Explained: વેક્સીન આવ્યા બાદ પણ કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ?

(Photo- news18 English via Reuters)

લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે વેક્સીન આવ્યા બાદ પણ શા માટે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે

  • Share this:
કોરોનાની વેક્સીન આવ્યા બાદ પણ દેશમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહના આંકડા અનુસાર દેશમાં કોરોનાના 2 લાખ 76 હજાર 965 નવા કેસ નોંધવામાં આવ્યા છે અને 1310 લોકોનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું છે. લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે વેક્સીન આવ્યા બાદ પણ શા માટે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

એક વર્ષ પહેલા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી રહી છે. ફેબ્રુઆરી 2021 કરતા માર્ચ 2021માં સંક્રમણમાં પાંચ ગણો વધારો થયો છે. વિશેષજ્ઞ પણ આ સ્થિતિને કોરોનાની બીજી લહેર તરીકે જોઈ રહ્યા છે.

ગ્રામીણ વિસ્તારોમાં વધ્યું સંક્રમણ

કેટલાક રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કોરોનાના વધુ કેસ જોવા મળ્યા છે. તેથી તે કોરોનાનું હોટસ્પોટ બન્યા છે.

લોકોમાં ભય દૂર થતા વધ્યું સંક્રમણ!

વેક્સીનેશન શરૂ થયા બાદ લોકોમાં કોરોનાનો ભય ઓછો જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકો કે ડોકટરો પાસે આ અંગે ખાસ જાણકારી નહોતી. જેથી લોકો સચેત હતા. ઈટાલી તથા અમેરિકામાં કોરોનાને કારણે મૃત્યુદર વધતો હોવાની સૂચના મીડિયામાં સતત દર્શાવાને કારણે લોકો ડરી રહ્યા હતા પરંતુ સચેત હતા.

(Photo- moneycontrol)


નિયમોમાં છૂટછાટ

નિયમ અનુસાર લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. કોરોનાની કોઈ નિશ્ચિત દવા નથી પરંતુ દર્દીને રાહત આપતી અનેક દવાઓ છે. મોટાભાગના લોકો વેક્સીન આવવાથી નિશ્ચિત થયા હોવાથી નિયમોનું કડકાઈથી પાલન કરી રહ્યા નથી.

આ પણ વાંચો - ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં કુલ 7 ધારાસભ્યો કોરોના પોઝિટિવ

સાર્વજનિક સભાઓ અને રેલીઓની ભીડ

ચૂંટણીઓને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. પાંચ રાજ્યોમાં આ મહિનાના અંતથી વિધાનસભા ચૂંટણી શરૂ થઈ રહી છે. જેને લઈને સાર્વજનિક સભાઓ અને રેલીઓ કરવામાં આવી રહી છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

શાળાઓ શરૂ થવી પણ એક કારણ

જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાં કોરોના સંક્રમણનું સ્તર વધ્યું છે. બાળકોને ભલે વાયરસનું જોખમ ઓછું હોય પરંતુ તે વાહકનું કાર્ય કરે છે. જેથી ઘરમાં રહેતા વડીલ અને બીમાર વ્યક્તિઓને કોરોનાનું જોખમ રહે છે. મોટાબાગના રાજ્યોએ શાળા બંધ કરી રહ્યા છે ઓનલાઈન પરીક્ષા લઈ રહ્યા છે.

વેક્સીન લીધા બાદ પ્રોટોકોલનો ભંગ

વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ લોકો નિશ્ચિત થઈ ગયા છે અને કોરોના પ્રોટોકોલનો ભંગ કરી રહ્યા છે. જેથી વેક્સીન લીધા બાદ પણ કેટલાક લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેથી તેઓ આસપાસ પણ કોરોનાનું સંક્રમણ ફેલાવે છે.

(Photo- news18 English via Reuters)


ધીમા સ્તરે વેક્સીનનું કાર્ય

પ્રથમ ચરણમાં હેલ્થ વર્કર્સને વેક્સીન આપવામાં આવી છે. જે બાદ બીજા ચરણની શરૂઆતમાં સરકારી હોસ્પિટલ તેનું કેન્દ્ર રહી. જે બાદ ખાનગી હોસ્પિટલને પણ વેક્સીનની મંજૂરી મળી છે. આ રીતે વેક્સીનનું કાર્ય ધીમા સ્તર પર થઈ રહ્યું છે.

આ પણ વાંચો - ગૃહ મંત્રાલયે કોવિડ-19ને રોકવા માટે જાહેર કર્યા નવા નિયમો, 30 એપ્રિલ સુધી લાગુ રહેશે

વેક્સીનેશન પ્રક્રિયાને અનલોક કરવાની જરૂરિયાત

વેક્સીન એક સીમિત સમૂહ સુધી આપવામાં આવી રહી છે. 60 વર્ષથી ઉપર અને ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષના લોકોને પણ વેક્સીન આપવામાં આવી રહી છે. વિશેષજ્ઞ અનુસાર કોરોનાને નિયંત્રિત કરવા માટે વેક્સીનેશન પ્રક્રિયાને અનલોક કરવી જોઈએ. ખાસકરીને તે રાજ્યોમાં દરેક વર્ગના લોકોને વેક્સીન આપવામાં આવે જ્યાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જો કોરોનાનું સંક્રમણ આ ગતિથી વધતુ રહેશે તો હર્ડ ઈમ્યુનિટી લાયક આબાદીના વેક્સીનેશનમાં એક દશક જેટલો સમય લાગી શકે છે. એટલે કે 10 વર્ષ સુધી દેશ કોરોનાના ભય હેઠળ જીવતો રહેશે.
First published: