Dholavira: એવું તે શું છે હડપ્પા સંસ્કૃતિના આ શહેરમાં કે UNESCOની વિશ્વ ધરોહરની યાદીમાં તેનો સમાવેશ થયો?

Dholavira UNESCO World Heritage: હિંદુ ખીણની સભ્યતાના પાંચ મોટા શહેર પૈકીનું એક ધોળાવીરા ભૂજથી 250 કિમી દૂર આવેલું છે

Dholavira UNESCO World Heritage: હિંદુ ખીણની સભ્યતાના પાંચ મોટા શહેર પૈકીનું એક ધોળાવીરા ભૂજથી 250 કિમી દૂર આવેલું છે

  • Share this:
ગુજરાતની ધરોહર ધોળાવીરાને યુનેસ્કો (UNESCO) દ્વારા વિશ્વ ધરોહર (Dholavira UNESCO World Heritage list)માં સામેલ કરવામાં આવ્યું છે. હિંદુ ખીણની સભ્યતા (Indus Valley Civilization)ના પાંચ મોટા શહેર પૈકીનું એક ધોળાવીરા (Dholavira) ભુજથી 250 કિમી દૂર આવેલું છે. પુરાતત્વ સર્વે (Archeological Survey)માં આ શહેરના પ્લાનિંગ અને વાસ્તુકલાના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.

ધોળાવીરા એશિયાની શ્રેષ્ઠ સંરક્ષિત શહેરી વસાહતોમાંની એક

ચીનના ફુઝહુઓ પ્રાંતના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીનું 44માં સેશનમાં ધોળાવીરાને આ ગૌરવ પ્રાપ્ત થયું હતું. જેમાં ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે તાજેતરમાં તેલંગણાના કાકતીયા રુદ્રેશ્વર મંદિરને પણ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે. યુનેસ્કોએ તેની વેબસાઇટ પર ધોળાવીરાને દક્ષિણ-પૂર્વ એશિયાની શ્રેષ્ઠ સંરક્ષિત શહેરી વસાહતોમાંની એક ગણાવી છે.

જળ સંચય પદ્ધતિ સંશોધકો માટે રસનો વિષય

આ ધરોહરના બે ભાગ છે. એક ભાગમાં દિવાલથી ઘેરાયેલું શહેર અને છે, તેની પશ્ચિમ તરફ બીજા ભાગમાં કબ્રસ્તાન આવેલું છે. આ શહેર લગભગ 1500 વર્ષ સુધી વિકસ્યું હતું. ધોળાવીરા ખાતે ખોદકામ કરવામાં આવતાં સાત સાંસ્કૃતિક તબક્કાઓ મળી આવ્યા હતા. જે સિંધુ ખીણની સંસ્કૃતિના વિકાસ અને પતનનો પુરાવો આપે છે. આ ઉપરાંત ધોળાવીરાના બે ખુલ્લા મેદાન અને જળ સંચય પદ્ધતિ સંશોધકો માટે રસનો વિષય રહી છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી પ્રભાવશાળી પુરાતત્વીય સાઇટ્સ છે અને આ શહેર તેના સમયના સૌથી ભવ્ય સ્થળોમાંનું એક હતું.

આ પણ જુઓ, VIDEO: Dudhsagar Waterfall: ઊંચા પુલ પર ધોધ વચ્ચેથી નીકળી ટ્રેન, ગોવામાં જોવા મળ્યું અદભુત દૃશ્ય

સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નવા ડેવલપમેન્ટ સામે આવ્યા

ધોળાવીરા 1960ના ગાળામાં ભારતીય પુરાતત્ત્વીય સર્વેના જગત પતિ જોશી દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. ત્યારથી 1990 સુધી પુરાતત્વ વિભાગ દ્વારા સતત સંશોધન અને ખોદકામ ચાલતું હતું. આ દરમિયાન સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે પણ નવા ડેવલપમેન્ટ સામે આવ્યા હતા. આ દરમિયાન હડપ્પા, મોહેંજો-દારો, ગનેરીવાલા, રાખીગઢી, કાલીબંગન, રૂપનગર અને લોથલ જેવી કાંસ્ય યુગની સભ્યતાના મુખ્ય સ્થળોની પણ જાણ થઈ હતી.

ભારતીય પુરાતત્ત્વીય સર્વેના મત મુજબ, પૂર્ણ રીતે વિકસિત થયેલા આ શહેરમાં એક ગઢ, મધ્ય શહેર અને નીચેનું શહેર હતું. આ ઉપરાંત જળાશયો સાથે શહેરમાં બે સ્ટેડિયા અને ઉપભવન પણ હતું. તેમજ શહેરની આજુબાજુ કિલ્લાબંધી હતી.

આ પણ વાંચો, ન્યૂયોર્ક સિટીની આકર્ષક ઓફર, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા પર મળશે રોકડા 100 ડૉલર

કોમર્શિયલ અને મેન્યુફેક્ચરિંગ માટે મહત્વનું ગણાતું હતું શહેર

વર્ષ 1990થી 2005 સુધી આ સાઇટનો અભ્યાસ પુરાતત્ત્વવિદ્ રવિન્દ્રસિંહ બિશ્તના નેતૃત્વ હેઠળ થઈ રહ્યો હતો. આ શહેર તેના અસ્તિત્વ દરમિયાન કોમર્શિયલ અને મેન્યુફેક્ચરિંગ માટે મહત્વનું ગણાતું હતું અને તે 1500 વર્ષો સુધી એવું જ રહ્યું હતું. 1,500 BC સુધીમાં સભ્યતાનો વિકાસ અટકી ગયો હતો.

અત્યાધુનિક બાંધકામ સાથે સભ્ય સમાજ

આ શહેરમાં પાણીની વ્યવસ્થા માટે પણ ખૂબ આધુનિક મોડેલ હતું. આ ઉપરાંત શહેરમાં મેદાન તેમજ રોડ-રસ્તા અને ઘર હતા. જેના બાંધકામ સમાજ વ્યવસ્થાના પુરાવા આપે છે. સંસ્કૃતિના પ્રારંભિક તબક્કા દર્શાવે છે કે રહેવાસીઓ પ્લાસ્ટરની ઇમારતોમાં રંગીન માટીનો ઉપયોગ કરતા હતા. પરંતુ પાછળથી આ અચાનક અદૃશ્ય થઈ ગયું હતું. રાજાના આદેશ કે લોકોએ એક સાથે નિર્ણય કર્યો હોવાના કારણે આવું થયું હોવાનું માનવામાં આવે છે. ખોદકામમાં ઘણી પ્રાચીન વસ્તુઓ પણ મળી આવી છે. જેમાં સોના, ચાંદી, ટેરાકોટાના આભૂષણ, માટીકામ અને કાંસાના વાસણો શામેલ છે. ઇતિહાસકારોનું માનવું છે કે, આ સભ્યતાના દક્ષિણ ગુજરાત, સિંધ - પંજાબ અને પશ્ચિમ એશિયા સાથે વ્યાપારિક સંબંધો હતા.
First published: