Home /News /explained /

સેન્સેક્સમાં ઉછાળોઃ ડેટ, સોના અને ઇન્ટરનેશનલ ફંડના રોકાણકારોએ હવે શું કરવું જોઇએ?

સેન્સેક્સમાં ઉછાળોઃ ડેટ, સોના અને ઇન્ટરનેશનલ ફંડના રોકાણકારોએ હવે શું કરવું જોઇએ?

સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તર પર.

Investment advise: સેન્સેક્સ અને નિફ્ટી દરરોજ નવી ઊંચાઇના રેકોર્ડ તોડી રહ્યા છે. તેનું મૂલ્ય માર્ચ, 2020ની નીચલી સપાટી કરતા પણ બમણું થઇ ગયું છે.

મુંબઈ: બજારનો માહોલ જોતા નિષ્ણાતોનું કહેવું છે કે, રિટેલ રોકાણકારોએ હવે રોકાણ માટે ઇક્વિટી માર્કેટને ધ્યાનમાં રાખી સાવચેતીપૂર્ણ અભિગણ કેળવવો જોઇએ. તેમાં અમુક જોખમો છે જેને અવગણી શકાય નહીં. કોવિડ-19ની ત્રીજી સંભવિત લહેરમાં દેશમાં આર્થિક ગતિવિધિઓ અને અન્ય હલચલ પર પ્રતિબંધો લાદી શકાય છે, જેથી અર્થતંત્ર અને કમાણી બંને ઘટાડા પર આવી શકે છે. ભારતમાં હજુ પણ મોટાભાગના લોકો કોરોનાની રસથી વંચિત છે. તેવામાં વધી રહેલ ફુગાવો અને વ્યાજદરો શેર માર્કેટ માટે સારી નિશાની નથી. આ ગતિવિધિ વચ્ચે અન્ય સંપત્તિ વર્ગો ડેટ, સોનું અને આંતરરાષ્ટ્રીય ભંડોળનું શું?

ઇક્વિટીઃ સાવધાની પૂર્ણ અભિગમ દાખવો

મોટાભાગના રોકાણકારોને ઇક્વિટી ફંડે કમાણી કરાવી છે, પરંતુ હવે પૈસા કમાવવા મુશ્કેલ કામ બની શકે છે. નિષ્ણાતો રોકાણકારોને સલાહ આપે છે કે, રોકાણકારોએ ઇક્વિટીમાં તેમના રોકાણની સાથે બજારોમાં આવતા ઉછાળાનો લાભ લેતી વખતે તેને જરૂર આંકે.

HDFC સિક્યોરીટિઝના રિસર્ચ હેડ દિપક જસાણીએ સલાહ આપે છે કે, હાલના રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં ઇક્વિટી ફંડ્સના ભારનું મૂલ્યાંકન કરે. “જો ભારણ તેના આયોજીત સ્તરથી વધુ છે, તો તેમણે તેને નીચે લાવવું જોઇએ. SIP રોકાણકારોએ તેમના CAGR વળતરનું મૂલ્યાંકન કરવું જોઇએ. જો 3થી વધુ વર્ષો દરમિયાન CAGR 16થી 18 ટકાથી વધુ છે, તો તેમણે તે SIPને બુક કરવા કે રોકવા વિશે જરૂર વિચારવું જોઇએ.” તેના મતે જે લોકો પાસે ઇક્વિટી ફંડમાં પર્યાપ્ત રોકાણ નથી, તેમના માટે શરૂઆત કરવા કોઇ પણ સમય સારો છે. વધુમાં તેણે જણાવ્યું કે, લાંબા સમયના રોકાણકારો માટે ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ અને ફોકસ્ડ ફંડ પહેલી પસંદ છે.

આ પણ વાંચો: ચોમાસા દરમિયાન તમારા વાહનની જાળવણી કેવી રીતે કરવી? શું શું ધ્યાનમાં રાખવું જોઈએ

ડેટ ફંડઃ ઓછા રિટર્નની આશા

છેલ્લા એક વર્ષમાં જોઇએ તો ડેટ ફંડે રોકાણકારોને નિરાશ કર્યા છે. વધુ લિક્વિડીટીના કારણે ઘટી રહેલ આવક અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે આરબીઆઇના ઉપાયોના પરીણામ સ્વરૂપ ડેટ ફંડોમાંથી ઓછું રિટર્ન મળ્યું છે. સ્પ્રેડ કમ્પ્રેશન અને અમુક કોર્પોરેટ બોન્ડ ડાઉનગ્રેડે પણ ફંડોને નકારારત્મક રીતે અસર કરી છે.

સુંદરમ મ્યુચૂઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર-ડેટ, દ્વિજેન્દ્ર શ્રીવાસ્તવ જણાવે છે કે, “જો તમે કર્વના મહત્વપૂર્ણ ભાગ પર નજર કરશો તો અહીં જોખમનો સમયગાળો ઓછો છે, તો વળતર સકારાત્મક વાસ્તવિક વળતર નથી. હાલ ફુગાવો 6 ટકાથીની આસપાસ છે અને સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ ફુગાવો 5-5.5 ટકા રહેવાની આશા છે. જો તમે સારી ગુણવત્તાના બોન્ડ ખરીદો છો, જ્યાં તેની આવક 5.3 ટકાથી વધુ છે( ચાર વર્ષની શેષ પરિપક્વતા સાથે) તો પણ સકારાત્મક વાસ્તવિક વળતર ઉભું કરવું મુશ્કેલ છે. તો બીજી બાજુ મોટા ભાગની બેંકોમાં સેવિંગ એકાઉન્ટમાં લગભગ 3 ટકા અને એફડી પર 4-5 ટકાના દરે વ્યાજદર મળે છે. રિટર્ન હવે ડેટ કરતાં ઓછું છે.”

શ્રીવાસ્તવની સલાહ છે કે, “જ્યાં સુધી તે સ્પષ્ટ ન થઇ જાય કે આરબીઆઇ વ્યાજ દરોનું આયોજન કઇ રીતે કરવા માંગે છે, ત્યાં સુધી લાંબાગાળાના ફંડથી દૂર રહેવું જોઇએ.” વધુમાં તેણે ઉમેર્યુ કે, હાલ ફિક્સ આવક ધરાવતા રોકાણકારો 1-3 વર્ષના સમયગાળા સાથે સારી ગુણવત્તાવાળા શોર્ટ ટર્મ ફંડ પર વિચાર કરી શકે છે. સંપત્તિ પર સારું રિટર્ન મેળવવા માટે તમે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ જેવા કે એસેટ એલોકેશન ફંડ જોઇ શકો છો. જે સ્ટોક અને બોન્ડને તેના સંબંધિત મૂલ્યાંકનના આધારે નાણા ફાળવે છે.

આ પણ વાંચો: આ SME સ્ટૉકે ચાર મહિનામાં આપ્યું 1,082%થી વધારે વળતર, 1 લાખના થઈ ગયા 12 લાખ રૂપિયા

સોનુઃ તમારી અપેક્ષાઓ મર્યાદિત કરો

બજાર અને આર્થિક મંદિના દરમિયાન સોનાની સુરક્ષિત સ્થિતિ તેને એક પસંદગી પૂર્ણ વિકલ્પ બનાવે છે. દા.ત. જ્યારે વર્ષ 2008, 2011,2016 અને 2020માં ઇક્વિટી બજારમાં ભારે ઘટાડો આવ્યો હતો ત્યારે સોનાએ સારું રિટર્ન આપ્યું હતું. જોકે, એચડીએફસી સિક્યોરિટીઝના જસાણીના જણાવ્યા અનુસાર, હાલના સમયગાળામાં સોનાએ પોતાની ચમક ગુમાવી દીધી છે, કારણ કે ઘણા રોકાણકારો ક્રિપ્ટોકરન્સી તરફ વળ્યા છે.

ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડના અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સના ફંડ મેનેજરના ચિરાગ મહેતા જણાવે છે કે, “રોકાણકારો ઘણી વખત એવા એસેટ ક્લાસથી આકર્ષિત થઇ જાય છે જે ઘણું સારું પ્રદર્શન કરે છે અને પોર્ટફોલિયોમાં અન્ય એસેટ ક્લાસના ઉદ્દેશ્ય અને ઉપયોગિતાને ભૂલી જાય છે. જ્યારે ઇક્વિટી માર્કેટ સારું પ્રદર્શન કરી રહ્યા હતા તો અન્ય રોકાણો પક્ષમાંથી બહાર આવી ગયા. જ્યાં જોખમ યુક્ત સંપત્તિઓ ટકી રહે છે, ત્યાં સારો પાયો ધરાવવા છતા સોનું નિશ્ચિત મર્યાદામાં રહી શકે છે.”

આ પણ વાંચો:  ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

મહેતાએ વધુમાં જણાવ્યું કે, “આપણે અમુક જોખમો જોઇએ છીએ, કારણ કે સપાટી પર ઘણી અનિશ્ચિતતા અને જોખમો છે. આપણે નથી જાણતા કે શું ટ્રીગર થશે અને ક્યારે થશે. પરંતુ જ્યારે પણ આવું થશે તે રોકાણકારોને સોના તરફ આકર્ષિત કરશે. તેથી રોકાણકારોએ આ અવસરનો ઉપયોગ કરવો જોઇએ, જેમાં મૂલ્યાંકનના દ્રષ્ટિકોણથી સોનું અપેક્ષાકૃત આકર્ષિત રહે છે.”

ઇક્વિટી અને અન્ય સંપત્તિઓની સાથે તેના ઓછા સંબંધને ધ્યાનમાં રાખતા સોનું એક સારું પોર્ટફોલિયો ડાયવર્સિફાયર પણ બની શકે છે. તે કોઈપણ સમયે તમારા પોર્ટફોલિયોના 5-10 ટકા ભાગ લઇ શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) અને ગોલ્ડ ETF પસંદગી પૂર્ણ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ છે.

આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલનો IPO ખુલ્યો, ખોટમાં ચાલતી કંપનીનો IPO ભરવો કે નહીં? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગ મેળવી રહ્યું છે લોકપ્રિયતા

છેલ્લા થોડા વર્ષોમાં અમેરિકા સહિત અમુક વૈશ્વિક બજારોએ ખૂબ સારું પ્રદર્શન કર્યુ છે અને ભારતીય રોકાણકારોને સારો લાભ પ્રદાન કર્યો છે. પરંતુ એડલવાઇસ એમએફના હેડ પ્રોડક્સટ્સ નિરંજન અવસ્થીએ જણાવ્યું કે, “અમેરિકન બજાર હવે સસ્તુ નથી. જો તમે S&P 500 ઇન્ડેક્સને ધ્યાનમાં લેશો તો તે પોતાના લોંગ ટર્મ એવરેજની સરખામણીએ પોતાની ફોરવર્ડ અર્નિંગ્સના 21 ગણા નજીક ટ્રેડ કરી રહ્યું છે, જે લગભગ 15 ગણુ છે.” અવસ્થીનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારોના 3 વિભાગો સારું પ્રદર્શન કરશે. જ્યારે અમેરિકામાં ગ્રોથ સ્ટોક્સે સારું પ્રદર્શન કર્યુ છે અને મોંઘા થઇ ગયા છે. જોકે, વેલ્યૂ સ્ટોક્સે એટલું સારું પ્રદર્શન કર્યુ નથી.

ચીન અને ગ્રેટર ચીન ક્ષેત્ર પણ સારું કરી રહ્યા છે. ચીન એકમાત્ર એવું બજાર છે જેનું વર્તમાનમાં યોગ્ય મૂલ્ય છે. ચીન પોતાને મેન્યૂફેક્ચરિંગ અર્થવ્યવસ્થામાંથી પોતે બનાવેલી વસ્તુઓના ઉપયોગની આગેવાની વાળી અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરી રહ્યું છે અને ટેક્નોલોજીની પ્રગતિમાં પણ આત્મનિર્ભર બની રહ્યું છે.

આ પણ વાંચો: Rolex Rings IPO: શેરની ફાળવણી આજે, તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે ચકાશો

અવસ્થિએ અસ્થિરતા વિશે ચેતવણી આપી છે કારણ કે, આપણે જાણીએ છીએ કે ચીન તેના રાજકીય વાતાવરણની દ્રષ્ટિએ કઇ રીતે કાર્ય કરે છે.

યુએસ ટેક્નોલોજી ફંડ્સ: અવસ્થિ જણાવે છે કે, “જો તમે અંતર્ગત કમાણીના વધારા પર નજર કરશો તો આ એક માત્ર ક્ષેત્ર છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકસી રહ્યું છે અને આગામી કેટલાક વર્ષોમાં પણ વૃદ્ધિ જાળવી રાખી શકે છે. તેમની કમાણીમાં કોઇ ચક્રિયતા નથી.” અમેરિકાના ટેક્નોલોજી સેક્ટરને મુખ્ય રૂપે પાંચ ફંડ આપવામાં આવ્યા છે, જેમાં એડલવાઇસ યૂએસ ટેક્નોલોજી, ઇક્વિટી એફઓએફ, મોતીલાલ ઓસ્વાલ નેસ્ડેક 100 ETF અને મિરાએ એસેટ NYSE FANG+EFT FoF છે. તે તમને તે વ્યવસાયો માટે અવસર આપશે જે ઘરેલૂ બજારમાં ઉપલબ્ધ નથી. ( DHURAIVEL GUNASEKARAN, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Equity, Investment, Portfolio, Share market, ગોલ્ડ, ચાંદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन