Covid-19 Vaccination: આખરે કેમ લોકો કોરોના વેક્સીન લેવામાં કેમ અચકાય છે?

પ્રતીકાત્મક તસવીર

લોકો હજી પણ રસી લગાવવામાં અચકાય છે.

  • Share this:
કોરોનાના સંક્રમણથી (Corona Infection) બચવા માટે રસીકરણ સૌથી અસરકારક છે. હાલ સમગ્ર વિશ્વમાં રસીકરણ (Covid Vaccination)નું કામ ચાલી રહ્યું છે, જેથી કોરોના સંક્રમણને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય, પરંતુ લોકોના મનમાં હજુ પણ રસીકરણ અંગે ઘણા પ્રશ્નો છે. લોકો હજી પણ રસી લગાવવામાં અચકાય છે. કેટલીક અફવાઓના કારણે ઘણા લોકો માને છે કે કોરોનાની રસીના પરિણામ ગંભીર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલેન્ડના વ્રોકલામાં જગિયેલોનિયન યુનિવર્સિટી અને એસડબલ્યુપીએસ યુનિવર્સિટી ઓફ સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝે સંયુક્ત રીતે કોરોના વેક્સીન અંગે લોકોના મનમાં ખચકાટ શોધવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ ટીમે કુલ 492 લોકોનું પરીક્ષણ કર્યું હતું, જેમાં ઘણા લોકોએ રસી મેળવી હતી, પરંતુ તેમણે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઘણા લોકોએ રસીકરણનો સંપૂર્ણ વિરોધ કર્યો હતો.

વિરોધનો તર્ક ન આપી શક્યા વિરોધી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવા ઘણા લોકો છે જે કોરોનાની રસીનો વિરોધ કરતા નેતાઓ સાથે સહમત છે. તેમનું માનવું છે કે આવા વિપક્ષી નેતાઓ ડોક્ટરો કરતાં વધુ જાણે છે. જેનો તાગ મેળવવા માટે એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને આવા લોકોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા, જેઓ રસીકરણનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે વિરોધીઓને તેમના વિરોધનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ ખુલાસો ન આપી શક્યા.

ક્યાંક વાંચ્યું હતું પણ યાદ નથી

ઘણા લોકોએ એવું કહીને વાત ટાળી દીધી કે તેમણે આવું ક્યાંક વાંચ્યું હતું, કોઈએ કહ્યું હતું અથવા તો મને માહિતીનો સ્ત્રોત બરાબર યાદ નથી. પરંતુ તેમણે એલર્જી અથવા બાળકો બીમાર પડવા માટે રસીઓને જવાબદાર ગણાવી હતી.

અભ્યાસમાં સામે આવ્યું કે, રસીઓ પ્રત્યે પહેલેથી નકારાત્મક વલણ લોકોના વલણને નકારાત્મક બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે અને તેથી જ વ્યક્તિ નકારાત્મક કરે છે. ટ્રાયલમાં ભાગ લેનારા મોટાભાગના લોકોને રસીઓની અસરકારકતા પર વિશ્વાસ હતો અને તેઓ માને છે કે આ દિશામાં યોગ્ય સંશોધન થઇ રહ્યું છે. ટીમે જણાવ્યું કે રસી પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવા માટે સકારાત્મક મુદ્દાઓને મજબૂત કરવાની જરૂર છે.
First published: