Home /News /explained /અઠવાડિયામાં એકવાર રડવું તમારા માટે કેમ છે જરુરી?

અઠવાડિયામાં એકવાર રડવું તમારા માટે કેમ છે જરુરી?

અઠવાડીયામાં એક વખત રોવાનું જરૂરી છે

Crying And Heath, why Crying is Necessary : ભારતીય પુરુષો અને છોકરાઓ સામાન્ય રીતે એ હકીકત સાથે ઉછર્યા છે કે તેઓ મજબૂત છે, તેથી તેઓએ રડવું જોઈએ નહીં. માણસ રડે તો તેને નબળો ગણવામાં આવે છે, પરંતુ હેલ્થ ટિપ્સ અને સાયન્સ કહે છે કે તમારા સ્વાસ્થ્ય માટે રડવાનું એટલું મહત્ત્વનું છે કે અઠવાડિયામાં એક વાર રડવું જોઈએ, અને જો ના થાય તો શરીરમાં તણાવ સહિત અનેક સમસ્યાઓ આવી શકે છે.

વધુ જુઓ ...
1/ 9 રડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અલબત્ત, અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર. કારણ કે તે તણાવ મુક્ત કરે છે. જાપાનની એક એકેડેમીનું આવુ કહેવું છે. ત્યાંનો એક શિક્ષક પોતાને 'ટીયર્સ ટીચર' તરીકે ઓળખાવે છે. હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક હિડેફુમી યોશિદા (Hidefumi Yoshida)  જાપાનભરમાં નિયમિત વર્કશોપ કરે છે. જેમાં તેઓ લોકોને રડવાના મનોવૈજ્ઞાનિક ફાયદાઓનો પરિચય કરાવે છે.

2/ 9 આંસુ આંખને સૂકવવાથી બચાવે છે. જંતુનાશક રાખવામાં મદદ કરે છે. આંસુ પાણી અને મીઠાથી બનેલુ પ્રવાહી છે. હોલેન્ડના મનોવૈજ્ઞાનિક એડ વિન્ગરહોટ્સે તેના સંશોધનમાં શોધી કાઢ્યું હતું કે પ્લમ્બિંગ સિસ્ટમ આસુ બનાવે છે. રડવા પર આંસુ ઉત્પન્ન થવા લાગે છે. લૈક્રીમલ સિસ્ટમ આંખો નીચે હોય છે. તે આંસુની ઉત્સર્જિત સિસ્ટમ ઉત્પન્ન કરે છે. રડતા સમયે નીકળતા આંસુ પણ ત્રણ પ્રકારના હોય છે.

3/ 9 રિફ્લેક્સ આંસુ - આ આંસુ આંખોમાંથી કચરો સાફ કરે છે. જેમાં ધૂળ કે ધુમાડા નીકળવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: નેપાળમાં ભીખ માંગતી હતી રાજસ્થાની છોકરી, ખડખડાટ અંગ્રેજી સાંભળી ચોંકી ગયા અનુપમ ખેર, કર્યો એક વાયદો

4/ 9 continuous આંસુ - આ આંસુ આંખોને સુંવાળી રાખે છે, જેનાથી કોઈ પણ ઈન્ફેક્શનથી બચી શકાય છે. આ આંસુઓમાં 98 ટકા પાણી હોય છે.

5/ 9 ભાવનાત્મક આંસુ - ભાવનાત્મક આંસુમાં મોટે ભાગે સ્ટ્રેસ હોર્મોન્સ અને બાકીના ટોક્સિંસનો સમાવેશ થાય છે. સંશોધકોનું કહેવું છે કે રડવાથી આ બધી વસ્તુઓને તમારી અંદરથી બહાર કાઢવામાં મદદ થાય છે. એવું કહી શકાય કે રડવું એ શરીરના તણાવ હોર્મોન્સને બહાર કાઢવાનો વધુ સારો રસ્તો છે.

6/ 9 ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પણ રડવા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. રડ્યા પછી લોકોને સારું લાગે છે. વિશ્વની સૌથી ઓછી રડતી મહિલાઓ આઇસલેન્ડ અને રોમાનિયાની છે. પુરુષ બલ્ગેરિયાના.

આ પણ વાંચો: આંખોમાં ખંજવાળ અને બળતરાની સમસ્યા છે, તો આ સરળ ઉપાયોથી મેળવો છુટકારો

7/ 9 આંસુમાં લિસોઝાઈમ પ્રવાહી હોય છે. તે માત્ર 5થી 10 મિનિટમાં 90થી 95 ટકા જંતુઓનો સફાયો કરે છે. શરીરમાં બનેલા ઝેરી રસાયણો આંસુના માર્ગથી બહાર નીકળે છે. રડવાથી શરીરમાં મેંગેનીઝનું સ્તર નીચું આવે છે જે મૂડને સારો કરે છે. આ તત્વના વઘારાથી ગભરામણ, થાક, ક્રોધનો અનુભવ થાય છે. રડવાનું બહુ ઓછું કે ન હોવુ એ માનસિક તણાવનું એક કારણ હોઈ શકે છે.

8/ 9 રડવું એ એક કુદરતી ક્રિયા છે. બાળકને જન્મ સમયે રડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી તેના સ્નાયુઓ અને ફેફસાંનું યોગ્ય રીતે સંચાલન થાય

9/ 9  શાંતિ માટે રડવું એ જ શ્રેષ્ઠ ક્રિયા છે. સંશોધકોનું કહેવું છે કે આ ચેતાતંત્રને સક્રિય કરે છે (parasympathetic nervous system /PNS). પીએનએસ શરીરના આરામ અને ડાઈજેશનમાં મદદ કરે છે. તેના ફાયદા તરત જ દેખાતા નથી. રડ્યા પછી લગભગ દોઢ કલાક પછી તમે હળવાશ અનુભવશો. જો તમે લાંબા સમયથી જાગતા હશો, તો બની શકે કે તમે સૂઈ શકો.
Published by:Riya Upadhay
First published:

Tags: 10 Health tips, Crying, Explained, Know about

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन