કેનેડામાં માખણને લઈને વિવાદ થઈ રહ્યો છે. કેનેડિયન જનતાને શંકા છે કે ડેરી ઉત્પાદક ગાયના ભોજનમાં ભેળસેળ કરી રહ્યા છે, જેથી વધારેમાં વધારે માખણ તૈયાર થઈ શકે. જેનાથી બટરની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. બટર જેવી સામાન્ય વસ્તુઓને લઈને લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. જેને બટરગેટ કાંડ કહેવામાં આવે છે.
માખણને કારણે કેનેડા પરેશાન
એક તરફ દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ દરેક દેશ પોતપોતાની અલગ અલગ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેનેડિયન લોકોમાં માખણને લઈને ઘણી ફરિયાદ છે. માખણને રૂમના સામાન્ય તાપમાન પર રાખવા છતા પણ તે નરમ પડતું નથી અને તેનો સ્વાદ પણ સારો નથી આવતો. ગાયોના ભોજનમાં ફેરફાર કરવાને, બટર પર અસર થઈ હોવાની આશંકા કરવામાં આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ગાયોને તાડનું તેલ આપવામાં આવે છે જેથી તેમના દૂધમાંથી વધુ માત્રામાં બટર બનાવી શકાય.
બટરની વધુ જરૂર શા માટે છે?
વર્ષ 2020માં સમગ્ર દુનિયાની જેમ કેનેડા પણ કોરોનાની ચપેટમાં આવ્યું હતું. તે દરમિયાન લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. લોકડાઉનમાં લોકો ઘરે રહેતા હોવાથી બટરના વપરાશમાં વધારો થયો. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે કેનેડામાં માખણના વપરાશમાં 12%થી વધુનો વધારો થયો હતો.
ગાયોની આહારપ્રણાલીમાં ફેરફાર
માંગ વધવાને કારણે ડેરી ઉત્પાદકો પર માંગ પૂરી કરવાનું દબાણ આવવા લાગ્યું. કેનેડા પાસે અન્ય દેશ પાસેથી બટર મંગાવવાનો વિકલ્પ હતો, પરંતુ વધુ કિંમત અને કોરોનાને કારણે કેનેડાએ આ વિકલ્પનો ઉપયોગ કર્યો ન હતો. માંગ પૂરી કરવા માટે ઉત્પાદકો ગાયોની આહારપ્રણાલીમાં બદલાવ કરવા લાગ્યા જેથી તેમના દૂધમાંથી વધુ બટર બનાવી શકાય.
આ વર્ષની શરૂઆતમાં જ માખણ અંગેની ફરિયાદમાં વધારો થયો. ફૂડ રાઈટર જૂલી વાન રોજેંન્દલે ટ્વિટ કર્યું કે તેમના ઘરમાં રૂમના તાપમાન પર રાખવામાં આવેલ માખણ નરમ પડતું નથી. રોજેંન્દરે વર્ષ 2020માં બટરમાં આ પ્રકારનો ફેરફાર નોટ કર્યો હતો. રોજેંન્દરે જોયું કે આ પ્રકારનો ફેરફાર માત્ર એક બ્રાન્ડમાં નહીં, પરંતુ સમગ્ર દેશમાં માખણની ગુણવત્તામાં ફેરફાર થયો છે.
મીડિયાએ કહ્યું બટરગેટ
કેનેડિયન લોકો પણ ટ્વિટ કરીને આ પ્રકારની વાત રજૂ કરતા હતા. ગાયોની આહારુપ્રણાલીમાં તાડનું તેલ સામેલ કરવાથી માખણની ગુણવત્તામાં ફેરફાર થયો હોવાનું માનવામાં આવે છે. કેનેડામાં આ મામલાએ વધુ જોર પકડતા મીડિયાએ આ મામલાને બટરગેટ નામ આપ્યું. વોટરગેટ કાંડ અમેરિકામાં એક સ્કૈંડલ છે, જેના કારણે વર્ષ 1973માં મહાભિયોગની પ્રક્રિયા હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને રાજીનામું આપવું પડ્યું હતું. આ મામલો ખાન-પાન સાથે નહીં પરંતુ ફોન ટેપિંગ સાથે સંબંધિત હતો.
તપાસની શરૂઆત
કેનેડામાં બટરનો મામલો ખૂબ જ ચર્ચામાં છે, જેના કારણે, ડેરી ફાર્મર્સ ઓફ કેનેડા સંસ્થાને આ બાબતે દખલ દેવી પડી હતી. આ સંસ્થા ખેડૂતો અને ડેરી ઉત્પાદકો સાથે જોડાયેલ છે. ફરિયાદને લઈને ડેરી ફાર્મર્સ ઓફ કેનેડા સંસ્થાને જણાવ્યું કે આ મામલે સમગ્ર તપાસ કરવામાં આવશે અને ગયા વર્ષે માખણની ગુણવત્તામાં ફેરફાર શા માટે આવ્યો તે જાણવાની કોશિશ કરશે.
તાડનું તેલ એટલે શું?
ડેરી ઉત્પાદકો ગાયોને ભોજનમાં તાડના તેલની ભેળસેળ કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. તાડનું તેલ એટલે શું અને તેનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, તે અહીં જણાવવામાં આવ્યું છે. તાડનું તેલ એક પ્રકારનું વનસ્પતિ તેલ છે. અનેક દેશોમાં તાડનું તેલ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. BBCના એક રિપોર્ટ અનુસાર ભારત વાર્ષિક 90 લાખ ટન પામ ઓઈલની આયાત કરે છે.
ઉપયોગ
તાડના ઝાડના બીજથી તૈયાર કરવામાં આવતા તેલમાં કોઈપણ પ્રકારની સ્મેલ હોતી નથી. આ કારણોસર તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ તેલમાં ખૂબ જ સૈચ્યુરેટેડ ફેટ હોય છે. જેના કારણે ખેડૂતો ગાયોના ભોજનમાં તાડના તેલની ભેળસેળ કરતા હોવાની આશંકા કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ બટરનું ઉત્પાદન કરી શકાય.
" isDesktop="true" id="1103923" >
કેનેડિયન્સ શા માટે પામ ઓઈલ પંસદ નથી કરતા?
સવાલ માત્ર બટરના સ્વાદનો કે તેના નરમ ના હોવાનો નથી, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે. તેલમાં અધિક માત્રામાં ફેટ હોય છે. જેના કારણે હ્રદયથી લઈને કિડનીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર