Home /News /explained /ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની શું હોય છે જવાબદારી, જાણો સ્ટાફ અને પગારની વિગત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની શું હોય છે જવાબદારી, જાણો સ્ટાફ અને પગારની વિગત
જનરલ બિપિન રાવત
General Bipin Rawat helicopter crash - જનરલ બિપિન રાવત (Genrel Bipin Rawat)નું સીડીએસ તરીકેનું કામ ખૂબ મહત્વનું હતું. જાણો CDSની ભૂમિકા, ટર્મ અને પગાર શું હશે?
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતના મૃત્યુ (General Bipin Rawat helicopter crash)બાદ સરકાર હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ માટે યોગ્ય ઉમેદવારની શોધમાં છે. જેને આ પોસ્ટ પર નિમણૂક કરી શકાય. જનરલ રાવતે (General Bipin Rawat)પોતાના એક વર્ષના 341 દિવસના કાર્યકાળ દરમિયાન આ પદ પર ઘણું સારું કામ કર્યું અને એવું કામ કર્યું, જેની પ્રશંસા થઈ રહી છે. મુખ્યત્વે તેમણે સેનાની ત્રણેય પાંખ સાથે મળીને ઓપરેશન ચલાવવાની અને સેનાને આધુનિક બનાવવાની દિશામાં ઘણું કામ કર્યું છે. જાણો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું (Chief of Defense Staff)મુખ્ય કામ શું છે. ટર્મ શું છે અને તેમને કઈ સુવિધાઓ અને પગાર મળે છે.
કેટલો લાંબો હોય છે કાર્યકાળ
સીડીએસનો કાર્યકાળ 3 વર્ષ અથવા 65 વર્ષ સુધીનો છે, બેમાંથી જે વહેલું હોય તે લાગુ પડે છે. જનરલ રાવતે આ જવાબદારી સંભાળી ત્યારે આ પોસ્ટ પ્રથમ વખત બનાવવામાં આવી હતી. તેઓ 62 વર્ષની વયે આર્મી સ્ટાફના વડા તરીકે નિવૃત્ત થયા અને પછી CDS બન્યા. તેઓની વય 64 વર્ષ થવાની હતી.
શું તે સેનાના સૌથી મોટા અધિકારી છે
હા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેનાના સર્વોચ્ચ અધિકારી છે. તે 4 સ્ટાર ઓફિસર છે. તે સૈન્યના જે ભાગથી સંબંધિત હોય છે, તે જ ગણવેશ પહેરે છે. તેના પ્રતીકમાં, અશોક ચક્રની સાથે સૈન્યના ત્રણ ભાગોના પ્રતીકો સોનાના દોરાથી બનેલા છે.
તેમની ઓફિસમાં એક એડિશનલ સેક્રેટરી અને પાંચ જોઈન્ટ સેક્રેટરી અને સપોર્ટ સ્ટાફ છે. તેમની સાથે મળીને, તે કામ અને અન્ય ભૂમિકાઓ સંબંધિત સેનાના ત્રણેય ભાગો સાથે કામ કરે છે.
શું છે તેની ફરજો અને જવાબદારીઓ
તેની મુખ્ય જવાબદારી સેનાની ત્રણેય પાંખનો અસરકારક રીતે તમામ કામગીરીમાં એકસાથે ઉપયોગ કરવાની અને સેનાને આધુનિક બનાવવાની છે. મુખ્યત્વે તેઓ સંરક્ષણ પ્રધાનના મુખ્ય સંરક્ષણ સલાહકારની ભૂમિકામાં છે. તેની ફરજો અને જવાબદારીઓ નીચે મુજબ છે
શસ્ત્ર પ્રાપ્તિની પ્રક્રિયા કાર્યાન્વિત કરવી છે
-સૈન્યના ત્રણેય ભાગોને નજીક લાવી અને ત્રણેય પાસેથી શ્રેષ્ઠ કાર્ય કરાવવું -સૈન્ય સલાહકાર સાથે લશ્કરી બાબતોના વિભાગ સાથે વ્યવહાર કરવો જ્યારે જરૂર પડે ત્યારે થિયેટર કમાન્ડ બનાવવો -સેનાની ત્રણેય પાંખની એજન્સીઓ, સંસ્થાઓ અને સંબંધિત સાયબર અને સ્પેસને કમાન્ડ કરવું -ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ અને ડિફેન્સ પ્લાનિંગ કમિટીના સભ્ય હશે -ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના લશ્કરી સલાહકાર તરીકે કામ કરશે -ત્રણેય અંગોમાં સુધારણાના કાર્યક્રમોને આગળ ધપાવીને બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરીને સશસ્ત્ર દળોની ફાયરપાવરમાં વધારો કરવો.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો પગાર સેનાની ત્રણેય પાંખના વડાઓની બરાબર એટલે કે 2.5 લાખ રૂપિયા છે અને તેમને બંગલા સાથે સમાન સુવિધાઓ પણ મળે છે.
ડિફેન્સ ચીફ એટલે કે સીડીએસનું પદ બનાવવાનો નિર્ણય ક્યારે લેવામાં આવ્યો?
આ પોસ્ટ બનાવવાનો વિચાર તાજેતરના વર્ષોનો નથી. પરંતુ સત્તાવાર રીતે આ પોસ્ટ બનાવવાની વાત બધુ નક્કી થયા બાદ પણ મોકૂફ રાખવામાં આવી હતી. આખરે, 2019 માં, મોદી સરકારે તેને મંજૂરી આપી. આ વિચાર સૌપ્રથમ લોર્ડ માઉન્ટબેટને રજૂ કર્યો હતો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર