ક્યારે મળશે કોરોનાની બીજી લહેરથી છૂટકરો? જાણો સંશોધકોએ કહ્યું...

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બ્લૂમબર્ગે હૈદરાબાદમાં આઈઆઈટીના પ્રોફેસર મથુકુમલ્લી વિદ્યાસાગરને ટાંકીને જણાવ્યું હતું કે, અત્યારે જે રીતે કોરોના મહામારીનો દૌર જોવા મળ્યો છે,

  • Share this:
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિનો એક જ સવાલ છે, હવે કોરોના વાયરસથી છુટકારો કયારે મળશે? આ સવાલનો જવાબ નિષ્ણાંતોએ આપવાનો પ્રયાસ કર્યો છે. થોડા દિવસો પહેલા દેશના કેટલાક તજજ્ઞોએ કહ્યું હતું કે, 7 મે પછી કોરોના સંક્રમણના કેસની સંખ્યામાં ઘટાડો થશે. પરંતુ કોરોનાના વધતાં કેસ જોઈને તમામ અનુમાન ખોટા સાબિત થઈ રહ્યા હોવાનો ખ્યાલ આવી જાય છે.

મે મહિનાના મધ્ય ભાગમાં આખા દેશમાં કોરોના ચરમ પર હશે, તેવુ અનુમાન કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ પરથી લગાવવામાં આવે છે. ત્યાર બાદ કેસ ઘટવા લાગશે. દેશમાં છેલ્લા 3 દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 લાખને પાર રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,01,078 કેસ અને 4187 મોત નોંધાયા છે.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બ્લૂમબર્ગે હૈદરાબાદમાં આઈઆઈટીના પ્રોફેસર મથુકુમલ્લી વિદ્યાસાગરને ટાંકીને જણાવ્યું હતું કે, અત્યારે જે રીતે કોરોના મહામારીનો દૌર જોવા મળ્યો છે, તે મુજબ આગામી થોડા દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટવાનું શરૂ થઈ જશે. તેમણે કાનપુર આઈઆઈટીના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલના ગાણિતિક મોડેલનો ઉલ્લેખ કરીને કહ્યું કે, એક અનુમાન મુજબ જૂનના અંત સુધીમાં સુધીમાં એક દિવસમાં 20 હજાર કેસ મળશે. અલબત્ત તેમણે કહ્યું કે, કોરોનામાં કેસ જોતા આંકડા બદલાઈ પણ શકે છે.

દેશમાં કોરોનાનું તાંડવ- દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે તાંડવ કર્યું છે. દરરોજ મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે. 25 દિવસ પહેલા કોરોનાના દર્દીઓની સંખ્યા 1 હજાર પણ નહોતી. અત્યારે તો મોતનો આંકડો જ 4 હજારને પાર થઇ ચૂક્યો છે. અગાઉ 13 એપ્રિલના રોજ મોતની સંખ્યા 1 હજારને પાર થઇ હતી. જ્યારે 20 એપ્રિલે મોતની સંખ્યા 2 હજારે પહોંચી હતી. 27 એપ્રિલે 3 હજારનો આંકડો થઈ ગયો હતો. છેલ્લા 10 દિવસમાં કોરોના કારણે થતાં મોતનો આંકડો 4 હજારને પાર થઇ ચૂક્યો છે.
First published: