Home /News /explained /Bitcoin: કોણ છે બિટકોઇન ક્રિએટર Satoshi Nakamoto? તેમના વિશે આપણે શું જાણીએ છીએ અને શું નહીં

Bitcoin: કોણ છે બિટકોઇન ક્રિએટર Satoshi Nakamoto? તેમના વિશે આપણે શું જાણીએ છીએ અને શું નહીં

હંગેરીના બુડાપેસ્ટમાં આવેલું સાતોશી નાકામોટોનું સ્ટેચ્યુ (Image credit- Wikimedia Commons)

Bitcoin creator satoshi nakamoto: 31 ઓક્ટોબર, 2008ના સાતોશી નાકામોતોએ ક્રિપ્ટોગ્રાફરોના એક ગ્રુપને એક કાગળ મોકલ્યો, જેમાં બિટકોઇન નામના ‘ઇલેક્ટ્રોનિક કેશ’ વિશે જણાવામાં આવ્યું હતું.

Who is Satoshi Nakamoto: 13 વર્ષ પહેલાં સાતોશી નાકામોતો (Satoshi Nakamoto) નામની એક વ્યક્તિ અથવા ગ્રુપે બિટકોઈન (Bitcoin) નામની નવી સોફ્ટવેર સિસ્ટમનો ઉલ્લેખ કરતું પેપર બહાર પાડ્યું હતું. આજે આ જ બિટકોઈનની કિંમત 1 ટ્રિલિયન ડોલરથી વધારે છે અને તેણે એક એવી ઘટનાને જન્મ આપ્યો છે, જેથી સમર્થકોનું માનવું છે કે આ સમગ્ર ગ્લોબલ ફાઈનાન્શિયલ નેટવર્કને ફરીથી જોડી શકે છે.

બિટકોઈનના સર્જક અંગે હજુ પણ છે એક રહસ્ય

ઓક્ટોબર 31, 2008ના સાતોશી નાકામોતોએ ક્રિપ્ટોગ્રાફર્સના એક ગ્રુપને નવ પેજનું પેપર મોકલ્યું, જેમાં બિટકોઈન નામના ‘ઈલેક્ટ્રોનિક કેશ’ના નવા સ્વરૂપની રૂપરેખા આપવામાં આવી હતી. તે સમયે કોઈને પણ નાકામોતોની ઓળખ સાથે કંઈ લેવાદેવા ન હતું. ઉપરાંત, તે ગ્રુપના મોટાભાગના લોકોને બિટકોઇનના આઈડિયા પર જ શંકા હતી.

હેલ ફિને, નિક સ્ઝાબો, ડેવિડ ચાઊમ અને વેઈ દાઈ જેવા ક્રિપ્ટોગ્રાફર્સ અને ડેવલપર્સ એક દાયકા કરતાં વધુ સમયથી કેશના ઈલેક્ટ્રોનિક વર્ઝનને ડેવલપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે બધા વિવિધ કારણોસર તેમાં નિષ્ફળ ગયા.

9 જાન્યુઆરી 2009ના નાકામોતોએ બિટકોઈન નેટવર્ક લોન્ચ કર્યું. ફિની એ અમુક લોકોમાંના એક હતા જેઓ તેના વિશે ઉત્સુક હતા અને શરૂઆતના અઠવાડિયામાં બંનેએ નેટવર્ક ચલાવવા માટે દૂરથી કામ કર્યું. પ્રથમ બિટકોઈન ટ્રાન્ઝેક્શન નાકામોતોથી મિસ્ટર ફિની સુધી થયું હતું.

લગભગ બે વર્ષ સુધી જેમ-જેમ બિટકોઈન ધીમે-ધીમે વધતું ગયું, તેમ નાકામોતોએ મેસેજ બોર્ડ પર લખ્યું અને ડેવલોપર્સ સાથે ખાનગી રીતે ઈમેલ દ્વારા વાતચીત કરી. ડિસેમ્બર 2010માં નાકામોતોએ જાહેરમાં પોસ્ટ કરવાનું બંધ કરી દીધું અને 2011માં ડેવલપર્સ સાથે વાતચીત પણ બંધ કરી દીધી. નાકામોતોએ સોફ્ટવેર ડેવલપર ગેવિન એન્ડ્રેસનને આ પ્રોજેક્ટની કમાન્ડ સોંપી.

શું આપણે એક વ્યક્તિના રૂપમાં નાકામોતો વિશે કંઈ જાણીએ છીએ?

ખરેખર તો નથી જાણતા! પબ્લિક મેસેજમાં અને એટલે સુધી કે પછીથી જાહેર કરાયેલા પર્સનલ મેસેજમાં પણ, નાકામોતોએ ક્યારેય કોઈ પણ અંગત વાતનો ઉલ્લેખ કર્યો નથી. નાકામોતોએ ક્યારેય પોતાના વિશે, હવામાન વિશે અથવા સ્થાનિક સ્તરે બનતી ઘટનાઓ વિશે ક્યારેય કશું કહ્યું નથી. જે પણ વાતચીત થઈ, તે માત્ર બિટકોઈન અને તેના કોડ વિશેની હતી.

નાકામોતોએ બે ઈમેલ એડ્રેસ અને એક વેબસાઈટનો ઉપયોગ કર્યો. તેમને રજિસ્ટર કરનાર વ્યક્તિની ઓળખ બ્લોક કરવામાં આવી છે. કોઈ વધુ સાર્વજનિક માહિતી નથી. એવા યુગમાં કે જ્યાં અજ્ઞાત રહેવું અત્યંત મુશ્કેલ છે, નાકામોતો હજુ પણ એક સસ્પેન્સ બની રહ્યા છે.

શું નાકામોતો અમીર નથી?

બિટકોઇનના પ્રથમ વર્ષમાં લગભગ દસ લાખ બિટકોઇન્સ ‘માઇન’ કરવામાં આવ્યા હતા, જે ક્યારેય ટ્રાન્સફર અથવા મૂવ કરવામાં આવ્યા ન હતા. આજે એ બિટકોઇન્સની કિંમત લગભગ 55 અબજ ડોલર છે. ફોર્બ્સની રીયલ-ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર, નાકામોતો વિશ્વના 30 સૌથી ધનિક લોકોમાંના એક હશે.

એવું માનવામાં આવે છે કે તે 10 લાખ બિટકોઇન ફક્ત અને ફક્ત નાકામોતો દ્વારા જ કન્ટ્રોલ કરવામાં આવે છે. તેને મૂવ કરવા માટે ‘પ્રાઈવેટ કી’ની જરૂર હોય છે, જે અક્ષરો અને સંખ્યાઓની એક લાંબી, યુનીક સ્ટ્રિંગ છે, જેનાથી એક્સેસને કન્ટ્રોલ કરી શકાય છે.

આ પણ વાંચો: 50 years of 1971 war: ભારતીય સેનાની જીતમાં હથિયારો ઉપરાંત ‘સાઈકલ’નું યોગદાન પણ રહ્યું, જાણો કઈ રીતે

તો તેને શા માટે વેચવામાં ન આવ્યા?

શરૂઆતના વર્ષોમાં, ક્રિપ્ટોકરન્સી કમ્યુનિટીએ માન્યું કે નાકામોતો અજ્ઞાત રહ્યો અને ડરને લીધે તે બિટકોઈન્સને છોડી દીધા હતા. તે અટપટું નથી લાગતું કે બિટકોઈનના શોધકની ધરપકડ થઈ શકે છે. હાલના વર્ષોમાં ઘણી સરકારોએ બિટકોઈનને અલગ-અલગ રીતે સ્વીકાર્યું છે. ચીન આમાં મોટો અપવાદ છે.

નાકામોતો ગાયબ થયાને એક દાયકો થઈ ગયો. શક્ય છે કે બિટકોઈનના ક્રિએટરનું મૃત્યુ થઈ ગયું હોય અને તે પ્રાઈવેટ કી આપ્યા વિના મૃત્યુ પામ્યો હોય. તે પણ શક્ય છે કે નાકામોતોથી એ કી ખોવાઈ ગઈ હોય, એટલે તે બિટકોઈન મૂવ કરી શકતો નથી.

કોઈ તો નાકામોતો હશે?

હા બિલકુલ.. છેલ્લા કેટલાક વર્ષોથી, કોઈપણ જેણે બિટકોઈન પર રિમોટલી કામ કર્યું છે, જેમ કે મિસ્ટર ફિની, જેમનું 2014માં મૃત્યુ થયું, અને મિસ્ટર એન્ડ્રેસન, આ બંનેને જ નાકામોતો માનવામાં આવ્યા છે. જોકે, બંનેએ તેનો ઈન્કાર કર્યો છે.

2014માં ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં એસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સંશોધકોના એક સમૂહે ભાષાશાસ્ત્રનું વિશ્લેષણ કર્યું અને તારણ કાઢ્યું હતું કે મિસ્ટર સ્ઝાબો જ નાકામોતો હતા, એવી શક્યતા હતી, પરંતુ તેમણે પણ આ વાતનું ખંડન કર્યું છે.

આ પણ વાંચો: કોણ છે લીના નાયર? જે બન્યા છે ફ્રાન્સના લક્ઝરી ગ્રુપ Chanelના CEO

ક્રેગ રાઈટ કોણ છે?

ક્રેગ રાઈટ લંડનમાં રહેતા એક ઓસ્ટ્રેલિયન પ્રોગ્રામર છે, જેમણે 2016માં નાકામોતો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ બિટકોઇન કમ્યુનિટીમાં તેમના દાવાઓ ટૂંક સમયમાં નામંજૂર કરવામાં આવ્યા હતા. તેમણે એ શરૂઆતના બિટકોઈનમાંથી કેટલાકને મૂવ કરીને એ સાબિત કરવાની વાત કરી હતી કે તે જ નાકામોતો છે. જોકે, આજદિન સુધી તેમણે આવું કર્યું નથી.

તેમણે બિટકોઈનના સોફ્ટવેર પર પેટન્ટ માટે પણ અરજી કરી છે. પરંતુ રાઈટ પર પોતાના એક મૃતક સાથીના પરિવાર તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેનું નામ ડેવ ક્લેમેન છે.

તેનો દાવો છે કે મેસર્સ રાઈટ અને ક્લેમેને એક બિઝનેસ પાર્ટનરશિપના ભાગ રૂપે બિટકોઈનને એકસાથે ડેવલપ કર્યા અને રાઈટે ક્લેમનના પરિવારને એ દસ લાખ બિટકોઈન્સનો અડધો ભાગ આપ્યો.

આ પણ વાંચો: CDS Bipin rawat helicopter crash: બિપિન રાવત સવાર હતા એ રશિયન હેલિકોપ્ટર અંગે જાણો અજાણી વાતો

હવે જો જ્યુરી સંમત થાય કે બંનેએ સાથે મળીને બિટકોઇન્સ બનાવ્યા છે, તો રાઈટને કાયદેસર રીતે તેમાંથી કેટલાક બિટકોઈન વેચવા માટે ફરજ પાડવામાં આવી શકે છે, પરંતુ જ્યાં સુધી તેઓ આમ ન કરે, ત્યાં સુધી બિટકોઈનની દુનિયામાં મોટાભાગના લોકો તેમના દાવાઓને નકારતા રહેશે.

આ ઉપરાંત, જ્યાં સુધી કોઈ એ બિટકોઈનને મૂવ નથી કરતા, ત્યાં સુધી એ અશક્ય છે કે કોઈને બિટકોઈન્સના સાચા ક્રિએટર તરીકે સ્વીકારવામાં આવશે.
First published:

Tags: Bitcoin, Bitcoin founder, Cryptocurrency, Explained