Home /News /explained /Explained: દેશમાં મેઘરાજાની સવારી કેમ અટકી ગઈ? ચોમાસાની ગાડી ક્યારથી પાટે ચડશે? જાણો બધી વિગત

Explained: દેશમાં મેઘરાજાની સવારી કેમ અટકી ગઈ? ચોમાસાની ગાડી ક્યારથી પાટે ચડશે? જાણો બધી વિગત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Monsoon 2021 India: ભારતમાં ચાર મહિના એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું હોય છે. આ સમયમાં ચોમાસાના પવનને કારણે આખા દેશમાં વરસાદ વરસે છે.

નવી દિલ્હી: દેશમાં મેઘરાજા રિસાઈ ગયા હોય તેવો માહોલ છે. ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ પડયા બાદ ચોમાસું (Monsoon 2021) જાણે રજા ઉપર ચાલ્યું ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. વરસાદ ન થવાથી અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દિલ્હીમાં ગત 1 જુલાઈના રોજ તાપમાન 43.5 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. દિલ્હીમાં જુલાઈ મહિના દરમિયાન ગરમીનો 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં તાપમાન સામાન્યથી 7 ડીગ્રી વધ્યું છે. એક તરફ ચોમાસું થંભી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. બીજી તરફ કોરોનાના કારણે ડામાડોળ અર્થવ્યવસ્થા માટે આ સારા સમાચાર નથી.

દૈનિક ભાસ્કરમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ચોમાસા પર લાગેલી બ્રેક, ગરમીમાં વધારા અને આગામી સમયમાં તે ચોમાસા પર શું અસર કરશે? તે અંગે હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર જનરલ કે.જે. રમેશે પ્રકાશ પાડ્યો છે.

મેઘરાજાની સવારી થંભી કેમ ગઈ?

ભારતમાં ચાર મહિના એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું હોય છે. આ સમયમાં ચોમાસાના પવનને કારણે આખા દેશમાં વરસાદ વરસે છે. 4 મહિનામાં એકાદ બે અઠવાડિયા સુધી મેઘરાજા બ્રેક પણ લે છે. જેને મોનસૂન બ્રેક કહેવામાં આવે છે. ચોમાસાના આ વિરામ પાછળ જુદા જુદા કારણો જવાબદાર હોય છે.

આ વખતે મોનસૂન બ્રેકમાં શું અલગ છે?

દેશમાં ચોમાસામાં 4 મહિનામાં મેઘરાજા અવાર નવાર વિરામ લે છે. સામાન્ય રીતે જુલાઇના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં આવું જોવા મળે છે. તે સમયે ચોમાસું આખા દેશમાં છવાયા પછી વિરામ લે છે. પરંતુ આ માહોલ જુદો છે. આ વખતે ચોમાસું આખા દેશમાં છવાઈ જાય તે પહેલા બ્રેક મોડમાં પહોંચી ચૂક્યું છે.

આ પણ વાંચો: ગુજરાત માટે રાહતના સમાચાર: આગામી ચાર દિવસ આ વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

શું છે કારણ?

છેલ્લા બે અઠવાડિયાથી ચોમાસાના વાદળો આગળ વધતા અટકી ગયા છે. તેની પાછળ પશ્ચિમમાંથી ફૂંકાતો ઝડપી અને ગરમ પવન કારણભૂત હોય શકે છે. જે પૂર્વ તરફથી આવતી હવાઓને બ્લોક કરી દે છે. જેથી ચોમાસાના પવનો પર બ્રેક લાગી ગઈ છે.

ક્યાં સુધીમાં ગાડી પાટા પર ચડી શકે?

7 જુલાઇ સુધી આવી જ ગરમીનો સામનો કરવો પડશે. ત્યારબાદ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઊભું થાય તેવી શકયતા છે. ત્યારબાદ ચોમાસાની ગાડી ફરી પાટે ચડશે તેવી આશા છે.

આ પણ વાંચો: પ્રેમિકા છેતરી રહી હોવાની આશંકામાં 19 વર્ષના યુવકે કર્યું 17 વર્ષની પ્રેમિકાનું અપહરણ

અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું?

ચોમાસું 30 જૂન સુધીમાં રાજસ્થાન, દિલ્હી, પંજાબ ચંદીગઢના કેટલાક વિસ્તારોને છોડીને આખા દેશમાં ફેલાઈ ચૂક્યું હતું. અલબત્ત, બાડમેર, ભીલવાડા, ધૌલપુર, અલીગઢ, મેરઢ, અંબાલા અને અમૃતસર જેવા વિસ્તારમાં 2 અઠવાડિયાથી ચોમાસું અટકી પડ્યું છે. આમ તો 8 જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશમાં છવાઈ જાય છે. પરંતુ આ વખતે એક અઠવાડિયું વધુ લાગ્યું છે.

આ વખતે હવામાન સંસ્થાઓની આગાહી કેવી હતી?

હવામાન એજન્સી સ્કાયમેટે આ વર્ષે દેશમાં 907 મીમી વરસાદની આગાહી કરી હતી. એટલે કે આખા દેશમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે. ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 880.6 મીમી વરસાદ પડે છે, જેને લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) કહેવામાં આવે છે. સામાન્ય રીતે 880.6 મીમી વરસાદને 100 ટકા વરસાદ માનવામાં આવે છે. આ વર્ષે 907 મીમી વરસાદ થવાની સંભાવના છે. જેથી સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની ધારણા છે.

આ પણ વાંચો: ત્રણ વર્ષનો હીરો! માતા બેભાન બની જતાં પોલીસ પાસે દોડી ગયો, બોલી ન શકતા ઈશારાથી વાત જણાવી

અત્યાર સુધીમાં કુલ કેટલો વરસાદ વરસ્યો?

જુનમાં 167 મિલિમિટર વરસાદ થાય છે. આ વખતે તેનાથી 10 ટકા વધુ 187 મિલિમિટર વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારોની સરખામણીમાં મધ્ય ભારતમાં 17 ટકા વધુ વરસાદ થયો છે.

શું તેનાથી સરેરાશ વરસાદ પર અસર થશે?

કદાચ નહીં થાય. 10 ટકા વધુ વરસાદ જુનમાં થયો છે. જુલાઈ સુધીમાં 277 મિલિમિટર વરસાદ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન હતું. જો, જુલાઈના શરૂઆતના 10 દિવસમાં મેઘરાજા કોપાયમાન હોય તો પણ પાછળના 20 દિવસમાં ધોધમાર વરસાદ વરસી શકે. પરંતુ જો 10 દિવસ બાદ પણ ચોમાસું એક્ટિવ ન થાય તો તેની અસર ખરીફ પાકની વાવણી પર પડશે.
" isDesktop="true" id="1111279" >


ચોમાસું સામાન્ય છે કે સારું તે કઈ નક્કી થાય છે?

દેશમાં પડેલા સરેરાશ વરસાદને લોંગ પિરિયડ એવરેજ એટલે કે LPAના આધારે અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેવાય છે. LPAના 90થી 110 ટકા વચ્ચેના વરસાદને સામાન્ય માનવામાં આવે છે. 90 ટકાથી ઓછા વરસાદને સામાન્ય કરતા ઓછો અને 110 ટકાથી વધુ વરસાદને સામાન્યથી વધુ કહેવાય છે.
First published:

Tags: IMD, Meteorological department, Monsoon 2021, Rain forecast, ખેતી, ચોમાસુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन