Explained: દ્વીપ દેશ ક્યૂબા બનાવી રહ્યો છે પાંચ વેક્સીન, 2 વેક્સીન અંતિમ ચરણ પર

Explained: દ્વીપ દેશ ક્યૂબા બનાવી રહ્યો છે પાંચ વેક્સીન, 2 વેક્સીન અંતિમ ચરણ પર

 • Share this:
  નવી દિલ્હી: કેરિબિયાઈ સાગર સ્થિત દ્વીપ દેશ ક્યૂબામાં એક તરફ રાજનૈતિક અસ્થિરતા જોવા મળી રહી છે. બીજી તરફ આ દેશ 5 કોરોના વેક્સીન પર કામ કરી રહ્યો છે. 5 માંથી 2 વેક્સીન ફાઈનલ સ્ટેજ પર પહોંચી ચૂકી છે. જો ત્રીજુ ટ્રાયલ પણ સફળ રહ્યું તો ક્યૂબા પહેલો લેટિન અમેરિકા દેશ બની જશે, જેની પાસે સ્વદેશી વેક્સીન હશે.

  ઈતિહાસ મદદ કરી રહ્યો છે  માર્ચ 2020માં યૂરોપિયન દેશ કોરોનાથી લડી રહ્યા હતા. દુનિયાભરના સ્વાસ્થ્ય નિષ્ણાંતોને ડર લાગી રહ્યો હતો, ત્યારે ક્યૂબા જેવા નાનકડા દેશે તેના ડોકટરોની ટીમ યુરોપની સાથે વેનેઝુએલા, નિકારગુઆ, જમૈકા અને સૂરીનામ પણ મોકલી, જ્યાં કોરોના ફેલાયેલો હતો.

  ક્યૂબાના ડોકટરોની વિશેષતા

  ક્યૂબાના ડોકટર સ્નાતક થાય છે, ત્યારે તેમને એવા કોઈ દેશમાં મોકલવામાં આવે છે, જ્યાં સંક્રામક બિમારી ફેલાયેલી હોય અથવા અન્ય કોઈ જરૂરિયાત હોય. જ્યાં તેઓ 1 થી 2 વર્ષ કામ કરે છે. આવી સંક્રમિત જગ્યાઓ પર જતા પહેલા તેમને હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે છે. અન્ય દેશની ભાષા, ભોજન અને સંસ્કૃતિ અંગે પણ બેઝિક નોલેજ આપવામાં આવે છે.

  cuba coronavirus vaccine

  મેડિકલ સુવિધાઓ

  1.15 કરોડની આબાદી ધરાવતો આ દેશ અનેક વિશેષતા ધરાવે છે, જેની હેલ્થકેર સિસ્ટમ સમગ્ર દુનિયામાં પસંદ કરવામાં આવે છે. WHO જણાવે છે દરેક દેશ ક્યૂબાની સ્વાસ્થ્ય સુવિધાઓ પાસેથી શીખી શકે છે. સરકારી આંકડા અનુસાર 60 દેશોમાં 30 હજાર ડોકટર સેવા આપી રહ્યા છે. ક્યૂબામાં દર 155 લોકોએ 1 ડોકટર ઉપલબ્ધ છે. જે અમેરિકા અને ઈટલી કરતા વધુ યોગ્ય છે. અનેક વિશેષતાઓને કારણે ક્યૂબા ઘણા સમયથી દુનિયાભરના ડોકટરોને તાલીમ આપી રહ્યું છે.

  123 દેશના ડોકટરોએ લીધી છે ટ્રેનિંગ

  અહીંયા લેટિન અમેરિકન સ્કૂલ ઓફ મેડિસિન (ELAM)માં ફિઝિશિયન્સને પ્રશિક્ષણ આપવામાં આવે છે. વર્ષ 1998થી અત્યાર સુધીમાં 123 દેશોના ડોકટરને તાલીમ આપવામાં આવી છે. UNના સેક્રેટરી જનરલ Ban Ki-moon અનુસાર ક્યૂબાની ELAM દુનિયાની સૌથી આધુનિક મેડિકલ સ્કૂલ છે. આ જ કારણે દુનિયામાં ક્યૂબાની મેડિકલ સુવિધાઓને ક્યૂબન મૉડલથી ઓળખવામાં આવે છે.

  cuba coronavirus vaccine

  દુનિયાનો સૌથી મોટો ડોકટર નિર્યાતક દેશ

  આ દેશમાં નિષ્ણાંત ડોકટર છે, પરંતુ આર્થિક તંગી છે. ડોકટરોને બહાર મોકલવાના કારણે ક્યૂબાની અર્થવ્યવસ્થાને મદદ મળી રહી છે. ઈકોનોમિક ઈંટેલિજેંસ યુનિટના નિષ્ણાંત માર્ક કેલર જણાવે છે કે વેનેઝુએલામાં વર્ષ 1998માં ક્રાંતિ થઈ. ક્રાંતિ બાદ વેનેઝુએલા અને ક્યૂબા એકબીજાની મદદ કરવા લાગ્યા. વેનેઝુએલા ક્યૂબાને તેલ અને આર્થિક રીતે મદદ કરતો હતો અને ક્યૂબા ડોકટર તથા રમત ગમતના શિક્ષક મોકલતો હતો.

  વેક્સીનના નામ

  ક્યૂબામાં કોરોના વાયરસના રોજ 1 હજાર કેસ જોવા મળી રહ્યા છે. ક્યૂબા કોરોનાને રોકવા માટે તેની 5 વેક્સીન બનાવી રહ્યો છે. 2 વેક્સીનનું કામ અંતિમ ચરણમાં છે. જેને સ્પેનિશ નામ Soberana આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે સંપ્રભુતા. બીજી વેક્સીનનું નામ ક્યૂબાના ક્રાંતિકારી જોસ મત્રિના નામ પર થયું. તેના સિવાય બે વેક્સીનને ક્યૂબાને સ્પેનથી આઝાદ કરાવનારને સમર્પિત કરવામાં આવી.

  cuba coronavirus vaccine

  વેક્સીન ટ્રાયલ

  ટ્રાયલમાં હજારો લોકો શામેલ સોબેરાના 2ની વેક્સીનના ત્રીજા ચરણમાં 44 હજારથી વધુ લોકો શામેલ થયા છે. જો આ ટ્રાયલ સફળ રહેશે તો તેને CECMEDને મોકલવામાં આવશે, જ્યાંથી મંજૂરી મળ્યા બાદ હોસ્પિટલમાં આપવામાં આવશે. ઈરાન અને વેનેઝુએલામાં પણ તેનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કહેર બાદ પણ ક્યૂબામાં વિદેશી રસી આપવામાં નથી આવી રહી.

  આ મુદ્દાઓ પર રિસર્ચ

  ક્યૂબાના વૈજ્ઞાનિક તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, શું વેક્સીનનો ત્રીજા ડોઝની પણ જરૂરિયાત રહેશે કે પછી બે અઠવાડિયાના અંતર પર બંને ડોઝ આપવા જોઈએ? વેક્સીન ફ્રીજના સામાન્ય તાપમાન પર કામ કરી શકે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ટ્રાયલનું રિઝલ્ટ મે મહિનાની શરૂઆતમાં આવી શકે છે. ક્યૂબામાં 1,24,000 હેલ્થવર્કર્સને અન્ય વેક્સીન અબ્ડાલા આપવામાં આવી છે.

  કયા દેશ ક્યૂબાની વેક્સીન લેશે?

  ક્યૂબા સરકાર દાવો કરે છે કે અનેક દેશોએ 100 મિલિયન ડોઝ ખરીદવાની વાત કરી છે. અનેક ગરીબ દેશ કે જે મોંઘી વેક્સીન નથી લઈ શકતા, તેઓ ક્યૂબા પાસેથી આશા રાખી રહ્યા છે. વેનેઝુએલાએ પણ વેક્સીન અબ્ડાલાનું ઉત્પાદન શરૂ કર્યું છે.

  વેક્સીન ન ખરીદવા પાછળ રાજનૈતિક કારણ

  ક્યૂબા અને અમેરિકા વચ્ચે તણાવ હોવાના કારણે તે અમેરિકા અથવા તેના મિત્ર દેશો પાસેથી વેક્સીન નથી લઈ રહ્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ ક્યૂબાએ અમેરિકાને લાલ આંખ બતાવીને રશિયાનો પક્ષ લીધો હતો. આ વાત અમેરિકાને ખટકતા તેણે ક્યૂબા પર અનેક પ્રતિબંધ લગાવી દીધા. આજ સુધી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ