આ 10 મુદ્દાથી સમજો ક્યાંથી આવ્યો કોરોના? ચીન પર ઉઠ્યા કેમ સવાલ, ભારત સાથે કેવી રીતે જોડાયા તાર

આ 10 મુદ્દાથી સમજો ક્યાંથી આવ્યો કોરોના? ચીન પર ઉઠ્યા કેમ સવાલ, ભારત સાથે કેવી રીતે જોડાયા તાર
ક્યાંથી આવ્યો કોરોના

આ થીઅરીને લઇને ઘણા લોકોએ મજાક ઉડાવી,પરંતુ તેના પર ભરોસો કરનારે એક પછી એક પુરાવાઓ સામે લાવવાનું ચાલું રાખ્યું હતું. પત્રકારોએ ચામાચીડિયાની ગુફાથી બહાર નીકળવાથી લઇને ઇન્ટરનેટમાંથી દસ્તાવેજ હટાવવા સુધી ચીન કઇ રીતે આપત્તિ જતાવી રહ્યું હોવાના આક્ષેપ થયા હતા.

  • Share this:
કોરોના વાયરસ મહામારીએ વિશ્વને દોઢ વર્ષથી વધુ સમયગાળાથી પોતાના સકંજામાં લપેટી રાખ્યું છે. એક્સપર્ટ્સનું અનુમાન છે કે બીજી લહેરનો કહેર જલદી જ પૂરી થઇ શકે છે. તેવામાં ફરી જૂના સવાલો ઉભા થઇ રહ્યા છે કે આખરે વિશ્વને કોવિડ-19ની ત્રાસદી આપનાર આ કોરોના વાયરસ આવ્યો છે ક્યાંથી? અમેરિકા સહિત વૈશ્વિક સ્તર પર ઘણાએ તેની તપાસને વધુ ઝડપી બનાવવા માંગ કરી છે.
શા માટે જરૂરી છે તપાસ?કોરોના વાયરસ ક્યાંથી શરૂ થયો તે વાતને લઇને ઘણી થીઅરીઓ ચાલી રહી છે. તે જ કારણ છે કે, એક્સપર્ટ્સથી લઇને સામાન્ય માણસ સુધી તમામ આ વાયરસને લઇને કન્ફ્યૂઝ છે. 2019ના નવેમ્બર મહિનાની આસપાસ આ વાયરસની વુહાનમાં પહેલી વખત પુષ્ટિ કરવામાં આવી હોવાના અહેવાલો હતા. ત્યારબાદ કહેવાયું કે, આ વાયરસ ચામાચિડીયા દ્વારા માણસના શરીરમાં ફેલાયો છે.
જોકે ઘણી થીઅરીઓ, કેસ સ્ટડીઝ અને તપાસ બાદ પણ સત્ય હજુ સુધી અંધારામાં જ છે. તેવામાં જ્યારે વિશ્વ કોરોના વાયરસના કારણે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે, ત્યારે આખરે આ વાયરસ આવ્યો ક્યાંથી? ભવિષ્યમાં આવનારી મુશ્કેલીથી માણસોને બચાવવા માટે પણ આ વાતની તપાસને ખૂબ જરૂરી મનાઇ રહી છે.
વુહાન લેબ લીક થીઅરી વિશે સમજો...

1. કોરોના વાયરસ ચીનની લેબમાંથી નીકળ્યો હતો તેવું હજુ સુધી તે સાબિત નથી થઇ શક્યું.
2. ચીને વાયરસ લેબમાંથી લીક થયો તે વાતનું સંપૂર્ણ ખંડન કર્યુ છે. સાથે જ ચીને અમેરિકા સહિત ઘણા દેશો પર ષડ્યંત્ર રચવા અને ધ્યાન ભટકાવવા માટે મહામારીને રાજનીતિ સાથે જોડવાનો આરોપ લગાવ્યો છે.
3. જોકે, ત્યાર બાદ પણ ચીન કોવિડ-19ની ઉત્પત્તિની તપાસ અંગે સતત બાધાઓ ઉભી કરી રહ્યું છે. તે સતત તપાસના પ્રયત્નોને રોકી રહ્યું છે. આ જ વર્તણૂંકના કારણે ઘણા સવાલો ઉભા થાય છે કે જો ચીન પાસે છુપાવવા માટે કંઇ નથી તો તે કંઇ પણ શા માટે છૂપાવી રહ્યું છે.

આ પણ વાંચો- કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધેલ વ્યક્તિઓની સંખ્યા મામલે ભારત અમેરિકાથી આગળ

4. લેબમાંથી વાયરસ લીક થવાની વાત તે રિપોર્ટ્સ બાદ સામે આવી જ્યારે વર્ષ 2012માં 6 માઇનર બીમાર પડવાના અને યૂનાનના દક્ષિણ-પશ્ચિમ સ્થિત ચામાચિડીયાની એક ગુફામાં ગયા બાદ વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના 3 સંશોધકોની તબિયત લથડવાની વાત સામે આવી.
5. હાલ આ થીઅરીમાં ઘણા ભાગ છે, તેઓ માઇનર્સ SARS-CoV-2ના સંબંધી ઝપેટમાં આવ્યા હતા તેવું પણ માનવમાં આવે છે. જેણે કોવિડ-19 મહામારી ફેલાવી. ત્યાર બાદ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં થયેલ ચાઇનીઝ રિસર્ચ તરફ ઇશારો જાય છે. વર્ષ 2019માં થોડી ભૂલોના કારણે મહામારી શરૂ થઇ હતી.

આ પણ વાંચો- KRKએ અર્જુન કપૂરને જણાવ્યો 'અસલી મર્દ', બોલ્યો- તે બોલિવૂડમાં મારો 'સાચો મિત્ર' છે
6. આ થીઅરીને લઇને ઘણા લોકોએ મજાક ઉડાવી,પરંતુ તેના પર ભરોસો કરનારે એક પછી એક પુરાવાઓ સામે લાવવાનું ચાલું રાખ્યું હતું. પત્રકારોએ ચામાચીડિયાની ગુફાથી બહાર નીકળવાથી લઇને ઇન્ટરનેટમાંથી દસ્તાવેજ હટાવવા સુધી ચીન કઇ રીતે આપત્તિ જતાવી રહ્યું હોવાના આક્ષેપ થયા હતા.
7. આ વાતને લઇને શોધ ચાલું છે અને તેનું નેતૃત્વ કરનાર પોતાને ડીસેન્ટ્રલાઇઝ્ડ રેડિકલ ઓટોનોમસ સર્ચ ટીમ ઇન્વેસ્ટિગેટિંગ કોવિડ-19 એટલે કે DRASTIC કહે છે. આ સમૂહોમાં ભારતીય પણ સામેલ છે.

આ પણ વાંચો- નાગિન' ફેઇમ પર્લ વી પુરીને મળ્યાં જામીન, સગીરા પર રેપનો લગાવ્યો હતો આરોપ

8. તેમાં પશ્ચિમ બંગાળનો એક યુવા પ્રમુખ છે, જેની ઉંમર 20 વર્ષ છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર The Seekerના નામે ઓળખવામાં આવનાર આ યુવાનને ન્યૂઝવીકના એક આર્ટિકલમાં પણ સામેલ કરાયો હતો.

9. લેબ થીઅરીની વાત ફેબ્રુઆરી 2020 બાદ સામે આવવા લાગી હતી. આ દરમિયાન વિશ્વમાં વાયરસ ધીમે-ધીમે પગ પેસારો કરી રહ્યો હતો. રિસર્ચ પેપર્સમાં ચીની સંશોધકોએ તે ડર જાહેર કર્યો હતો કે, ચામાચીડિયાના જીનોમથી મળનાર કોરોના વાયરસ કદાચ લેબમાંથી નીકળ્યો છે. જોકે મેડિકલ ઓથોરિટીઝે આ તથ્યથી ઇનકાર કર્યો હતો. આ રિસર્ચ પેપર્સને બાદમાં હટાવી લેવામાં આવ્યા હતા.
10. હાલમાં જ સોશ્યલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લેબ લીકને લઇને શરૂ થયેલ વિવાદ બાદ વૈજ્ઞાનિકો ફરી એક વખત તપાસમાં લાગી ગયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને વાયરસની ઉત્પતિને લઇને 3 મહીનાની અંદર ઇન્ટેલીજન્સ રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ