Home /News /explained /Explained: ભારતીય સેનાને મળનાર મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડની શું છે ખાસિયત, શા માટે છે જરૂરી?

Explained: ભારતીય સેનાને મળનાર મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડની શું છે ખાસિયત, શા માટે છે જરૂરી?

ભારતીય સેનાને મળનાર મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડની શું છે ખાસિયત (પ્રતિકાત્મક તસવીર)

આ ગ્રેનેડ 99 ટકા સચોટ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. અત્યાર સુધી ભારતમાં બીજા વિશ્વયુદ્ધના વિન્ટેજ મિલ્સ બૉમ્બ 36M હેન્ડ ગ્રેનેડ ઉપયોગમાં લેવાતા હતા. જેનું સ્થાન હવે દેશી MMGH ગ્રેનેડ લેશે

હથિયારોની બાબતમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે કરવામાં આવેલ પ્રયાસ સફળ થઇ રહ્યો છે. DRDOની લેબની મદદથી ઇકોનોમિક એક્સપ્લોસીવ લિમિટેડ કંપની દ્વારા બનાવેલ મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડ (Multi-Mode Hand Grenade) ભારતીય સેનાને સોંપવામાં આવી રહ્યા છે. મૂળ નાગપુરની ખાનગી કંપની દ્વારા 10 લાખ દેશી હેન્ડ ગ્રેનેડ આપવામાં આવશે. જેની પાછળ રૂ. 400 કરોડનો ખર્ચ થશે. આ ગ્રેનેડ 99 ટકા સચોટ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. અત્યાર સુધી ભારતમાં બીજા વિશ્વયુદ્ધના વિન્ટેજ મિલ્સ બૉમ્બ 36M હેન્ડ ગ્રેનેડ ઉપયોગમાં લેવાતા હતા. જેનું સ્થાન હવે દેશી MMGH ગ્રેનેડ લેશે.

સેનામાં દરેક રાઇફલમેન તેની સાથે બે ગ્રેનેડ્સ રાખે છે. જોકે, ગ્રેનેડ્સની અત્યાર સુધી ઘણી ફરિયાદો આવી છે. વર્તમાન ગ્રેનેડનો ઉપયોગ હેન્ડગ્રેનેડ અને રાઇફલ ગ્રેનેડ્સ બંને રીતે કરી શકાય છે. 20મી સદીની શરૂઆતમાં વિશ્વભરની સેનાઓએ ફ્રેગમેન્ટેશન ગ્રેનેડ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. જેના કેસીંગ્સને નાના ટુકડાઓમાં છુટા પડતા હતા. જે વિસ્ફો ટ પછી વધુ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે મલ્ટી-મોડ હેન્ડ ગ્રેનેડ્સમાં ગનપાઉડર તેમજ સેંકડો છરા હોય છે. અગાઉ તેમાં ધાતુની બોડી નક્કી કરાઈ હતી. જોકે, હવે તેને ફાઈબરની રાખવાનું નક્કી કરાયું છે.

ભારતીય સેના બ્રિટિશકાળમાં ઉપયોગ થતા તેવા પાઈનેપલ આકારના ગ્રેનેડ ઉપયોગ કરે છે. આ આકારના કારણે તેને કૅસિંગ ઝડપથી અલગ થતા હોય છે. સુધરેલી ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પણ પાઈનેપલ જેવી સંરચનાને યથાવત રાખવામાં આવી હતી. આ ગ્રેનેડ રાઈફલથી પણ ફાયર થઈ શકે છે. 36M નામના ગ્રેનેડને OFBની ફેક્ટરીમાં બનાવવામાં આવે છે.

36M ગ્રેનેડમાં ખામી

ભારતીય સેનામાં ઉપયોગમાં લેવાતા 36M ગ્રેનેડમાં કેટલીક ખામી છે. તેની પેટર્નમાં ક્ષતિ હોવાના કારણે ગ્રેનેડ ફેંકાનાર પર પણ ખતરો રહે છે. છતાં પણ આવા ગ્રેનેડનો ઉપયોગ દાયકાઓથી થતો આવ્યો છે. ત્યારે 36Mની ખામીઓને દૂર કરવા માટે મલ્ટી મોડ ગ્રેનેડ વિકસાવવામાં આવ્યું છે. તેમાં પ્રીફોર્મ્ડ સિલિન્ડરીકલ હળવા સ્ટીલ પ્રી-ફ્રેગમેન્ટનો ઉપયોગ થાય છે.

મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડને ડિફેન્સીવ અને ઓફેન્સીવ એમ બંને પ્રકારે કરી શકાય છે. ભારતમાં સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધી માત્ર ડેફેન્સીવ મોડમાં જ ગ્રેનેડનો ઉપયોગ થતો આવ્યો છે. મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રેનેડમાં શરૂઆતમાં વિસ્ફોટના સમયને લગતી તકનીકી સમસ્યા સામે આવી હતી. પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા સુધારા બાદ ભૂલોને દૂર કરવામાં આવી છે. સેનાએ તેનું પરીક્ષણ કર્યું છે અને આ ગ્રેનેડ સેનાના માપદંડમાં ખરા ઉતર્યા છે.

હેન્ડ ગ્રેનેડમાં એક કવર હશે. જેથી હેન્ડ ગ્રેનેડ જીવલેણ બની જશે. એટલે કે, તેનો ઉપયોગ દુશ્મનને ખતમ કરવા માટે કરી શકાય છે. કવર વગર હેન્ડ ગ્રેનેડ નોનલેથલ હશે, એટલે કે ઘાતક નહીં હોય. સૈનિકોએ શંકાસ્પદ સ્થળે પ્રવેશ કરવો પડે અને ત્યાં હાજર લોકોને ધડાકાથી ચોંકાવવા હોય ત્યારે તેનો ઉપયોગ થઈ શકશે. આ ગ્રેનેડની ડેવલપમેન્ટ આશરે 15 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં DRDO સાથે આર્મી અને OFBએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડની સપ્લાઈ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નાગપુરમાં મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડના હન્ડિંગ ઓવર સેરેમનીમાં ભાગ લીધો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, આ સંરક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ છે. આત્મનિર્ભરતા તરફ આપણા ભારતની આ એક મોટી સિદ્ધિ છે. આજે DRDO ની 'ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરી'ની મદદથી M/s Economic Explosive Limited દ્વારા પ્રથમ વખત ઉત્પાદિત મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડ ભારતીય સેનાને સોંપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આવા 10 લાખ ગ્રેનેડ ભારતીય સેનાને મળશે. જેની પાછળ 409 કરોડનો ખર્ચ થશે. ગ્રેનેડના ફિલ્ડ ટેસ્ટ કરવા માટે ડીઆરડીઓએ ચાર વર્ષ પહેલા કંપનીને ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. ગ્રેનેડનું પરીક્ષણ વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાં કરવામાં આવ્યું છે અને આ ગ્રેનેડે 99 ટકા સલામતી અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરી હોવાનું કહેવાય છે.

નાગપુરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે, ગ્રેનેડના ઉત્પાદનની મંજૂરી માર્ચ 2021માં મળી હતી અને 5 મહિનાની અંદર તમે 1 લાખ ગ્રેનેડ બનાવ્યા છે. મને ખાતરી છે કે, તમે આગામી સમયમાં ઘણું બધું કરશો.

હથિયારોની બાબતમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે દેશમાં મલ્ટી-મોડ હેન્ડ ગ્રેનેડની સાથે ઘણા વધુ હથિયારો બનાવવામાં આવી રહ્યા છે. આ માટે ખાનગી કંપનીઓ સાથે સરકારના વિભાગોની ભાગીદારી પણ થઈ છે.
Published by:kiran mehta
First published:

Tags: Indian Armed Forces, ભારતીય સેના

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन