Home /News /explained /કયું ક્રેડિટ કાર્ડ લેવું તેની મૂંઝવણ અનુભવો છો? આ ટીપ્સને અનુસરીને તમારી મૂંઝવણ કરો દૂર

કયું ક્રેડિટ કાર્ડ લેવું તેની મૂંઝવણ અનુભવો છો? આ ટીપ્સને અનુસરીને તમારી મૂંઝવણ કરો દૂર

માર્કેટમાં અનેક પ્રકારના કાર્ડ ઉપલબ્ધ.

How to choose Credit Card: મોટાભાગે આપણું ખાતું જે બેંકમાં હોય, તેની પાસેથી ક્રેડિટ કાર્ડ લેતા હોઈએ છીએ, કારણ કે આપણને તે સુવિધાજનક લાગે છે. પરંતુ તે હંમેશા સારું ક્રેડિટ કાર્ડ નથી હોતું.

    મુંબઈ: કયું ક્રેડિટ કાર્ડ (Credit Card) લેવું તે નક્કી કરવું સરળ નથી. મોટેભાગે આપણું ખાતું જે બેંકમાં હોય, તેની પાસેથી ક્રેડિટ કાર્ડ લેતા હોઈએ છીએ, કારણ કે આપણને તે સુવિધાજનક લાગે છે. પરંતુ તે હંમેશા સારું ક્રેડિટ કાર્ડ નથી હોતું. અહીંયા કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી (Choose credit card) કરી શકો છો. એક અંદાજ પ્રમાણે બજારમાં હાલ 130 પ્રકારના ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ છે. આથી પસંદગીમાં ભલભલા ગોથે ચઢી જાય છે.

    ડિસ્કાઉન્ટ, લાભ અને રિવોર્ડસ (Discounts and rewards)

    કેટલાક ક્રેડિટ કાર્ડ રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપે છે અને ફ્યૂઅલ ચાર્જને પણ ઓછો કરે છે. કેટલાક ક્રેડિટ કાર્ડ એરલાઈનમાં પણ રિવોર્ડ પોઈન્ટ્સનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. થોડા વર્ષ પહેલા સિટીબેન્કે પોતાના ક્રેડિટ કાર્ડના રોવોર્ડ પોઈન્ટ્સને હોટેલ બુકિંગ માટે ઉપયોગ કરવાની સુવિધા આપી હતી. આ પ્રકારના અનેક ફીચર્સનો લાભ ક્રેડિટ કાર્ડ પર મળે છે.

    તમને જે બાબતની વધુ જરૂરિયાત હોય એવા ક્રેડિટ કાર્ડની પસંદગી કરો. દા.ત. તમે વધુ ટ્રાવેલ નથી કરતા, પરંતુ તમારી પાસે એવું ક્રેડિટ કાર્ડ છે જેના રિવોર્ડ્સ પોઈન્ટ્સનો લાભ એરલાઈનમાં મળે છે. તો આ ક્રેડિટ કાર્ડમાં તમને વધુ લાભ નહીં મળે. તમને જે પ્રકારનું ક્રેડિટ કાર્ડ ઉપયોગી થઈ શકે તેવા ક્રેડિટ કાર્ડની પસંદગી કરો. જેમ કે શોપિંગ પર ડિસ્કાઉન્ટ આપતું હોય અને વાઉચર્સની સુવિધા આપતું હોય તેવું ક્રેડિટ કાર્ડ.

    આ પણ વાંચો: ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન, જાણો EMI સહિતની વિગત

    કેશબેક અને રિવોર્ડ્સ

    ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી રિવોર્ડ પોઈન્ટ્સ મળે છે. આ રિવોર્ડ પોઈન્ટ્સ તમારા માટે બોનસ છે. આ રિવોર્ડ પોઈન્ટ્સ તમારા ખર્ચ કરવાની પેટર્ન પર આધારિત છે. દા.ત. HDFC ઈન્ફિનિયા ક્રેડિટ કાર્ડ પ્રતિ રૂ. 150 ખર્ચ કરવા બદલ 5 રિવોર્ડ પોઈન્ટ્સ આપે છે.

    રિવોર્ડ્સ કેટેલોગમાં લેટેસ્ટ સ્માર્ટફોન પર ઓફર્સની પણ સુવિધા આપવામાં આવી છે. વધુ રકમની ખરીદી કરવાથી રિવોર્ડ પોઈન્ટ્સનો લાભ મળે છે, જે તમારા માટે ખૂબ જ લાભદાયી છે. જયારે સિટીબેન્ક (Citibank) કેશબેક કાર્ડનો ઉપયોગ કરવાથી તમને દરેક ખર્ચ કરવા પર સીમિત કેશબેક મળે છે, જે બચતમાં ઉમેરાઈ જાય છે. જે લોકો નાના ખર્ચાઓ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તે લોકો માટે સિટીબેન્ક કેશબેક કાર્ડ ખૂબ જ ઉપયોગી છે.



    આંતરરાષ્ટ્રીય લાભ

    એવા ઘણા કાર્ડ છે જે કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ વગર ઈન્ટરનેશનલ એરપોર્ટના લાઉન્જમાં પ્રવેશ અપાવી શકે છે. આંતરરાષ્ટ્રીય યાત્રીઓ આ કાર્ડનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. આ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડની મદદથી વિદેશમાં પણ ખર્ચ કરી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોને વિદેશી વિનિમય ચાર્જ વિશે જાણકારી નથી હોતી.

    આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી શા માટે ફાયદાકારક? આવું કરતા પહેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો

    જો તમે વિદેશમાં તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તે ભારતીય કરન્સીમાં પરિવર્તિત થઈ જાય છે. આ ટ્રાન્ઝેક્શન માટે તમારા કાર્ડ ઈશ્યુઅર વિદેશી કરન્સીનું ફી તરીકે માર્ક-અપ કરે છે. આ ટ્રાન્ઝેક્શન માટે જે લેવડ-દેવડ થઈ છે, તે રકમનો 3 ટકા અથવા તેનાથી વધુ ચાર્જ લેવામાં આવે છે. SBI Elite અને HDFC Infinia વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે 2 ટકાથી ઓછો ચાર્જ લે છે. જો તમે વિદેશમાં તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે આ ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ.

    આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

    અન્ય સુવિધાઓનો લાભ

    ક્રેડિટ કાર્ડમાં વીમા કવર અને અન્ય કન્સીર્જ સુવિધાનો લાભ પણ આપવામાં આવે છે. કેટલાક ક્રેડિટ કાર્ડ તમને ટ્રાવેલ કરવા માટે, સ્વાસ્થ્ય ખર્ચ માટે, વિદેશની હોસ્ટપિટલમાં દાખલ થવા માટે અથવા કાર્ડ ખોવાઈ જાય તો તમને વીમાની સુવિધા આપે છે. જોકે, આ તમામ લાભ તમને એક જ ક્રેડિટ કાર્ડમાં નહીં મળે. તમારે તમારી જરૂરિયાત અને જીવનશૈલી અનુસાર કોઈ એક ક્રેડિટ કાર્ડની પસંદગી કરવાની રહેશે. કન્સીર્જ સર્વિસમાં રજાઓ માણવા માટે, સ્પેશિયલ ગિફ્ટ મોકલવા માટે અથવા અન્ય શહેરમાં ડિનર બુકિંગ જેવી સુવિધાઓનો લાભ મળી શકે છે. તમને કદાચ આ સુવિધાઓની જરૂરિયાત ન હોઈ શકે, પરંતુ આ અંગે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.

    આ પણ વાંચો: citibank ક્રેડિટ કાર્ડ બિઝનેસ બંધ કરશે, તમારી પાસે આ બેંકનું કાર્ડ છે તો શું કરવું? જાણો તમામ સવાલના જવાબ 

    સમયસર બિલની ચૂકવણી કરો

    આ તમામ લાભ મળતા હોવાથી તમને ક્રેડિટ કાર્ડ ખૂબ જ પસંદ આવી શકે છે. ક્રેડિટ કાર્ડ એક પ્રકારની લોન છે. સમયસર તેની ચૂકવણી કરવામાં ન આવે તો વ્યાજદરની રકમ વધી શકે છે અને તમારે દંડ પણ ચૂકવવો પડે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે તેના દ્વારા મળતા લાભનો ઉપયોગ કરીને એક સારો અનુભવ કરી શકો છો. (LISA BARBORA, Moneycontrol)
    (લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.)
    First published:

    Tags: Bank, Debit card, Investment, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો