાનું સર્જન કર્યું નથી અને કોઈ આપણું ભાગ્ય લખતું નથી. નાસ્તિક ગણાતા ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકિંગે તેમના છેલ્લા પુસ્તકમાં આ જ લખ્યું છે. હોકિંગનું પુસ્તક ઘણા બ્રહ્માંડોનું સર્જન, એલિયન ઇન્ટેલિજન્સ, સ્પેસ કોલોનાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપે છે. તેમણે પોતાના છેલ્લા પુસ્તકમાં ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ કરવાનુ ના કહ્યું છે.

  હોકિંગના પુસ્તકમાં ઘણા મોટા પ્રશ્નોના જવાબો છે. તેમની પુસ્તકમાં લખ્યું છે કે, 'સદીઓથી એવું માનવામાં આવે છે કે મારા જેવા અપંગ લોકો ભગવાન દ્વારા શ્રાપિત છે. પરંતુ હું માનું છું કે હું કેટલાક લોકોને નિરાશ કરીશ, પરંતુ હું તેના બદલે વિચારીશ કે બધું જ બીજી રીતે અર્થઘટન કરી શકાય છે."

  આ પણ વાંચો: નવા અવતારમાં PUBGની ભારતમાં વાપસી, 2051ની સાલનું સેટઅપ 

  શું ત્યાં ભગવાન છે
  હોકિંગની પુસ્તકનું નામ જ છે કે, શું ત્યાં ભગવાન છે? હોકિંગે લખ્યું, 'મારી ભવિષ્યવાણી છે કે આ સદીના અંત સુધીમાં આપણે ઈશ્વરના મગજને સમજવાનું શરૂ કરી દઈશું. હું માનુ છું કે ઈશ્વર નથી. કોઈએ બ્રહ્માંડનું સર્જન કર્યું નથી. કે કોઈ આપણું નસીબ પણ ચલાવતુ નથી.

  શું મૃત્યુ પછી જીવન છે
  તેઓ આગળ લખે છે કે મને આ વાતનો સંપૂર્ણ અહેસાસ છે કે મૃત્યુ પછી કોઈ સ્વર્ગ નથી કે ના મૃત્યુ પછી કોઈ જીવન. હું માનું છું કે મૃત્યુ પછીનું જીવન છે - એ વિચારી એ ફક્ત તમારો સુખદ વિચાર હોઈ શકે છે. આ માટે કોઈ વિશ્વસનીય પુરાવા નથી. હોકિંગના મૃત્યુ બાદ તેમની એસ્ટેટ દ્વારા આ પ્રોજેક્ટ પૂરો કરીને પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કરાયું છે.

  હોકિંગના મૃત્યુ બાદ તેમની એસ્ટેટ દ્વારા આ પ્રોજેક્ટ પૂરો કરીને પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કરાયું છે


  આ પણ વાંચો: SBI કે Post Office? જાણો શેમાં રોકાણ કરવાથી મળશે વધારે વ્યાજ

  વિશ્વભરના લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું
  સ્ટીફન હોકિંગ એક એવા વૈજ્ઞાનિક છે જેમણે આધુનિક વિશ્વમાં ઈશ્વરની શક્તિને નકારી કાઢી હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઇન પછી સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક તરીકે વિશ્વભરના લોકોના હૃદયમાં પોતાની છાપ બનાવવામાં સક્ષમ હતા. 21 વર્ષની ઉંમરે તેમને મોટર ન્યુરોન નામનો રોગ થયો હતો. એવું લાગતું હતું કે તે પીએચડી પૂર્ણ કરી શકશે નહીં, પરંતુ તમામ અટકળોને ખોટી સાબિત કરી તેઓ 55 વર્ષ સુધી જીવ્યા.

  સ્ટીફન હોકિંગનું 14 માર્ચ, 2018ના રોજ નિધન થયું હતું. તેમનો જન્મ 8 જાન્યુઆરી, 1942ના રોજ યુકેના ઓક્સફર્ડમાં થયો હતો. તેમના પિતા તબીબી વૈજ્ઞાનિક હતા જ્યારે માતા ફિલસૂફીમાંથી સ્નાતક થયા હતા. સ્ટીફન હોકિંગે લંડન નજીક સેન્ટ આલ્બાન્સ સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ કર્યો હતો અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પ્રથમ કક્ષાની ડિગ્રી મેળવી હતી. તેમનું સંશોધન 1962માં શરૂ થયું હતું. તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો: Johny Walker B’Day SPL : જોની વોકર બસ કંડક્ટરની નોકરી કરતા હતા, આ રીતે ખુલ્યો કિસ્મતનો દરવાજા

  80ના દાયકાથી તેમણે ભગવાનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું
  80ના દાયકાથી તેમણે ભગવાનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ તે સાચું છે કે વિશ્વએ ક્યારેય હેકિંગના શબ્દોને નકારી કાઢ્યા નથી. તેમના પુસ્તકોના વેચાણની ગેરંટી હંમેશાં રહે છે. તેમના બધા પુસ્તકો હંમેશાં બેસ્ટ સેલર રહી છે. જ્યાં પણ ભાષણ આપવા જતા ત્યાં આખી બેઠકો હંમેશા અગાઉથી ભરાઈ જતી હતી. લોકો તેમના શબ્દો ધ્યાનથી સાંભળતા હતા.

  હેકિંગને હંમેશાં તેમની સફળતા પર શંકા રહેતી
  તેમને હંમેશાં એવું લાગતું હતું કે તેમને જે મળ્યું તે તેની ક્ષમતાને કારણે નહીં પરંતુ તેમની વિકલાંગતાને કારણે મળ્યું છે. તે હંમેશાં કહેતો હતા કે લોકો તેમને તેમના કામને કારણે યાદ કરે.

  અવકાશ વિશેની આપણી ધારણાઓને બદલી
  બની શકે છે કે હોકિંગ આપણા સમયથી મહાન વૈજ્ઞાનિક ના રહ્યા હોઈ, પરંતુ તેઓ ચોક્કસપણે એક મહત્વપૂર્ણ ભૌતિકશાસ્ત્રી હતા જેમણે અવકાશ વિશેની આપણી ઘણી ધારણાઓને તોડી નાખી હતી અને વિજ્ઞાન પર આધારિત નવા સિદ્ધાંતોને બતાવ્યા હતા.
  Published by:Riya Upadhay
  First published: