બાળકોના રક્ષણ માટેનો POCSO કાયદો શું છે? આટલું જાણવું છે આવશ્યક

બાળકોના રક્ષણ માટેનો POCSO કાયદો શું છે? આટલું જાણવું છે આવશ્યક
પ્રતીકાત્મક તસવીર

બાળકો સાથે થતા શોષણના કિસ્સામાં કડક સજાની જોગવાઈ છે. ત્યારે આવા કેસમાં શું કાર્યવાહી થાય છે?

  • Share this:
બાળકો (Children) સમાજનું ભવિષ્ય છે, છતાં આધુનિક સમાજમાં પણ બાળકોની જાતીય સતામણી (Physical Harassment)ના બનાવ સતત વધ્યા છે. અવારનવાર આવા બનાવ સામે આવે છે. બાળકો સાથે થતા શોષણના કિસ્સામાં કડક સજાની જોગવાઈ છે. ત્યારે આવા કેસમાં શું કાર્યવાહી થાય છે તેની વિગતો અહીં ટાંકવામાં આવી છે.

બાળકોની સતામણીના જોખમોવ્યક્તિના બાળપણ (Childhood)માં બનેલા બનાવો આજીવન તેના વ્યવહાર ઉપર અસર કરે છે. માતા પિતા, કે અન્ય વાલી કાળજી લે નહીં તો પરિણામ જોખમી પણ આવે છે. બાળકને શારીરિક અને માનસિક તકલીફમાંથી પસાર થવું પડે છે.

બાળકોની જાતીય સતામણી શું છે?

કુમળા મનના બાળકની જાતીય સતામણીથી લાંબા ગાળે સમાજ ઉપર ગંભીર અસર પડે છે. બાળક સાથે જાતીય ગતિવિધિ કરવી તે ગુનો છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પૂરતો ન થયો હોય, પુખ્ત વયના ન હોય ત્યારે આવી ઘટના બને તો ગંભીર પરિણામ ભોગવવા પડે છે.

પોકસો(POCSO) શું છે?

બાળકોને જાતીય સતામણીથી બાચવવા માટે સરકારે કડક કાયદા બનાવ્યા છે. જે પૈકીનો એક કાયદો પોકસો છે. ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઑફેન્સ એકટ 2012 તેનું સત્તાવાર નામ છે.

આ પણ વાંચો, INS Karanj: NAVYમાં સામેલ થઈ ‘સાયલન્ટ કિલર’, જાણો INS કરંજમાં શું છે ખાસ

કેવા બાળક પોકસો એકટ હેઠળ આવે છે?

18 વર્ષથી નીચેના વ્યક્તિને બાળક ગણવામાં આવે છે. કાયદેસર રીતે પુખ્ત થવા માટેની વ્યાખ્યામાં 18 વર્ષને માન્ય ગણવામાં આવ્યા છે.

પોકસો હેઠળ ફરિયાદ ક્યારે થઈ શકે?

બાળકના શોષણ સહિતના મામલે પોકસોના કાયદાનું ભંગ થતો હોય તેવી જાણ થાય ત્યારે ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પણ વાંચો, JEE Result Topper: પિતા લગાવે છે ચાટનો ઠેલો, દીકરાને JEEમાં આવ્યા 99.91 પર્સેન્ટાઇલ, જાણો સફળતાનું રહસ્ય

પોકસો હેઠળ કોણ ફરિયાદ નોંધાવી શકે?

બાળક ઉપરાંત વાલી, તબીબ, સ્કૂલ સાથે સંકળાયેલા વ્યક્તિ સહિતના કોઈપણ વ્યક્તિ પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવી શકે છે.

પોકસો હેઠળ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા

આ કાયદા હેઠક કૃત્ય થયું હોવાનું જાણ થાય તો ગમે તે વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે. બાળકોના જાતીય સતામણીના ગુનાને રોકવા સ્પેશિયલ જુવેનિલ પોલીસ યુનિટ બનાવવામાં આવી છે. ઉપરાંત લોકલ પોલીસને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

ફરિયાદ નોંધાવવા માટે કોઈ સમયમર્યાદા ખરી?

આ કાયદા હેઠળ ફરિયાદ નોંધવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી. બાળપણમાં થયેલા અત્યાચાર અંગે ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકાય છે. ભલે તે સમયે પીડિત કોઈપણ ઉંમરનો હોય.
Published by:News18 Gujarati
First published:March 10, 2021, 13:38 IST

ટૉપ ન્યૂઝ