Home /News /explained /Explained: શા માટે ભારત-પાકિસ્તાન સીમાથી પણ ખતરનાક છે નોર્થ-સાઉથ કોરિયા બોર્ડર?
Explained: શા માટે ભારત-પાકિસ્તાન સીમાથી પણ ખતરનાક છે નોર્થ-સાઉથ કોરિયા બોર્ડર?
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની સીમા પર તૈનાત ઉત્તર કોરિયાઈ ગાર્ડ્સ (Image- shutterstock)
North-South Korea Border: વિશ્વની સૌથી ખતરનાક બોર્ડર ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની કહેવાય છે. 1953માં કોરિયાના બે ટુકડોમા વિભાજન બાદ આ સરહદ સૌથી ખતરનાક બની ગઈ છે. ત્યાં હજારો સૈનિકો હંમેશા તૈનાત રહે છે. ખાસ કરીને ઉત્તર કોરિયાના સૈનિકો હંમેશા કોઇપણ રીતે આક્રમક થવા માટે તૈયાર જોવા મળે છે.
North-South Korea Border Dispute: ઉત્તર અને દક્ષિણ કોરિયા (North-South Korea Dispute)ના નામમાં ભલે એક શબ્દ કોમન હોય, પરંતુ તેમના સંબંધો 1945થી ખરાબ રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી કોરિયા ઉપરથી જાપાનની સત્તાનો અંત આવ્યો. ત્યાર બાદ અમેરિકા અને રશિયાએ તેને પોતાના તાબે કરવાના પ્રયત્ન શરૂ કર્યા. બાદમાં તેના કારણે કોરિયાનું વિભાજન થયું. એક ભાગ દક્ષિણ કોરિયા અને બીજો ઉત્તર કોરિયા બન્યો. એક ઉપર હજુ પણ અમેરિકા (USA)નો પ્રભાવ છે. તે લોકશાહી દેશ છે તો બીજા ઉપર રશિયા (Russia) અને ચીન (China)નો પ્રભાવ છે. ત્યાં કિમ પરિવાર ત્રણ પેઢીઓથી સરમુખત્યારશાહી પરંપરામાં શાસન કરી રહ્યો છે. બંને કોરિયાઈ દેશો વચ્ચે દુશ્મનાવટ એટલી વધારે છે કે તેમની સરહદ રેખા વિશ્વની ખતરનાક સરહદ બની ગઈ છે. આ સીમાને DMZ એટલે કે ડીમિલિટરાઇઝ્ડ ઝોન કહેવામાં આવે છે.
ઉત્તર અને દક્ષિણ કોરિયાની આ બોર્ડર ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. બંને દેશોને વિભાજિત કરતી આ બોર્ડર આ બંને દેશો વચ્ચે જોડાણનું માધ્યમ પણ છે, પરંતુ આ સરહદ વિશ્વના કોઈપણ બે દેશો વચ્ચેની સરહદોમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. આખરે તેની પાછળનું કારણ શું છે?
શા માટે કોરિયા ડીમિલિટરાઇઝ્ડ ઝોન છે સૌથી ‘ખતરનાક બોર્ડર'
આ બોર્ડર પર લગભગ 25 થી 30 હજાર ઉત્તર કોરિયાના ગાર્ડ દરેક સમયે ઉભા રહે છે. એવું કહેવાય છે કે આ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં ગાર્ડ્સથી ઘેરાયેલી બોર્ડર છે. તે લગભગ 4 કિલોમીટર પહોળી અને 250 કિલોમીટર લાંબી છે, જે 1953થી આ બંને દેશોને વિભાજિત કરી રહી છે.
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની બોર્ડરને દુનિયાની સૌથી ખતરનાક બોર્ડર કહેવામાં આવે છે.
બંને બાજુ અસંખ્ય લેન્ડમાઈન્સ
સૂત્રો જણાવે છે કે આ સરહદની બંને તરફ અસંખ્ય લેન્ડમાઈન છે જે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના પગ મૂકતાની સાથે જ વિસ્ફોટ થઈ શકે છે. સમગ્ર સરહદ કાંટાળા તારથી ઘેરાયેલી છે. આ બારુદી સુરંગો અને કાંટાળી ઝાડીઓ માત્ર એક જ જગ્યાએ ખાલી છોડવામાં આવી છે. અહીંથી જ બંને દેશોને એકબીજા સાથે આદાનપ્રદાનનો માર્ગ મળે છે. કિમ જોંગ ઉન પણ આ જ માર્ગે દક્ષિણ કોરિયા પહોંચ્યા છે.
ઉત્તર કોરિયાના સૈનિકો આટલા ખડૂસ કેમ છે?
ઉત્તર કોરિયાના સૈનિકોને દરેક સમયે કાળા રંગના ચશ્મા પહેરવાનો સ્પષ્ટ આદેશ છે. આ એટલા માટે છે કે કેમ કે, તેમનો ચહેરો જોનાર કોઈ વ્યક્તિ તેમના હાવભાવ વાંચી ન શકે.
આ સાથે જ દક્ષિણ કોરિયાના સૈનિકો અને ત્યાંથી પસાર થનારાઓને ઉત્તર કોરિયાના સૈનિકોને જોઈને કોઈ વિચિત્ર દેખાવ કે હાવભાવ ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ કરવાથી શું પરિણામ આવશે તો તેઓ જવાબ આપે છે કે 'કંઈ પણ થઈ શકે છે'.
એક એવો પુલ જ્યાંથી કોઈ પાછું ન આવી શક્યું:
બંને દેશોની બોર્ડર સુધી જવાના માર્ગમાં એક એવો પુલ છે જ્યાંથી કોઈ પાછું આવતું નથી.
બંને દેશોની બોર્ડર સુધી જવાના માર્ગમાં એક એવો પુલ છે જ્યાંથી કોઈ પાછું આવતું નથી. વાસ્તવમાં 1953માં જ્યારે બંને દેશો વચ્ચે શીતયુદ્ધ સમાપ્ત થયું હતું, ત્યારે આ પુલ દ્વારા બંને દેશના યુદ્ધ કેદીઓને એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવતા હતા. તેને ‘બ્રિજ ઓફ નો રિટર્ન' કહેવામાં આવે છે. તેનો રસ્તો આજે પણ ખૂબ જ ડરામણો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર