Home /News /explained /Jahangirpuri Violence: જાણો શું છે NSA, જે જહાંગીરપુરી હિંસામાં 5 લોકો પર લગાવવામાં આવ્યો

Jahangirpuri Violence: જાણો શું છે NSA, જે જહાંગીરપુરી હિંસામાં 5 લોકો પર લગાવવામાં આવ્યો

NSA હેઠળ કરવામાં આવતી ધરપકડ સામાન્ય ધરપકડ કરતાં બહુ અલગ હોય છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

NSA in Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા બાદ પોલિસે 5 આરોપીઓની એનએસએ હેઠળ ધરપકડ કરી છે. જ્યારે રાસુકા એટલે કે NSAમાં ધરપકડ થાય છે તો પોલિસને FIR નોંધવાની જરૂર નથી રહેતી. જાણો આ કાયદો શું છે અને તેની શરૂઆત ક્યારે થઈ.

Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરી (Jahangirpuri)માં શોભાયાત્રા દરમિયાન હિંસા (Violence) ને લઇને એ 5 લોકો વિરુદ્ધ રાસુકા એટલે કે એનએસએ (NSA) લગાવાયો છે, જેને પોલિસ આ મામલે ષડ્યંત્ર, ઉશ્કેરણી અને હિંસા માટે દોષી માની રહી છે. આમ તો રાસુકાને લઇને પહેલા ઘણી વખત વિવાદો પણ થઈ ચૂક્યા છે. આ બહુ કડક કાયદો છે. તેના હેઠળ કોઈ FIR ફાઇલ કરવામાં નથી આવતી અને આરોપી/દોષીની સીધી ધરપકડ કરવામાં આવે છે.

NSAને National Security Act અથવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પણ કહેવામાં આવે છે. આ એક એવો કાયદો છે જેને એક સમયે કોંગ્રેસની સરકારે બનાવ્યો હતો પરંતુ એ આજે પણ લાગુ છે. તેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્યમાં બીજેપી સરકારોએ પણ ખૂબ કર્યો છે.

ક્યારે લાગી શકે છે NSA

NSA વાસ્તવમાં દેશની સુરક્ષા માટે સરકારને વધુ સત્તા આપવા સંબંધિત એક કાયદો છે. આ કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારને કોઇપણ શંકાસ્પદ નાગરિકની અટકાયત કરવાની સત્તા આપે છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ આવશ્યક ચીજવસ્તુઓ, સેવાઓ અને જાહેર વ્યવસ્થામાં કોઈપણ રીતે ખલેલ પહોંચાડે તો તેની સામે પણ એનએસએ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આમ તો તેના હેઠળ એક વર્ષની સજાની જોગવાઈ છે, પરંતુ જો સરકારને કેસ સંબંધિત નવા પુરાવા મળી જાય તો સજા વધુ લંબાઈ શકે છે.

આ પણ વાંચો: Hate Speech: કાનૂનની નજરમાં શું છે હેટ સ્પીચ, કેટલી સજા થઈ શકે છે? જાણો

કોંગ્રેસ દરમિયાન થઈ શરૂઆત

આ કાયદાની શરૂઆત બ્રિટિશ શાસનના સમયમાં થઈ. બંગાળ રેગ્યુલેશન-III, 1818 (Bengal Regulation-III, 1818) હેઠળ અંગ્રેજ સરકાર કોઈને પણ વગર કાનૂની પ્રક્રિયા એટલે કે તપાસમાંથી પસાર થયા વિના બંધ કરી શકતી હતી. આ એક મોટી સત્તા હતી, જે સરકાર વિરુદ્ધ બોલનારાઓને ઓછામાં ઓછા થોડા સમય માટે ચૂપ કરી શકતી હતી.

બાદમાં આ કાયદો હટાવી દેવામાં આવ્યો, પરંતુ વર્ષ 1971માં તત્કાલીન કોંગ્રેસ સરકાર તેને લઈને આવી. ત્યારે તે આંતરિક સુરક્ષા કાયદો કહેવામાં આવ્યો હતો. જો કે જનતા સરકારે સત્તામાં આવતાં તેને હટાવી દીધો, પરંતુ કોંગ્રેસે તેને ફરીથી લાગુ કરી નાખ્યો.

NSAમાં નાગરિક અધિકારોનો ભંગ પણ થાય છે

સામાન્ય રીતે કોઈની ધરપકડ થાય તો પણ તેના મૂળભૂત અધિકારોના રક્ષણની વાત કરવામાં આવે છે. તેના હેઠળ આરોપી કે દોષીને એ જાણવાનો અધિકાર છે કે તેનો દોષ શું છે. બંધારણમાં પણ કલમ 22(1) માં જણાવવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિને અપરાધ જાણવા અને સલાહ મેળવવાનો અધિકાર છે. જો કે, રાસુકા (NSA)માં આ અધિકારોની અવગણના થઈ શકે છે.

આ પણ વાંચો: શું તમને પણ અંધારામાં ટીવી અને લેપટોપ જોવાની આદત છે? જાણી લો તે શા માટે ખતરનાક છે

આમાં ધરપકડ સમયે તે જણાવવામાં નથી આવતું કે ખરેખર કયા આરોપો અથવા કામ માટે ધરપકડ કરવામાં આવી રહી છે. કોર્ટમાં પણ તેની સુનાવણી સરળતાથી થતી નથી.

'નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો' (National Crime Records Bureau) જે દેશમાં ગુના સંબંધિત ડેટા એકત્રિત કરે છે, તે પોતાના ડેટામાં NSA હેઠળ આવતા કેસનો સમાવેશ કરતું નથી કારણ કે, આ કેસોમાં કોઈ FIR કરવામાં આવતી નથી. આ પણ એક મોટી સમસ્યા છે.

હાલમાં ક્યાં-ક્યાં લાગ્યો છે NSA?

છેલ્લા કેટલાક સમયમાં અનેક લોકો પર એનએસએ હેઠળ કાર્યવાહી થઈ. આમાં ઘણા કેસ કોરોના સંબંધિત પણ હતા. જેમ કે, ગાઝિયાબાદમાં કથિત રીતે હોસ્પિટલ સ્ટાફ સાથે ગેરવર્તન કરનારાઓ પર એનએસએ લાગુ કરવામાં આવ્યો હતો.

એ જ રીતે કોરોના સંક્રમિતો પાસે ગયેલા હોસ્પિટલના સ્ટાફ પર પથ્થરમારો કરનારાઓ પર પણ NSA હેઠળ કાર્યવાહી થઈ હતી. આ ઉપરાંત, આ કાયદા હેઠળ ગૌહત્યા સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી થઈ છે. યુપી પોલીસે છેલ્લા કેટલાક સમયમાં સૌથી વધુ ગૌહત્યાના કેસમાં આ કાર્યવાહી કરી છે.
First published:

Tags: Arrest, Delhi violence, Explained, Jahangirpuri violence, Jahangirpuri Violence Case, National News in gujarati, NSA, Rioting case, જ્ઞાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો