Home /News /explained /ઘરનું ઘર લેવામાં ન કરો કોઇ ઉતાવળ, આ રીતે કરો લાંબાગાળાનું આયોજન

ઘરનું ઘર લેવામાં ન કરો કોઇ ઉતાવળ, આ રીતે કરો લાંબાગાળાનું આયોજન

ખોટી ઉતાવળ મુશ્કેલીમાં મૂકી શકે.

Buy home: ઘર ખરીદવાનો નિર્ણય નાણાકીય આયોજનના આધારે કરવો જોઇએ, ન કે ભાવનાત્મક થઇને કે સાથીઓના દબાણમાં આવીને.

  મુંબઈ: તમે ક્યારેક આ કહેવત તો સાંભળી જ હશે કે, મૂર્ખ મકાનો બનાવે છે અને બુદ્ધિમાન તેમાં રહે છે. વર્ષોથી જ્યારે મારા ગ્રાહકો સાથે વાતચીત કરૂ છું, ત્યારે મે જાણ્યુ કે, જ્યારે તે 30 વર્ષની ઉંમર પાર કરી જાય છે અને તેમની પાસે સારી એવી કમાણી (Income) હોય છે, તો તેમાંથી મોટાભાગના લોકોની યાદીમાં એક ઘર ખરીદવા (Buy home)ની ઇચ્છા જરૂર હોય છે. તમારામાંથી ઘણા લોકો સહમત હશે કે, જ્યાં સુધી તમારી પાસે પર્યાપ્ત ધનરાશિ નથી, ત્યાં સુધી તે એક મૂર્ખતાપૂર્ણ નિર્ણય છે. હવે હું તમને મારા તર્ક પાછળનું ગણિત સમજાવવાનો પ્રયાસ કરૂ છું...

  માની લો કે પ્રોપર્ટી 50 લાખ રૂપિયાની છે અને આ તથ્યને ધ્યાનમાં રાખો કે ભારતમાં સરેરાશ ભાડાની ઉપજ 2.5-3 ટકાની વચ્ચે છે. (એટલે કે, તમારા દ્વારા ચૂકવવામાં આવતું ભાડું 1.50 લાખ પ્રતિ વર્ષ છે, HRA છૂટછાટને બાદ કરીને) હોમલોન વ્યાજદર લગભગ 7 ટકા છે (ટેક્સ બાદ 5.6 ટકા, 20 ટકા ટેક્સ સ્લેબ માનીએ) તો તમે જે EMI ચૂકવશો તે 3.30 લાખ રૂપિયા છે. હોમલોન સામાન્ય રીતે પ્રોપર્ટીની કિંમતના લગભગ 80 ટકા સુધી સિમિત હોય છે. એટલે કે 40 લાખ રૂપિયા (હોમલોન વીમો બાદ કરીને), જેનો અર્થ છે કે, તમારે તમારી મહેનતની કમાણીમાંથી 10 લાખ રૂપિયાનું પર્યાપ્ત રોકાણ કરવું પડશે.

  આ પણ વાંચો: Investment Mantras: રોકાણ માટે કારકિર્દીના પ્રારંભથી જ આ બાબતો અનુસરો

  તે ભૂલવું ન જોઇએ કે, પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યૂટી માટે અલગથી 5-10 ટકા ચૂકવવા પડશે. ઘર ખરીદવાનો નિર્ણય યોગ્ય નાણાકીય પ્લાનિંગ આયોજનના આધારે કરવો જોઇએ ન કે ભાવનાત્મક થઇને કે સાથીઓના દબાણમાં આવીને.

  એક વ્યક્તિ મારી પાસે આવ્યો, તે ખૂબ ચિંતાતૂર હતો. કારણ કે મહામારીના કારણે તેની કંપની કર્મચારીઓને છૂટા કરી રહી હતી. જેના કારણે તે રાત્રે ઊંઘી પણ નહોતો શકતો, તેને સતત ડર હતો કે ક્યાંક તેની કંપની તેને પણ નોકરીમાંથી કાઢી ન નાખે. જો આમ થશે તો તે હોમલોનની EMI કઇ રીતે ભરશે.

  આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી શા માટે ફાયદાકારક? આવું કરતા પહેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો

  તમને એક ચોક્કસ ખ્યાલ આપવા જણાવું છું કે, જોશી ટેક્સ બાદ કરતા વાર્ષિક રૂ. 10 લાખ કમાય છે. જેમાંથી 3.60 લાખ રૂપિયા હોમ લોનની EMI ચૂકવવામાં અને અન્ય 3.60 લાખ ઘરેલૂં ખર્ચાઓ માટે ચાલ્યા જાય છે. જ્યારે માત્ર 2.80 લાખ રૂપિયા તેના પરિવારના ભરણપોષણ, બાળકોના અભ્યાસ, ઇન્સ્યોરન્સ પ્રિમીયમ, કાર લોન EMI અને આકસ્મિક ખર્ચાઓ માટે વધે છે.

  હવે જો તમને તેમ લાગતું હોય કે તેની પાસ એટલી બચત છે જે તેને કપરા સમયમાં કામ લાગી શકે તો ભૂલી જાઓ. તેને પોતાના 10 લાખ રૂપિયાની સંપૂર્ણ બચતનો ઉપયોગ કર્યો છે અને માતાપિતા પાસેથી 5 લાખ રૂપિયા ઉધાર લીધા છે, જેથી ઘર માટે ડાઉનપેમેન્ટ કરી શકાય અને રજીસ્ટ્રેશન ચાર્જ પણ સંભાળી શકાય. તેથી અહીં તે સમજવું જરૂરી છે કે નાણાકીય આયોજન વગર જ ઘર ખરીદવું તમને ખુશીની જગ્યાએ વધુ તણાવ અને ચિંતાઓ આપશે.

  આ પણ વાંચો: તમારા પોર્ટફોલિયોમાં કેટલા ઈક્વિટી ફંડ હોવા જોઇએ? જાણો વિગતવાર

  આ વ્યક્તિ એકલો નથી. મહામારીની શરૂઆત બાદથી ઘણા અન્ય લોકો ખાસ કરીને યુવાઓ (જેણે જીવનના આ સમયગાળામાં ઘર લેવાનું વિચાર્યુ નહીં હોય) હોમલોનના ચક્કરમાં ફસાઇ ગયા છે કારણ કે ઓફરોનો ધોધ વહેવા લાગ્યો હતો.

  શું થયું હોત જો આ વ્યક્તિએ ઘર ખરીદવાનું પસંદ ન કરીને અને ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કર્યું હોત અને પોતની બચતને 15 ટકા CARG આપતા ઉચ્ચ ગુણવત્તાવાળા ડાયરેક્ટ ઇક્વિટી પોર્ટફોલિયોમાં રોકાણ કર્યું હોત. (લગભગ વાર્ષિક રૂ. 2 લાખનું અંતર અને રૂ. 10 લાખનું એક વખતનું રોકાણ).

  20 વર્ષના સમયગાળામાં (સંપૂર્ણ લોન સમયગાળામાં) ડાયરેક્ટ ઇક્વિટી પોર્ટફોલિયોની કિંમત વધીને 3.69 કરોડ રૂપિયા થઇ જશે, જ્યારે ઘરની કિંમત 7 ટકાના વૃદ્ધિદર સાથે માત્ર રૂ. 1.93 કરોડ (રિનોવેશન ખર્ચ, વેલ્થ ટેક્સ, મેઇન્ટેન્સ જેવા ખર્ચાઓને બાદ કરતા) થશે. આવનારા 20 વર્ષો માટે આ વ્યક્તિને (લોન સમયગાળામાં) 5 ટકાના વધતા દર સાથે વાર્ષિક રૂ. 49.50 લાખ ભાડું ચૂકવવું પડશે. તેથી તે ભાડા પર રહેવાનો વિકલ્પ પસંદ કરીને લગભગ રૂ. 3.10 કરોડ બનાવવાનું પસંદ કરીને રૂ. 1 કરોડથી વધુનું સંપત્તિ મૂલ્ય મેળવી શકાય.

  આ પણ વાંચો: Explained: કોવિડ મહામારીમાં માતાપિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને આ બેંક આપી રહી છે સ્કોલરશીપ

  જોકે, સંપત્તિનું મૂલ્ય સમયની સાથે વધી શકે છે, તે સંપૂર્ણ રીતે ફૂગાવા પર આધારિત છે. તમે મકાન વેચશો ત્યારે તમને આ વધારો દેખાશે, પરંતુ મકાન વેચવું કદાચ તમારું આયોજન નહીં હોય.

  વોરન બફેટ આવી સ્થિતિ માટે શું કહે છે?

  વોરન બફેટ, પ્રસિદ્ધ અમેરિકન બિઝનેસ મેગ્નેટ અને સૌથી સફળ રોકાણકારોમાંથી એક ઘર ખરીદી સંપત્તિ બનાવવા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે. તેમણે એક વખત જણાવ્યુ હતું કે શા માટે તેમણે લગ્ન પછી ઘર ખરીદવાનું ટાળ્યું હતું. કારણ કે તેમની પાસે પૂરતી બચત ન હતી. તેની જગ્યાએ તેમણે પહેલા પૈસા કમાવવાનું નક્કી કર્યુ અને એક ઘર ત્યારે જ ખરીદવાનું નક્કી કર્યું, જ્યારે ડાઉન પેમેન્ટ તેની કુલ સંપત્તિનું 10 ટકા હોય.

  આ પણ વાંચો: ટોક્યો ઓલિમ્પિક 2020માંથી શીખો કઇ રીતે કરી શકાય નાણાકીય આયોજન!

  જો તમે વિચારી રહ્યા છો કે તમે તમારા ખર્ચા જેવા કે ક્રેડિટ કાર્ડ, અંગત અને અન્ય લોન જેમ કે મ્યુચૂઅલ ફંડ, શેર, ફિક્સ ડિપોઝિટ, આવર્તી થાપણો, PPF, NPS, કોમર્શિયલ પ્રોપર્ટી, જમીન, બચતખાતાની રોકડ રકમ અને અન્ય સંપત્તિઓને બાદ કરીને તમે તમારી વાર્ષિક આવકની ગણતરી કરી શકો છો. તો જો તમારી સંપત્તિઓ તમારી આવક કરતા વધી જાય તો તમારી પાસે એક સકારાત્મક વાર્ષિક ભંડોળ છે.

  આગળનું વિચારો

  એક વખત તમે તમારા રોકાણોમાંથી આવક મેળવવાનું શરૂ કરો છો અને સારી સંપત્તિ એકત્રિત કરો છો. તો પછી તમે શરૂઆતમાં જે વિચાર્યુ હતું તેનાથી પણ વધુ સારું અને મોટું ઘર ખરીદી શકો છો. આ ઉપરાંત તમે કોઇ પણ પ્રકારની લોન લીધા વગર અને ઓછી રકમ ઉધાર લઇને ઘર ખરીદી શકો છો. આ સાથે જ તમારી પાસે અન્ય ખર્ચાઓ, ઇએમઆઇ અને આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે પર્યાપ્ત બચત પણ હશે.

  નિષ્કર્ષ

  મારું કહેવું એમ નથી કે કોઇ વ્યક્તિએ ઘર ખરીદવું ન જોઇએ. પરંતુ આ સમગ્ર ખેલ સમયનો છે. તેથી જ્યારે તમે કમાવાનું શરૂ કરો, ત્યારે હોમ લોન જેવા મોટા નાણાકીય આયોજનને ટાળો અને ઈક્વિટી જેવા લાંબા સમયના ફાયદા આપતા સારા રોકાણો અંગે વિચારો. મારો વિશ્વાસ કરો, જ્યારે તમે એક પણ રૂપિયો ઉધાર લીધા વગર ઘર ખરીદશો, ત્યારે તમે કોઈપણ તણાવમાં નહીં રહો અન તમે એક શાંતિમય જીવન પસાર કરી શકશો.  (VINAYAK SAVANUR, Moneycontrol)
  First published:

  Tags: Emi, Financial planning, Home, Investment, Planning, હોમ લોન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन