Home /News /explained /LPG Cylinder code: ગેસ સિલિન્ડર પર લખેલા નંબરનો અર્થ શું હોય છે? તમારી સુરક્ષા માટે ખૂબ જરૂરી હોય છે આ code

LPG Cylinder code: ગેસ સિલિન્ડર પર લખેલા નંબરનો અર્થ શું હોય છે? તમારી સુરક્ષા માટે ખૂબ જરૂરી હોય છે આ code

સિલિન્ડર કોડ તમારી સુરક્ષા માટે પ્રિન્ટ કરવામાં આવે છે.

LPG Cylinder code meaning: જો તમે ક્યારેય ગેસ સિલિન્ડરને ધ્યાનથી જોયો હશે તો તેના ઉપરના ભાગ પર છપાયેલા નંબર પર પણ ધ્યાન ગયું હશે. આ કોડ તમારી સુરક્ષા માટે પ્રિન્ટ કરવામાં આવે છે.

LPG Cylinder code explained: ઘરમાં રસોઈ ગેસ (Kitchen Gas)નો ઉપયોગ કરવો ઘણાં લોકો માટે સામાન્ય વાત હોય છે. ભારત સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખાથી નીચેના લોકોને પણ વિના મૂલ્યે એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે. જો તમે ક્યારેય ગેસ સિલિન્ડરને ધ્યાનથી જોયો હશે તો તેના ઉપરના ભાગ પર છપાયેલા નંબર (Number printed on LPG Gas Cylinder) પર પણ ધ્યાન ગયું હશે. આ નંબર દરેક સિલિન્ડર પર લખેલા હોય છે પરંતુ શું તમે જાણો છો આ નંબરનો મતલબ (Meaning of code written on LPG Cylinder) શું થાય છે અને તેને સિલિન્ડર પર શા માટે લખવામાં આવે છે?

તમને જણાવીએ કે આખરે ગેસ સિલિન્ડરની ઉપલી પટ્ટી પર આ કોડ શા માટે લખ્યા હોય છે. તમને જણાવી દઈએ કે આ કોડ તમારી સુરક્ષા માટે પ્રિન્ટ કરવામાં આવે છે. જાણકારી મુજબ આ કોડ્સની શરૂઆતમાં લખેલા અંગ્રેજી અક્ષર A, B,C, Dના 4 ગ્રુપ હોય છે. આ અક્ષરોના સંબંધ વર્ષના 12 મહિનાઓથી હોય છે.

સિલિન્ડર પર લખેલા કોડનો અર્થ

A અક્ષરનો ઉપયોગ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના માટે થાય છે, જ્યારે B અક્ષર એપ્રિલ, મે અને જૂન મહિના માટે વપરાય છે. એ જ રીતે, C અક્ષરનો ઉપયોગ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે થાય છે, જ્યારે Dનો ઉપયોગ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માટે થાય છે. આ અક્ષરો પછીની સંખ્યા વર્ષ સૂચવે છે. તેથી જો સિલિન્ડર પર લખેલું હોય- A.21 તો તેનો અર્થ વર્ષ 2021નો જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનો છે.

આ પણ વાંચો: કોણ છે નીના ગુપ્તા? જેમણે રામાનુજન પુરસ્કાર જીતીને ગણિતના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કર્યું છે

કોડ એક્સ્પાયરી ડેટ અને ટેસ્ટિંગનો સમય દર્શાવે છે

હવે જ્યારે તમે કોડમાં અંગ્રેજી અક્ષર અને સંખ્યાઓનો અર્થ જાણી ગયા છે, તો ચાલો તમને જણાવીએ કે આ માહિતી સિલિન્ડર પર શું દર્શાવે છે. વાસ્તવમાં, આ તારીખ ખાદ્ય ચીજવસ્તુઓની જેમ એલપીજી ગેસ સિલિન્ડરની એક્સ્પાયરી ડેટ દર્શાવે છે. જો તમારા સિલિન્ડર પર B.22 લખેલું હોય તો તેનો અર્થ એ થશે કે તમારું સિલિન્ડર એપ્રિલ, મે અને જૂન 2022માં એક્સપાયર થવાનું છે. આ નંબર સિલિન્ડરના ટેસ્ટિંગનો સમય (LPG સિલિન્ડર ટેસ્ટિંગ ડેટ) પણ જણાવે છે.

ઉપરના ઉદાહરણ અનુસાર, સિલિન્ડરનું ટેસ્ટિંગ એપ્રિલ, મે અને જૂન 2022માં થશે. જો તમે એવું સિલિન્ડર લો છો જેની ટેસ્ટિંગ ડેટ એટલે કે એક્સપાયરી ડેટ નીકળી ચૂકી છે તો તે સિલિન્ડર તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Explainer: બાળકોને કઈ વેક્સિન લાગશે, રજિસ્ટ્રેશન કઈ રીતે થશે? જાણો દરેક સવાલના જવાબ

15 વર્ષ હોય છે સિલિન્ડરની લાઈફ

તમને જણાવી દઈએ કે ઘરોમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડર BIS 3196 સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેની આયુ 15 વર્ષ હોય છે. તો રાંધણ ગેસ સિલિન્ડરનું ટેસ્ટિંગ 2 વખત કરવામાં આવે છે, પ્રથમ પરીક્ષણ 10 વર્ષ પૂર્ણ થયા પછી અને બીજું 5 વર્ષ પૂર્ણ થયા પછી કરવામાં આવે છે.
First published:

Tags: Explained, Explainer, LPG cylinder, જ્ઞાન