WHO top scientist reacts on vaccine booster dose: અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિતના કેટલાક દેશોમાં કોરોના મહામારી (Corona Pandemic)ને રોકવા માટે સરકારો બાળકોને કોરોના રસીનો બુસ્ટર ડોઝ (Booster Dose) આપી રહી છે. જોકે WHOના ટોચના વૈજ્ઞાનિક ડો.સૌમ્ય વિશ્વનાથને જણાવ્યું કે, તંદુરસ્ત બાળકો અને કિશોરોને રસી (Corona Vaccine)નો બુસ્ટર ડોઝ આપવાની જરૂર પડશે તેવા કોઈ પુરાવા નથી.
નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)ને કારણે કોવિડ-19 રસી (Coronavirus vaccine)ના બુસ્ટર ડોઝ (Covid-19 Vaccine Booster Dose) પર વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ ઇન્ફેક્શન (Corona Infection)ને નિયંત્રિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ટોચના વૈજ્ઞાનિક ડો.સૌમ્ય વિશ્વનાથને જણાવ્યું હતું કે તંદુરસ્ત બાળકો અને કિશોરોને રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર પડશે તેવા કોઈ પુરાવા નથી. ઓમિક્રોન વેરિએન્ટ અંગે તેમણે કહ્યું હતું કે, દરેક વેરિએન્ટને ધ્યાનમાં રાખીને રસીકરણમાં ફેરફાર કરવો જરૂરી નથી.
બુધવારે એક પત્રકાર પરિષદ દરમિયાન ડો.સૌમ્ય વિશ્વનાથને જણાવ્યું હતું કે, હાલમાં એવા કોઈ પુરાવા નથી કે તંદુરસ્ત બાળકો અને કિશોરોને કોરોના રસીનો બુસ્ટર ડોઝની જરૂર પડશે.
વાસ્તવમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ટોચનું ડોક્ટરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ જેવા દેશોએ બાળકોને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે.જ્યારે ભારતમાં આ મહિનાની શરૂઆતમાં 15થી 18 વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ શરૂ થઈ ગયું છે.
અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફાઇઝર અને બાયોટેકની કોવિડ-19 રસીનો 12થી 15 વર્ષની વયના બાળકો માટે બુસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
અમેરિકા જેવા વિકસિત દેશોમાં બાળકોને રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ વાત સાથે સંમત નથી કે નબળા જૂથની વસ્તી ધરાવતા લોકોને બુસ્ટર ડોઝની જરૂર નથી. ડો. સૌમ્ય વિશ્વનાથને જણાવ્યું હતું કે આ અઠવાડિયાના અંતમાં પ્રખ્યાત શિક્ષણવિદોનું એક જૂથ આ વિષય પર ચર્ચા કરશે કે સરકારોએ રસીના બુસ્ટર ડોઝ પર પુનર્વિચાર કરવો જોઈએ.
ડો. સૌમ્ય વિશ્વનાથને જણાવ્યું હતું કે બુસ્ટર ડોઝનો મુખ્ય ઉદ્દેશ તે નબળા વર્ગના લોકોને કોવિડ-19થી રક્ષણ આપવાનો છે. જેમાં ગંભીર રોગો અને મૃત્યુનું જોખમ વધારે હોય છે. જેમાં વૃદ્ધોની વસ્તી તેમજ આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર