Home /News /explained /

શું છે Summit of Democracy, તાઇવાનને લઈ કેમ છે તે ચર્ચામાં?

શું છે Summit of Democracy, તાઇવાનને લઈ કેમ છે તે ચર્ચામાં?

પ્રતિકાત્મક તસવીર

અમેરિકા (US)એ 110 દેશોને લોકશાહી માટેની પરિષદ (Summit on Democracy) માટે આમંત્રણ આપ્યું છે. જેમાં આ સમયે વિશ્વમાં લોકશાહી સામેના પડકારો અને તકો પર ચર્ચા કરાશે અને સામૂહિક રીતે લેવામાં આવતા પગલાંને ધ્યાનમાં રાખીને તેમના માટે એજન્ડા બનાવવાનો પ્રયાસ કરશે. પરંતુ આ દેશોની યાદીમાં તાઇવાન (Taiwan)ના નામથી ચીન (china) નારાજ થયું છે.

વધુ જુઓ ...
અમેરિકા (US)એ 110 દેશોને લોકશાહી માટેની પરિષદ (Summit on Democracy) માટે આમંત્રણ આપ્યું છે. જેમાં આ સમયે વિશ્વમાં લોકશાહી સામેના પડકારો અને તકો પર ચર્ચા કરાશે અને સામૂહિક રીતે લેવામાં આવતા પગલાંને ધ્યાનમાં રાખીને તેમના માટે એજન્ડા બનાવવાનો પ્રયાસ કરશે. પરંતુ આ દેશોની યાદીમાં તાઇવાન (Taiwan)ના નામથી ચીન નારાજ થયું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)એ ડિસેમ્બરમાં યોજાનારી લોકશાહી પરની પરિષદ માટે 110 દેશોને આમંત્રણ આપ્યું છે. આ પરિષદ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાવા જઈ રહી છે. પરંતુ આ પરિષદ પણ વિવાદમાં આવી છે. આ સંમેલનમાં જ્યાં અમેરિકાએ ભારતની સાથે ઇરાક અને પાકિસ્તાન જેવા દેશોને આમંત્રણ આપ્યું છે. પરંતુ તાઇવાન(Taiwan)ને આમંત્રણ કરવાથી હોબાળો થઈ ગયો છે. ચીને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આવામાં લોકશાહી માટે આ પરિષદનું મહત્વ જાણવું પણ મહત્વપૂર્ણ છે.

અમેરિકાએ જાહેર કરી છે યાદી
આ પરિષદમાં સામ્યવાદી શાસનને કારણે ચીનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જ્યારે તાઇવાનને તેના દેશોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં અમેરિકાની જેમ નાટો દેશના સભ્ય ટર્કી પણ આ યાદીમાં ગાયબ છે. અમેરિકાના વિદેશ મંત્રાલય ગણાતા અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 110 દેશોની યાદી તેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: નાની ઉંમરે જ સંભાળી T-Seriesની કમાન, જાણો ભૂષણ કુમારની સફળતાની કહાની

શું છે આ પરિષદ
આવતા મહિને 9-10 ડિસેમ્બર દરમિયાન આ પરિષદ અમેરિકન રાષ્ટ્રપતિ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં વિશ્વના સત્તાવાર, ખાનગી ક્ષેત્રના નેતાઓની યજમાની કરશે. આ સંમેલનમાં હાલમાં લોકશાહી સામેના પડકારો અને તકો અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ આપણા દેશ અને વિશ્વમાં લોકશાહી અને માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે ખાનગી અને સામૂહિક રીતે ઠરાવો, સુધારાઓ અને જરૂરી પગલાંની ઘોષણા કરવા માટે એક મંચ પ્રદાન કરશે.

શું કહ્યું અમેરિકી વિદેશ મંત્રાલયે
સ્ટેટ મિનિસ્ટ્રીની સાઇટ પર બહાર પાડવામાં આવેલી પરિષદના પાના પર કહેવાયું છે કે બાઈડેન વહીવટીતંત્ર પહેલા દિવસથી જ અમેરિકા અને સમગ્ર વિશ્વમાં લોકશાહીને નવો આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે હાલના સમયે અણધાર્યા પડકારોનો સામનો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાઈડેને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર કહ્યું હતું કે કોઈ પણ લોકશાહી સંપૂર્ણ અને અંતિમ નથી."

આ પણ વાંચો: 800 વર્ષથી સૂતો જ્વાળામુખી ફાટી નીકળ્યો, ચોંકાવનારી તસવીરો આવી સામે

એક તક જોવામાં આવી રહી છે
બાઈડેન પ્રથમ લોકશાહી પરિષદનું આયોજન કરશે. તે વિશ્વના લોકશાહીઓ દ્વારા ઉભા થયેલા જોખમોનો સામનો કરવા માટે સામૂહિક પ્રયાસો સાથે એજન્ડા બનાવશે. અમેરિકાની દ્રષ્ટિએ આ પરિષદ વૈશ્વિક લોકશાહીને નવીનીકરણ માટે જરૂરી કાર્ય કરનારાઓને સાંભળવાની તક હશે.

આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ વિચલીત કરતો હત્યાનો live video, ચાર યુવકોએ માર મારતા યુવક ચોકમાં જ ઢળી પડ્યો

તાઇવાન પર ચીનની નારાજગી
આ યાદીમાં તાઇવાનના નામ પર ચીને નારાજગી વ્યક્ત કરી છે. ચીને શિખર સંમેલનમાં ભાગ લેનારા દેશોની યાદીમાં તાઇવાનને સામેલ કરવાની અમેરિકાની ભૂલ ગણાવી છે. તાઇવાન લોકશાહી સ્વ-શાસન છે, પરંતુ બેઇજિંગનો દાવો છે કે તે ચીનનો પ્રાંત છે.

આ પણ વાંચો: PSI-LRD ભરતીના કોલલેટર માટે 3 હેલ્પલાઇન નંબર શરૂ, શારીરિક કસોટી માટે મહત્ત્વની તારીખ જાહેર

બાઈડેન માટે એક પરીક્ષા
આ પરિષદ અમેરિકાને એવી સ્થિતિમાં પાછા લાવવાના બાઈડેનના સંકલ્પની કસોટી હોવાનું કહેવાય છે જેમાં અમેરિકા ચીન અને રશિયા જેવા સત્તાવાદી દળોને પડકારવા માટે વિશ્વનું નેતૃત્વ પ્રદાન કરી શકશે. આ કોન્ફરન્સમાં બંને દેશોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ 15 તોલા સોનું પડાવી લીધું

ચીનનો મત
ચીને અમેરિકાને એક-ચીન સિદ્ધાંતને વળગી રહેવા વિનંતી કરી છે. અમેરિકા ચીનની એક રાષ્ટ્રનીતિને તો માને છે, પરંતુ તેણે તાઇવાનને ચીનના ભાગ તરીકે માન્યતા આપી નથી. ચીનનું માનવું છે કે તાઇવાનને આમંત્રણ આપવું એ તેને ચીનના અલગ ભાગ તરીકે જોવાનો પ્રયાસ છે.
Published by:Riya Upadhay
First published:

Tags: China real life, Democracy, Explained, Joe biden, Taiwan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन