Income tax Return: શા માટે અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર પહેલા રિટર્ન ફાઈલ કરવું હિતાવહ?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Income tax Return: નાણાકીય વર્ષ 2020-21 (એસેસમેન્ટ વર્ષ 2021-22) માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ (Last date to file Income tax return) કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી હતી.

  • Share this:
મુંબઈ: ગત સપ્તાહે આપણને જાણકારી આપવામાં આવી હતી કે, ઈન્કમટેક્સ રિટર્ન (ITR) સૉફ્ટવેરની ખામીને દૂર કરવામાં આવી છે. આ કારણોસર ટેક્સપેયરે (Taxpayer) 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં રિટર્ન ફાઈલ કરવા માટે લેટ ફી (Late fee) ચૂકવવાની જરૂરિયાત નથી. 31 જુલાઈ બાદ ટેક્સપેયરે ITR ફાઈલ કરતા તેમને લેટ ફી ચૂકવવાનું કહેવામાં આવતા, લેટ ફી ચૂકવવાનો મુદ્દો સામે આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (Central Board of Direct Taxes, CBDT) દ્વારા નાણાકીય વર્ષ 2020-21 (એસેસમેન્ટ વર્ષ 2021-22) માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ (Last date to file Income tax return) કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી હતી. આ કારણોસર કરદાતાએ લેટ ફી ચૂકવવાની ન હોવી જોઈએ. પરંતુ લાસ્ટ ડેટ સુધીમાં રિટર્ન ફાઈલ કરવાના બદલે જો તમે લાસ્ટ ડેટ પહેલા રિટર્ન ફાઈલ કરશો, તેનો તમને લાભ મળશે.

પેનલ્ટી ઈન્ટરેસ્ટથી બચો

DGM, Taxmann નવીન વાધવા જણાવે છે કે, તમારે નાણાકીય વર્ષના અંત સુધીમાં રિટર્ન ફાઈલ કરી દેવું જોઈએ, નહીંતર વધારાની રકમ પર વ્યાજ ચૂકવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, CBDTએ ITR ફાઈલ કરવાની તારીખમાં વધારો કર્યો છે. ધારા 234A હેઠળ નાણાકીય વર્ષના અંત સુધીમાં જો રિટર્ન ફાઈલ કરવામાં ન આવે અને તેની રકમ રૂ. 1 લાખ કરતા અધિક હોય તો તેના પર લાગતા વ્યાજથી કોઈ રાહત આપવામાં નહીં આવે. નક્કી કરેલ તારીખથી અને એક મહિના સુધીમાં 1 ટકા અથવા જે તારીખે રિટર્ન ફાઈલ કરવામાં આવે છે, તે તારીખ સુધી વ્યાજની ગણતરી કરવામાં આવે છે. આ કારણોસર તમારે તે વ્યાજ ચૂકવવાનું રહે છે.

વાધવાએ વધુમાં જાણકારી આપતા જણાવ્યું, “રિટર્ન લેટ ફાઈલ કરવામાં આવે તો તે માટે દંડની જોગવાઈ ધારા 234A હેઠળ કરવામાં આવી છે. કરદાતાઓએ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ સુઘીમાં સમયસર રિટર્ન ફાઈલ કરી દેવું જોઈએ.”

આ પણ વાંચો: આ 4 વેબસાઇટના માધ્યમથી ફ્રીમાં ફાઇલ કરો ઇન્કમટેક્સ રિટર્ન, ફક્ત આપવી પડશે આ જાણકારી

જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ નથી કર્યું અને જો તમારે રૂ. 1.5 લાખ સુધી રિટર્ન ફાઈલ કરવાનું છે, તો તમે રિટર્ન ફાઈલ કરો ત્યાં સુધી દર મહિનાના વ્યાજ તરીકે રૂ. 1,500ની ચૂકવણી કરવાની રહેશે.

કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે, સરકારે વધારાના વ્યાજ પર થોડી છૂટછાટ (Tax Exemption) આપવી જોઈએ. Nangia & Co LLPના પાર્ટનર શૈલેષ કુમાર જણાવે છે કે, “આઈટી પોર્ટલમાં થોડી ટેક્નિકલ ખામીને કારણે કરદાતાઓને ITR ફાઈલ કરવામાં તકલીફ પડી છે. આ કારણોસર 31 જુલાઈ 2021 બાદ રૂ. 1 લાખથી અધિકનું રિટર્ન ફાઈલ (Return File) કરવામાં આવે, તેમ છતાં કરદાતાઓને વ્યાજ પર છૂટછાટ આપવી જોઈએ.”

રિટર્ન અને રિફંડની ફાસ્ટ પ્રોસેસ (Return and Refund Process)

એકવાર રિટર્ન ફાઈલ કર્યા બાદ આવકવેરા વિભાગ (Income tax Department) તમામ જાણકારીને ક્રોસ વેરિફાઈ કરીને તમારા રિટર્નની પ્રોસેસ શરૂ કરે છે. રિટર્ન શરૂ થયા બાદ કરદાતાઓને સૂચના સાથે એક નોટિસ જાહેર કરવામાં આવે છે કે, તમારા રિટર્નની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે.

વાધવા આ અંગે જાણકારી આપતા જણાવે છે કે, તમે આપેલ જાણકારી અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જે પણ માહિતી છે, તેની સાથે જો મેચ નહીં થાય તો તે માહિતી અંગે સ્પષ્ટીકરણ માંગવામાં આવશે. જો તમામ માહિતી મેચ થઈ જશે તો તમારુ રિટર્ન ફાઈલ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ પ્રક્રિયામાં એક સપ્તાહ તથા મહિનાઓનો સમય પણ લાગી શકે છે. “સમયસર રિટર્ન ફાઈલ કરવાથી તમને રિફંડ જલ્દી મળે છે. ગયા વર્ષે જે લોકોએ રિટર્ન ફાઈલ કર્યું હતું, તેમના બેન્ક એકાઉન્ટ ઈન્કમટેક્સ પોર્ટલ પર માન્ય થઈ ગયા હતા અને તેમને સમયસર રિફંડ પણ મળ્યું હતું.”

અંતિમ સમયે થતી ગરબડ

ટેક્નિકલ ખામીઓને કારણે ઈન્કમ ટેક્સ પોર્ટલના કામ પર અસર થાય છે. આ કારણોસર કરદાતાઓના રિટર્ન ફાઈલ કરવાના કામકાજ પર અસર થાય છે. રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસો દરમિયાન ટેકનિકલ ખામીને કારણે અનેક પ્રકારની સમસ્યા આવે છે.

આ પણ વાંચો: Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

વાધવાએ TDSની જાણકારી આપતા જણાવ્યું કે, “TDS ફાઈલ કરવામાં આવ્યું હોય અને એમ્પ્લોયર દ્વારા TDS સર્ટીફિકેટ આપવામાં આવ્યું હોય, તો ટેક્સ ફાઈલિંગ દરમિયાન છેલ્લી ઘડીએ થતી સમસ્યાથી બચી શકાય છે.”

આ કારણોસર ટેક્સ ફાઈલિંગના તમામ દસ્તાવેજ મેળવીને રિટર્ન ફાઈલ કરી લો. જો તમે દર મહિને એક નિશ્ચિત રકમ પગાર સ્વરૂપે મળવો છો અને તમારા અન્ય આવકના સ્ત્રોત ઉપલબ્ધ નથી, તો તમે સરળતાથી તમારી જાતે જ રિટર્ન ફાઈલ કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published: