એરોપ્લેનમાં 9 પ્રકારની લાઈટ્સ શા માટે લગાવવામાં આવે છે, જાણો વિગતવાર

એરોપ્લેનમાં 9 પ્રકારની લાઈટ્સ શા માટે લગાવવામાં આવે છે, જાણો વિગતવાર
પ્લેનમાં અલગ-અલગ લાઈટ્સ કેમ હોય છે

અલગ અલગ કામના સંકેત માટે આ પ્રકારની લાઈટ્સની જરૂરિયાત રહે છે. અહીંયા એરોપ્લેનની દરેક લાઈટ્સ અંગે માહિતી આપવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી : ઘણીવાર લોકોને સવાલ થાય છે કે એરોપ્લેનને કંટ્રોલરૂમમાંથી સિગ્નલ મળે છે તો આટલી બધી લાઈટ્સ શા માટે લગાવવામાં આવે છે. અલગ અલગ કામના સંકેત માટે આ પ્રકારની લાઈટ્સની જરૂરિયાત રહે છે. અહીંયા એરોપ્લેનની દરેક લાઈટ્સ અંગે માહિતી આપવામાં આવી છે.

1. ટૈક્સી લાઈટ: એરોપ્લેન જ્યારે જમીન પર ચાલે છે, ત્યારે આ ટૈક્સી લાઈટનો પ્રયોગ કરવામાં આવે છે. 150 વોલ્ટ્સની આ લાઈટ એરોપ્લેનને રનવે જોવામાં મદદ કરે છે. ફ્લાઈટને જ્યારે ટૈક્સી ક્લિઅરન્સ મળે છે, ત્યારે પાયલોટ ટૈક્સી લાઈટ ચાલુ કરે છે. જેથી રનવે પરની લાઈટ્સ ચાલુ થાય છે અને પાયલોટને મદદ કરે છે.2. ટેક ઑફ લાઈટ: ટૈક્સી લાઈટની સાથે ટેક ઑફ લાઈટ પણ લાગેલ હોય છે. ટેક ઑફ લાઈટ ટૈક્સી લાઈટથી વધુ ચમકીલી હોય છે. આ લાઈટ્સ ટેક ઑફ સમયે ચાલુ કરવામાં આવે છે અને તે ટૈક્સી લાઈટ કરતા વધુ અંતર સુધી પ્રકાશ ફેંકે છે. આ લાઈટ્સ જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે એરોપ્લેન ટેક ઑફ માટે તૈયાર હોય છે.

3. રનવે ટર્ન ઑફ લાઈટ: ટેક ઑફ અને ટૈક્સી લાઈટ સિવાય પણ એક લાઈટ હોય છે, જેનો એંગલ વધુ પહોળો હોય છે. આ લાઈટ્સ ચાલુ કરવાથી પાયલટને રનવે પર રસ્તો યોગ્ય રીતે જોવામાં મદદ મળે છે.

આ પણ વાંચોExplained: દેશમાં કોરોનાના ડબલ મ્યુટેન્ટની અસર છે? જીનોમ સિક્વન્સથી શું અસર થશે

4. વિંગ સ્કૈન લાઈટ: એરોપ્લેનની પાંખો મુખ્ય રીતે બોડીથી અલગ હોવાથી તેની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. જે માટે વિંગ લાઈટ્સ લગાવવામાં આવે છે જેથી ટેક ઑફ સમયે અંધારામાં પણ એરોપ્લેન સ્પષ્ટ રીતે જોઈ શકાય. વાદળોની વચ્ચેથી જ્યારે એરોપ્લેન નીકળે છે, ત્યારે તે વિંગ લાઈટ્સની મદદથી પાંખો પર બરફ જમા થયો છે કે નહીં તે જોઈ શકાય છે.

5. એન્ટી કોલિજન બીકન: જમીન પર એરોપ્લેનની સાફ સફાઈ કે દેખરેખ કરતા ક્રૂને આ લાઈટ્સ મદદ કરે છે. આ લાઈટ્સ ઓરેન્જ કલરની હોય છે, જે એરોપ્લેનની અગાઉ એન્જિન શરૂ કરતા પહેલા ચાલુ કરવામાં આવે છે અને એનિજંન બંધ થયા બાદ બંધ કરવામાં આવે છે. જેથી ક્રૂને ખ્યાલ આવે છે કે એરોપ્લેન બંધ થઈ ગયું છે.

6. લેન્ડિંગ લાઈટ: આ લાઈટ્સ સફેદ કલરની હોય છે, જે લેન્ડિંગ સમયે આકાશ અને રનવેને યોગ્ય રૂપે જોવા માટે મદદ કરે છે. આ લાઈટ્સ ક્યારેક પાંખો નીચે, પાંખોની બહારની સપાટી પર તો ક્યારેક અન્ય જગ્યાઓ પર લગાવવામાં આવે છે. અનેક એરોપ્લેનમાં એકથી વધુ લેન્ડિંગ લાઈટ્સ લગાવવામાં આવે છે.

આ પણ વાંચોસુંદર દેખાવા ટ્રાન્સજેન્ડર યુવતીએ લગાવડાવ્યું મોંઘું ઇન્જેક્શન, જુઓ હવે મોઢું સંતાડીને ફરવાની આવી નોબત

7. નેવિગેશન લાઈટ્સ: એરોપ્લેન ચાલુ થયા બાદ એરોપ્લેનની દિશા નિર્ધારિત કરવા માટે મદદ કરે છે. નેવિગેશન માટે 3 લાઈટ્સ લગાવવામાં આવે છે. પાયલટ તરફ લીલી રંગની લાઈટ લાગેલ હોય છે, બીજી તરફ લાલ રંગની અને એરોપ્લેનના અંતમાં સફેદ લાઈટ લાગેલ હોય છે. લાઈટની પોઝીશનના આધારે બીજા એરોપ્લેનના પાયલટ માટે સામે આવી રહેલ એરોપ્લેન કઈ દિશામાં જઈ રહ્યું છે તે સરળતાથી સમજી શકે છે.

8. હાઈ ઈંટેસિટી સ્ટ્રોબ લાઈટ: આ લાઈટ્સની મદદથી એરોપ્લેનને વધુ સદ્રશ્ય બનાવવામાં મદદ કરે છે. આ લાઈટ્સ નેવિગેશનની લાલ અને લીલી લાઈટ્સની નીચે લાગેલ હોય છે. આ લાઈટ્સ વધુ ચમકીલી હોય છે, જેથી તે ફ્લાઈટ દરમ્યાન આસપાસના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

9. લોગો લાઈટ: દરેક એરોપ્લેન પર કંપનીનો એક લોગો હોય છે, જેને આ લાઈટ હાઈલાઈટ કરે છે. આ લાઈટથી બે ફાયદા થાય છે. કઈ કંપનીનું એરોપ્લેન છે, તે ખ્યાલ આવે છે અને કંપનીનો પ્રચાર પણ થાય છે.
Published by:News18 Gujarati
First published:April 21, 2021, 15:41 pm

ટૉપ ન્યૂઝ