Home /News /explained /Explained: પ્રોવિડન્ટ ફંડના નવા નિયમોથી તમારા ખિસ્સા પર શું થશે અસર? અહીં જાણો બધુ જ

Explained: પ્રોવિડન્ટ ફંડના નવા નિયમોથી તમારા ખિસ્સા પર શું થશે અસર? અહીં જાણો બધુ જ

EPFO ઓફિસ. (ફાઇલ તસવીર)

PF taxation rules: આવકવેરા વિભાગે કેટલાક એવા કેસ પકડ્યા હતા, જેમાં ઘણા મોટા રોકાણકારોએ કર બચાવવા માટે પીએફમાં પ્રોવિડન્ટ ફંડ મારફતે સ્વેચ્છાએ વધારાનું રોકાણ કર્યું હતું.

મુંબઈ: ફેબ્રુઆરીમાં બજેટની જાહેરાત બાદ નાંણા મંત્રાલયે હવે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં રૂ. 2.5 લાખ (ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે) અને રૂ. 5 લાખ (સરકારી કર્મચારીઓ માટે)ના કન્ટ્રીબ્યુશન પર વ્યાજની આવક પર ટેક્સ વસૂલવાના નિયમો જાહેર કર્યા છે. આ નાણાકીય વર્ષની શરૂઆતમાં સરકાર આ મર્યાદાઓથી આગળના કન્ટ્રીબ્યુશન પરના વ્યાજ પર કર વસૂલશે. નોટિફિકેશન અનુસાર પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સ પર વ્યાજની ગણતરી કરવા માટે અલગ ખાતું ખોલવામાં આવશે. હાલના તમામ EPF ખાતાઓને કરપાત્ર અને કરપાત્ર ન હોય તેવા ખાતાઓમાં વહેંચવામાં આવશે.

EPF કન્ટ્રીબ્યુશન પર ટેક્સ એટલે શું?

ગત કેન્દ્રીય બજેટમાં એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુના PF યોગદાન પર વ્યાજની આવક પર કરમુક્તિ નહીં મળે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી. EPFમાં ફાળો આપનારા પગારદાર કર્મચારીઓ માટે આ ચિંતાનો વિષય છે. જોકે, તે ફક્ત એવા લોકોને જ અસર કરશે, જેઓ વર્ષે 2.5 લાખથી વધુનું કન્ટ્રીબ્યુશન કરે છે. તેનાથી તેમના હાલના કોર્પસ અથવા તેના પર કુલ વાર્ષિક વ્યાજને અસર થશે નહીં. ત્યારબાદ માર્ચમાં સરકારે નાણા વિધેયક, 2021માં સુધારો રજૂ કર્યો હતો. જેમાં તેણે કરમુક્ત વ્યાજની આવકમાં કન્ટ્રીબ્યુશનની મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ સાથે સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં આપેલા કન્ટ્રીબ્યુશન માટે રાહત આપી હતી. જે માત્ર સરકારી કર્મચારીઓને જ ઉપલબ્ધ છે. એમ્પ્લોયર દ્વારા કન્ટ્રીબ્યુશન આપતી શરતનો અર્થ એ છે કે, ખાનગી ક્ષેત્રના મોટાભાગના કર્મચારીઓને તેનો લાભ મળશે નહીં. આનાથી કેટલાક ઉચ્ચ વેતન મેળવનારા એચએનઆઈ અને સરકારી નોકરીઓ ધરાવતા લોકોને ફાયદો થશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

આવકવેરા વિભાગે કેટલાક એવા કેસ પકડ્યા હતા, જેમાં ઘણા મોટા રોકાણકારોએ કર બચાવવા માટે પીએફમાં પ્રોવિડન્ટ ફંડ મારફતે સ્વેચ્છાએ વધારાનું રોકાણ કર્યું હતું. આવા જ એક રોકાણકારે પીએફમાં 103 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ પાસે 86 કરોડ રૂપિયા હતા. તેમને આ ડિપોઝિટ પર મળેલા વ્યાજ પર કોઈ કર ચૂકવવો પડ્યો નથી. તેને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે 2.5 લાખ રૂપિયાથી વધુ અને પછી 5 લાખથી વધુના કન્ટ્રીબ્યુશન પરના વ્યાજ પર કર લાદવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

EPFOએ કરપાત્ર અને કરપાત્ર ન હોય તેવા યોગદાનને અલગ કરવાની ઔપચારિકતા શરૂ કરી છે. ઇપીએફ બોર્ડના કેટલાક સભ્યોનું કહેવું છે કે, આવું કન્ટ્રીબ્યુશન આપનારાઓને અલગ પાડતા સમય લાગશે. પહેલા ડેટા એકત્રિત કરવો પડશે અને પછી આવા ખાતાઓ માટે એકાઉન્ટિંગ પ્રક્રિયા નક્કી કરવી પડશે. ડેટાને હજી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. CBDTએ કહ્યું છે કે, 2021નની 31 માર્ચ રોજ તેના પર ક્લોઝિંગ બેલેન્સ અને વ્યાજને નોન-ટેકસેબલ ગણવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારામને શું કહ્યું?

આ બાબતે નાણામંત્રી નિર્મલા સીતારામનનું કહેવું છે કે, આ ફંડ ખરેખર કામદારોના લાભ માટે છે અને કામદારોને આ નિર્ણયની અસર થવાની નથી. તે ફક્ત ટેક્સ બેનિફ માટે રોકાણ કરતા અને લગભગ 8 ટકાનું વળતર મેળવતા લોકો માટે છે. કેટલાક લોકોએ તેમાં એક કરોડ રૂપિયા પણ મુક્યા હતા.

કઈ રીતે લાગશે ટેક્સ?

જે લોકોએ દર મહિને પીએફમાં રૂ. 20,833નું કન્ટ્રીબ્યુશન આપ્યું હોય તેમનું વાર્ષિક રૂ. 2.5 લાખનું કન્ટ્રીબ્યુશન ગણાય. આટલા કન્ટ્રીબ્યુશન માટે મહિનાનો મૂળ પગાર ઓછામાં ઓછો 1,73,608 રૂપિયા હોવો જોઈએ. એ જ રીતે વાર્ષિક 5 લાખ કન્ટ્રીબ્યુશનનો અર્થ દર મહિને પીએફમાં રૂ. 41,666નું કન્ટ્રીબ્યુશન હોય તો મહિનાનો બેઝિક પગાર આશરે રૂ. 3,47,216 હોવો જોઈએ.

30 ટકાના ઉંચા ટેક્સ બ્રેકેટમાં રહેલી વ્યક્તિ માટે રૂ. 2.5 લાખથી વધુના કન્ટ્રીબ્યુશન પર વ્યાજની આવક પર સમાન માર્જિનલ કર દર રહેશે. જો કોઈ વ્યક્તિ દર વર્ષે પ્રોવિડન્ટ ફંડમાં રૂ. 3 લાખનું કન્ટ્રીબ્યુશન આપે છે તો તેના રૂ. 2.5 લાખથી વધુના કન્ટ્રીબ્યુશન પર વ્યાજ એટલે કે રૂ. 50,000 પર કર લાગશે. જો તે 30 ટકાના બ્રેકેટમાં આવતો હશે તો તેને રૂ.1325 ટેક્સ લેખે ચૂકવવા પડશે.

બીજી તરફ એક વર્ષમાં રૂ. 12 લાખનું કન્ટ્રીબ્યુશન આપનાર વ્યક્તિ માટે વ્યાજની આવક રૂ. 9.5 લાખ (રૂ.12 લાખમાંથી રૂ.2.5 લાખ કાઢવાના રહે) પર ટેક્સ લાગુ થશે. આ કેસમાં રૂ. 25,200નો ટેક્સ ચૂકવવો પડશે.

શું કાયમ માટે ટેક્સ લાગશે?

નોટિફિકેશન મુજબ વધારાના કન્ટ્રીબ્યુશન પર દર વર્ષે વ્યાજની આવક પર કર લાગશે. આનો અર્થ એ થયો કે, જો નાણાકીય વર્ષ 22માં PFમાં તમારું વાર્ષિક કન્ટ્રીબ્યુશન રૂ. 10 લાખ હોય તો રૂ.7.5 લાખ પર વ્યાજની આવક પર માત્ર નાણાકીય વર્ષ 2022માં જ નહીં પરંતુ ત્યાર પછીના તમામ વર્ષો માટે પણ ટેક્સ લાગશે. નાણાકીય વર્ષ 2023માં PF કન્ટ્રીબ્યુશન એક સરખું હશે તો રૂ.15 લાખ પરના વ્યાજની આવક પર ટેક્સ ચૂકવવો પડશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Epfo, Explained, PF

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन