Mars પર માટીના નમૂના એકત્રિત કરવામાં શા માટે નિષ્ફળ ગયું રોવર? નાસાએ જણાવ્યું આ કારણ

ફાઈલ તસવીર

Mission Mars: પર્સિવિયરેન્સે ગત સપ્તાહે મંગળની સપાટી પર 3 ઇંચ સુધી ખોદકામ કર્યુ હતું. નાસાએ શુક્રવારે જ રોવરની પાસે કાણાવાળી નાની ટેકરીની તસવીર જાહેર કરી હતી. આ તસવીરોમાં બધુ સલામત લાગી રહ્યું હતું.

 • Share this:
  Mission Mars: અમેરિકન સ્પેસ એજન્સી  નાસા (NASA)એ મંગળ ગ્રહ (Mars) માટે એક ખાસ પર્સિવિયરન્સ રોવર (Perseverance Rover) મોકલ્યું છે. મંગળ પર લાંબા સમય સુધી માનવીને રહેવાની અનુકૂળ પરિસ્થિતિઓ તૈયાર કરવામાં મદદ મળી શકે તે માટેના પ્રયોગો અર્થે રોવર તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ તે સિવાય પર્સિવિયરેન્સને મંગળ ગ્રહની માટીના નમૂના (Soil Sampling) પણ એકત્ર કરવાના હતા. જેને પૃથ્વી પર લાવીને વિસ્તૃત અભ્યાસ કરવાનો હતો. ગત સપ્તાહે પર્સિવિયરેન્સનો મંગળ ગ્રહની માટીના નમૂના મેળવવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. હવે નાસાએ ખુદ આ અસફળતા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તેના માટે મંગળના નરમ પથ્થર જવાબદાર છે.

  ખોદકામ તો થયું પરંતુ નળી રહી ગઇ ખાલી
  પર્સિવિયરેન્સે ગત સપ્તાહે મંગળની સપાટી પર 3 ઇંચ સુધી ખોદકામ કર્યુ હતું. નાસાએ શુક્રવારે જ રોવરની પાસે કાણાવાળી નાની ટેકરીની તસવીર જાહેર કરી હતી. આ તસવીરોમાં બધુ સલામત લાગી રહ્યું હતું. પરંતુ, પર્સિવિયરેન્સથી આવેલા સંકેતોથી જાણવા મળ્યું કે નમૂના વાળી નળીમાં ધૂળ કે પથ્થર પહોંચી શક્યા નથી અને આ નળી ખાલી જ રહી ગઈ છે.

  શું થયું હતું ખોદકામ સમયે?
  નળી ખાલી રહી જતા નાસા વૈજ્ઞાનિકો આ અસફળતા પાછળનું કારણ જાણવામાં લાગી ગયા હતા. ત્યારે તેમને જાણવા મળ્યું કે, જે ટેકરી કે પથ્થર પર ખોદકામ થઇ રહ્યું છે તે નમૂનાઓ લઇ શકાય તેટલી મજબૂત નહોતી. આ પ્રયાસ વખતે કાણામાં પાઉડર સ્વરૂપે ધૂળ રહી ગઈ હોય શકે અથવા માત્ર એક ખાલી ખાડો રહી ગયો હશે. હવે રોવર બીજી જગ્યાએ જઇને નમૂનાઓ મેળવવાનો પ્રયાસ કરશે.

  અન્ય જગ્યાએથી લેવાશે નમૂના
  રોવર અને તેની સાથે ઇન્જેન્યૂટી હેલીકોપ્ટરથી આવેલ તસવીરો જણાવે છે કે કાંપના ખડકોમાંથી નમૂનાઓ એકઠા કરવાનું વધુ યોગ્ય રહેશે. પર્સિવિયરેન્સના સેમ્પલિંગ અભિયાનના મુખ્ય એન્જીનિયર લુઇઝ જેન્ડૂરાએ કહ્યું કે, નમૂના વાળા ઉપકરણોએ તો તે જ પ્રકારે કામ કર્યુ જેવા તેને કમાન્ડ અપાયા હતા. પરંતુ પથ્થર દ્વારા અપેક્ષા મુજબ સહયોગ ન મળ્યો.

  35 નમૂનાઓ મેળવવાની આશા
  જેન્ડૂરાએ કહ્યું કે, તમે ગમે તેટલી તૈયારી કરો પરંતુ સારા પરીણામોની હંમેશા ગેરન્ટી હોતી નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ક્રેટરમાં 3.5 અબજ જૂના તળાવના અવશેષો રહેલા છે, જ્યાં તે સમયે પૃથ્વીની બહારના જીવન માટે અનુકૂળ સ્થિતિઓ હોવાની આશા છે. પર્સિવિયરેન્સની સાથે 43 નમૂના માટેની નળીઓ મોકલવામાં આવી છે અને આ અભિયાનમાં 35 નળીઓ ભરવાની આશા સેવાઇ રહી છે. મંગળનની સપાટી પર ખોદકામ કરતા હાથ લગભગ 2.1 મીટર લાંબા છે.

  પહેલા પણ આવી હતી સમસ્યા
  મંગળની સપાટી દ્વારા આ પ્રકારનો પ્રતિરોધ મળ્યો હોય તેવું પહેલી વખત નથી બન્યું. આ પહેલા પણ ક્યૂરિયોસિટી રોવરને મંગળની સપાટી પર ખોદકામ કરવામાં સમસ્યા આવી હતી. તો નાસાના ઇનસાઇટ લેન્ડરના જર્મન ડિગર પણ એક ફૂટ બાદ ખોદકામ કરી શક્યું નહતું, જેમાં ધૂળ તો નીકળી પરંતુ તેમાંથી જરૂરી ઘર્ષણ ન મળી શક્યું.

  આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

  આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

  પર્સિવિયરેન્સ ટીમે આ વખતે આશા છોડી નથી. ઇન્જેન્યુટી હેલિકોપ્ટરે 11 ઉડાન સફળતાપૂર્વક પૂરી કરી છે. અંતિમ ઉડાનમાં તેણે 2 મિનિટથી વધુનો જજીરો ક્રેટર પર સર્વે કર્યો હતો. જે એક પુરાતન નદીના ડેલ્ટાનો વિસ્તાર છે, જ્યાં પર્સિવિયરેન્સ ઉતર્યુ હતું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વિસ્તારમાં પુરાતન સૂક્ષ્મજીવનના સંકેત મળી શકે છે.
  Published by:ankit patel
  First published: