Home /News /explained /Explained: એલન મસ્કને ‘Poison Pill’થી રોકશે ટ્વિટર, જાણો તે શું છે અને કઈ રીતે કામ કરે છે?

Explained: એલન મસ્કને ‘Poison Pill’થી રોકશે ટ્વિટર, જાણો તે શું છે અને કઈ રીતે કામ કરે છે?

કંપની મસ્કને ટ્વિટર પર કબજો કરતા રોકવા માટે પોઇઝન પિલ (Poison Pill)નો આશરો લઈ રહી છે.

Poison Pill Twitter: પોઇઝન પિલનો રસ્તો અપનાવવાના નિર્ણય અંગે મસ્કે (Elon Musk) તરત જ ટિપ્પણી કરી ન હતી, પરંતુ ગુરુવારે તેમણે સંકેત આપ્યો હતો કે તે કાનૂની લડાઈ માટે તૈયાર છે. ચાલો જાણીએ કે Poison Pill શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે?

વધુ જુઓ ...
Elon Musk vs Twitter: વિશ્વની સૌથી અમીર વ્યક્તિ અને ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની ટેસ્લા (Tesla)ના માલિક એલન મસ્કે (Elon Musk) માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter)ને હસ્તગત કરવાની ઓફર કરી છે. થોડા દિવસો પહેલા તેમણે ટ્વિટરનો 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો, જે ટ્વિટરની સૌથી મોટી ઇન્ડિવિજ્યુઅલ હોલ્ડિંગ છે. કંપની મસ્કને ટ્વિટર પર કબજો કરતા રોકવા માટે પોઇઝન પિલ (Poison Pill)નો આશરો લઈ રહી છે. તે એક ફાયનાન્શિયલ ડિવાઇસ છે જેનો ઉપયોગ અનિચ્છનીય ખરીદારોને વેચવાથી અટકાવવા માટે કંપનીઓ દાયકાઓથી કરે છે. ચાલો જાણીએ કે તે શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે?

પોઇઝન પિલ (What is Poison Pill)નો રસ્તો અપનાવવાના નિર્ણય અંગે મસ્કે તરત જ ટિપ્પણી કરી ન હતી, પરંતુ ગુરુવારે તેમણે સંકેત આપ્યો હતો કે તે કાનૂની લડાઈ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જો ટ્વિટરનું વર્તમાન બોર્ડ શેરધારકોના હિતોની વિરુદ્ધ કોઈ પગલાં લેશે તો તેઓ તેમની ફરજોનું ઉલ્લંઘન કરે છે તેમ સાબિત થશે.

પોઇઝન પિલ શું કરે છે?

પોઇઝન પિલ ઘણા પ્રકારની હોય છે પરંતુ તમામને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે કોઈપણ અનિચ્છનીય એક્વિઝિશનને રોકવા માટે કોર્પોરેટ બોર્ડ પાસે માર્કેટમાં ઘણા બધા નવા સ્ટોક લાવી શકે. તેનાથી હસ્તાંતરણ કરવું ખૂબ ખર્ચાળ થઈ જાય છે. પોઇઝન પિલનો  વિકલ્પ છેલ્લી સદીના 80ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય બન્યો. તે ગાળામાં પબ્લિક કંપનીઓને કબ્જે કરવાના પ્રયાસો થતા હતા. ટ્વિટરે શુક્રવારે તેની પોઇઝન પિલની વધુ વિગતો જાહેર કરી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સાથે આગામી ફાઇલિંગમાં વધુ વિગતો આપવામાં આવશે. ટ્વિટરની પોઇઝન પિલ યોજના ત્યારે અમલમાં આવશે જ્યારે શેરહોલ્ડરનું હોલ્ડિંગ 15 ટકા થશે, જેમાં મસ્કની ભાગીદારી હાલ માત્ર 9.2 ટકા છે.

આ પણ વાંચો: ઇઝરાયેલ પાસે છે આ ખતરનાક આયર્ન બીમ લેઝર મિસાઈલ સિસ્ટમ, આ રીતે કરે છે કામ

નેગોશિએશનનો પણ રસ્તો

કોઈ કંપની પોઇઝન પિલ દ્વારા અનિચ્છનીય હસ્તાંતરણ અટકાવવાનો પ્રયાસ કરે છે. જો કે, તેનો ઉપયોગ નેગોશિએશનમાં પણ કરી શકાય છે, જે બિડર્સને સોદો હળવો કરવા દબાણ કરી શકે છે. જો બોર્ડ વધુ કિંમત વસૂલવા માંગે તો તે પોઇઝન પિલ દ્વારા કરી શકાય છે.

મુકદ્દમાનો સામનો કરવો પડી શકે છે

પોઝિન પિલ અપનાવવાથી ઘણા મુકદ્દમાનો સામનો કરવો પડી શકે છે. તેનું કારણ એ છે કે કોર્પોરેટ બોર્ડ અને મેનેજમેન્ટ ટીમ પર શેરધારકોના શ્રેષ્ઠ હિતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લાગી શકે છે. આ મુકદ્દમા અમુક વખત શેરધારક વતી દાખલ કરવામાં આવે છે, જેઓ વિચારે છે કે ટેકઓવર વધુ સારું છે.

આ પણ વાંચો: અવકાશના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવશે ઇસરોનું આ નવું પ્રક્ષેપણ યાન

પિલનો ઉપયોગ કરવાનું ઉદાહરણ

પોઇઝન પિલના ઉપયોગના ઉદાહરણની વાત કરીએ તો સોફ્ટવેર કંપની ઓરેકલ અને પીપલસોફ્ટ વચ્ચેની લડાઈનો ઉલ્લેખ કરી શકાય. બિઝનેસ સોફ્ટવેર બનાવનારી ઓરેકલે (Oracle) જૂન 2003માં નાના હરીફ પીપલસોફ્ટને (PeopleSoft) 510 કરોડ ડોલરની ઓફર કરી હતી. આ પછી બંને કંપનીઓ વચ્ચે લગભગ 18 મહિના સુધી લડાઈ ચાલી. પીપલસોફ્ટે માત્ર પોતાને બચાવવા માટે જ પોઈઝલ પિલનો ઉપયોગ ન કર્યો, બલ્કે કસ્ટમર એન્શોયરન્સ પ્રોગ્રામ પણ તૈયાર કર્યો.

પોઇઝન પિલ દ્વારા બોર્ડને ઘણા નવા શેર જારી કરવાની સત્તા આપવામાં આવી હતી અને કસ્ટમર એન્શોયરન્સ પ્રોગ્રામ દ્વારા ગ્રાહકોને વચન આપવામાં આવ્યું હતું કે જો તેમની કંપની બે વર્ષમાં વેચવામાં આવે તો તેમના સોફ્ટવેર લાયસન્સની કિંમત કરતાં પાંચ ગણી કિંમત ચૂકવવામાં આવશે. આનાથી પીપલસોફ્ટને ખરીદવા માટે 80 કરોડ ડોલરની લાયબિલિટી પણ મળી.

પીપલસોફ્ટને બીજી મદદ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તરફથી મળી, જેમણે ટેકઓવરને રોકવા માટે એન્ટ્રી ટ્રસ્ટનો દાવો દાખલ કર્યો, પરંતુ ન્યાયાધીશે ઓરેકલની તરફેણમાં ચુકાદો આપ્યો. કંપનીના તમામ પ્રયત્નો છતાં ઓરેકલે પીપલસોફ્ટને ખરીદી, પરંતુ ડિફેન્સ સ્ટ્રેટેજીથી શેરધારકોને ફાયદો થયો અને આ સોદો ઓરિજનલ બોલીથી બમણો 1110 કરોડ ડોલરમાં પૂરો થઈ શક્યો.
First published:

Tags: Elon musk, Explained, Gujarati tech news, Mobile and Technology, Twitter

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો