Explained: GST કાઉન્સિલે પેટ્રોલ, ડીઝલને GST હેઠળ લાવવાનો કેમ કર્યો ઇન્કાર?

પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાનું એક કારણ ટેક્સ (tax) પણ છે.

Petrol and Diesel price: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો માટે સરકારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના વધતા ભાવોને જવાબદાર ઠેરવ્યા છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાનું કારણ ટેક્સ (tax) પણ છે.

  • Share this:
મુંબઈ: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ગયા અઠવાડિયે લખનઉમાં 45મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોરોના પછી આ પ્રથમ જીએસટી બેઠક થઈ હતી. જેમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel)ને જીએસટીના દાયરામાં ન લાવવાનો નિર્ણય કર્યો હતો. કેરળ હાઇકોર્ટ (Kerala High Court)ના આદેશ બાદ ઘરેલું ઇંધણ પેટ્રોલ અને ડિઝલને GST હેઠળ લાવવાનો પ્રસ્તાવ કાઉન્સિલના સભ્યોએ લીધો હતો. પરંતુ જીએસટીની બેઠક દરમિયાન કાઉન્સિલના સભ્યોએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સભ્યોએ કહ્યું હતું કે, જીએસટીમાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાનો આ 'યોગ્ય સમય' નથી.

દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલ (petrol and diesel price) કિંમતો ખૂબ વધી રહી છે. જેને કારણે સામાન્ય નાગરિકના ખિસ્સા પર તેની અસર થઇ રહી છે. પેટ્રોલ અને ડીઝલની આ વધતી જતી કિંમતોના કારણે સરકાર પર ટેક્સ ઘટાડવા માટે દબાણ વધી રહ્યું છે. દેશમાં કોરાનાની શરૂઆત દરમિયાનના ભાવ અને હાલના ભાવની સરખામણી કરવામાં આવે તો મોટાભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત 100-110 રૂપિયા થઇ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતના વધારાના કારણે દરેક વસ્તુની કિંમતમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના વધતા ભાવોની અસર સ્થાનિક ઇંધણની કિંમતો પર થાય છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો માટે સરકારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના વધતા ભાવોને જવાબદાર ઠેરવ્યા છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાનું કારણ ટેક્સ (tax) પણ છે. કારણ કે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થાય, ત્યારે પણ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડતી નથી. કોરોનાકાળમાં લોકડાઉન (Lockdown) દરમિયાન પેટ્રોલ અને ડીઝલની માંગમાં ભારે ઘટાડો થયો હતો. જેના કારણે ગયા વર્ષે એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઘટી 20 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હોવા હતા, છતાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો થઇ રહ્યો હતો. સરકારનું કહેવું છે કે તેમણે અન્ય આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ઘરેલું ઈંધણ પર ટેક્સ વધાર્યો છે.

આ પણ વાંચો: પેટ્રોલ બાઈક કરતા પણ ઓછી કિંમતે ભારતીય કંપનીએ લૉંચ કરી ઈ-બાઈક, અહીં જાણો ફીચર્સ

જ્યારે જુલાઇ 2017માં GSTને લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલને જીએસટીની હેઠળ લેવામાં આવ્યા ન હતા. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર દેશમાં સૌથી વધુ ટેક્સ લાગે છે. પેટ્રોલ અને ડીઝલ ટેક્સથી જ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને વધુ કમાણી થાય છે. 2020-21માં સરકારે પેટ્રોલ અને ડીઝલ ટેક્સથી 6 લાખ કરોડથી વધુની કમાણી કરી હતી. જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવી દેવામાં આવે તો સરકારની આવકમાં મોટો ઘટાડો થઈ જાય. GST હેઠળ સૌથી વધુ ટેક્સ સ્લેબ 28% છે. આશા હતી કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવે તો ઇંધણની કિંમતોમાં ઘટાડો થશે.

આ પણ વાંચો: 'ટાટા પંચ' આ તારીખે થશે લૉંચ, જાણો Micro SUV TATA Punchvના ફીચર્સ વિશે

રાજ્ય સરકારોનું માનવું છે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાથી તેઓ ટેક્સમાં તેમનો હિસ્સો મેળવવા માટે કેન્દ્ર પર વધુ નિર્ભર થવું પડશે. હાલના સમયમાં રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર પોતાની ઈચ્છા મુજબ સ્વત્રંત રીતે વેલ્યુ એડેડ ટેક્સ લગાવી શકે છે. જેના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઇંધણ પર ભારે ટેક્સ લગાવવાના તેમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. પરંતુ વિપક્ષ તેમના આ નિર્ણયનો વિરોધ કરે છે. પેટ્રોલ અને ડીઝલ પર જો ટેક્સ ઓછો લેવામાં આવે તો ટેક્સથી કેન્દ્ર અને રાજ્ય સરકારો એમ બંનેની આવકને ભારે અસર થશે, તેથી હાલમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તેવી કોઈ શક્યતા નથી.
Published by:Vinod Zankhaliya
First published: