Multiverse: શું એકથી વધુ બ્રહ્માંડ અસ્તિત્વમાં હોઈ શકે છે? જાણો તેમાં કેટલું સત્ય છે
Multiverse: શું એકથી વધુ બ્રહ્માંડ અસ્તિત્વમાં હોઈ શકે છે? જાણો તેમાં કેટલું સત્ય છે
મલ્ટીવર્સ (Multiverse)ના કોન્સેપ્ટનો ઉલ્લેખ વિજ્ઞાનમાં પણ ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે. (Image via Wikimedia Commons)
Multiverse: મલ્ટીવર્સ (Multiverse) શબ્દ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડો. સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ’ને લીધે ચર્ચામાં છે. મલ્ટીવર્સ એટલે કે એકથી વધુ ઘણાં બધા બ્રહ્માંડ (universe)નો ખ્યાલ વિજ્ઞાન (Concept of Science)માં તો છે, પરંતુ તેના હોવા કે ન હોવાની પુષ્ટિ કરવાની સ્થિતિમાં વૈજ્ઞાનિકો નથી.
Multiverse: સાઈ-ફાઈ (Science Fiction) અને ફેન્ટસી ફિલ્મોમાં આપણે કાલ્પનિક પાત્રો જોઈએ છીએ અથવા એવા સાધારણ માણસને જોઈએ છીએ જેની પાસે અનોખી શક્તિઓ હોય છે, જે સામાન્ય રીતે જીવનમાં શક્ય નથી. પરંતુ આવી ફિલ્મોમાં વિશ્વસનીયતા ઊભી કરવા માટે, વાર્તામાં ક્યારેક વિજ્ઞાનના ખ્યાલોનો (Concepts of Science) પણ ઉપયોગ કરવામાં આવે છે. માર્વેલ સિરીઝની ફિલ્મોનો એક નાયક ડો. સ્ટ્રેન્જ (Dr Strange) પણ આવું જ એક પાત્ર છે જે ટાઈમ ટ્રાવેલ (Time Travel) કરી શકે છે. આ સિરીઝની લેટેસ્ટ ફિલ્મમાં મલ્ટીવર્સના કોન્સેપ્ટ (Concept of Multiverse)નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને ટાઇટલમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આવો જાણીએ શું છે આ મલ્ટિવર્સ અને વિજ્ઞાન અનુસાર તેના અસ્તિત્વમાં કેટલું સત્ય છે.
નવું નામ નથી મલ્ટિવર્સ
ડો. સ્ટ્રેન્જની આ સિરીઝની નવી ફિલ્મનું નામ છે ‘ડો. સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ’ જે તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ નામે પહેલાથી જ ઉત્સુકતા જગાડી છે. અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો આ મલ્ટિવર્સના નામથી અજાણ નથી. મલ્ટીવર્સ એ એક વૈજ્ઞાનિક કોન્સેપ્ટ છે, પરંતુ આપણા વૈજ્ઞાનિકો તેના અસ્તિત્વની પુષ્ટિ કરવાની સ્થિતિમાં નથી કે તેના પર એકમત નથી.
મલ્ટિવર્સને સમજવા માટે પહેલા આપણે બ્રહ્માંડ (Universe)ને સમજવું પડશે. આપણે અવકાશમાં જેટલી પણ ચીજોનું અસ્તિત્વ સમજી શકીએ છીએ તે બ્રહ્માંડનો ભાગ છે જે એક જ માનવામાં આવે છે. આમાં દરેક જગ્યાએ સમાન નિયમ લાગુ પડે છે, જેને સાર્વભૌમિક નિયમ કહેવામાં આવે છે. આપણું બ્રહ્માંડ કેટલું વિશાળ છે તે આપણે જાણતા નથી. એવું પણ બને કે જ્ઞાત બ્રહ્માંડથી પણ અબજો પ્રકાશવર્ષ દૂર સુધી વાસ્તવિક બ્રહ્માંડ ફેલાયેલું હોય જેમાં ગેલેક્સી, તારા, ગ્રહો અને દરેક વસ્તુ હાજર હોય.
આપણું બ્રહ્માંડ માત્ર એક વિકલ્પ છે. એવું પણ બની શકે છે કે બીજું બ્રહ્માંડ હોય અને તેમાં કેટલાક અલગ સૌર કોસ્મોલોજિકલ નિયમો હોય. (Image- shutterstock)
ટાઇમ ટ્રાવેલની ક્ષમતા?
એવી પણ સંભાવના છે કે પૃથ્વી જેવા ગ્રહો છે જે આપણી પહોંચથી ઘણા દૂર છે અને ત્યાં આપણા ગ્રહ જેવું જીવન હોઈ શકે છે. આ ફિલ્મમાં આ જ પૃથ્વી વચ્ચે ટાઇમ ટ્રાવેલ એટલે સમય યાત્રાની ક્ષમતા બતાવવામાં આવી છે, જેના માટે ડો. સ્ટ્રેન્જ જાદુનો ઉપયોગ કરતા જોવા મળે છે. એક બાજુ વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે કે આપણે ક્યારેય પ્રકાશ કરતાં વધુ ઝડપથી મુસાફરી કરી શક્તા નથી, પરંતુ ઘણા વૈજ્ઞાનિક ખ્યાલોએ એના સિવાયની પણ શક્યતા રજૂ કરી છે.
કેટલાક નિયમોની મર્યાદા
સંશોધનમાં વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં ગમે ત્યાં સુધી પહોંચવાના એક માધ્યમને વોર્મહોલ નામ આપ્યું છે. વોર્મહોલ એક શક્યતા છે. જ્યારે આપણા બ્રહ્માંડમાં જીવનનું નિર્માણ તત્વોના વિશિષ્ટ સંયોજન દ્વારા થઈ શકે છે, જે બ્રહ્માંડમાં દરેક જગ્યાએ શક્ય છે. પરંતુ આ બધું બ્રહ્માંડના સાર્વત્રિક નિયમો દ્વારા બંધાયેલું છે, જેને ગુરુત્વ, પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન વગેરેનો ભાર એકબીજાથી બંધાવાના ન્યુક્લિયર ફોર્સ વગેરે એક જ નિયમમાં બંધાયેલું છે.
બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેની સૌથી લોકપ્રિય માન્યતા એ બિગ બેંગ થિયરી છે જે પોતે સાબિત થઈ શકી નથી. (Image- shutterstock)
મલ્ટિવર્સની વૈજ્ઞાનિક અવધારણા
આ રીતે જોવામાં આવે તો આપણું બ્રહ્માંડ માત્ર એક વિકલ્પ છે. પરંતુ એવું પણ બની શકે છે કે બીજું બ્રહ્માંડ હોય અને તેમાં કેટલાક અલગ સૌર કોસ્મોલોજિકલ નિયમો હોય જેમ કે ઇલેક્ટ્રોન જ ન્યુટ્રોન અને પ્રોટોન જેટલું ભારે હોય. અને આ પ્રકારના જુદા જુદા નિયમોવાળા ઘણા બ્રહ્માંડો હોઈ શકે છે. આ મલ્ટિવર્સનો વૈજ્ઞાનિક ખ્યાલ છે.
માર્વેલનું મલ્ટિવર્સ કંઈક અલગ રીતે બતાવવામાં આવ્યું છે. આમાં પરમાણુના સંયોજન અલગ અલગ છે અને સાથે આપણા બ્રહ્માંડના કેટલાક બળ પણ છે. દેખીતી રીતે અઢી કલાકની ફિલ્મમાં વાર્તાને અસરકારક અને શક્તિશાળી અને શક્ય બનાવવા માટે જાદુનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં આવા નાના મોટા ફેરફારો મલ્ટિવર્સ માટે પૂરતા હશે, આ એક અલગ વૈજ્ઞાનિક ચર્ચા બની શકે છે.
વાસ્તવમાં, બ્રહ્માંડની ઉત્પત્તિ સંબંધિત ઘણા અનુત્તરિત પ્રશ્નો મલ્ટિવર્સની શક્યતાઓનો વિકલ્પ આપે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેની સૌથી લોકપ્રિય માન્યતા એ બિગ બેંગ થિયરી છે જે પોતે સાબિત થઈ શકી નથી અથવા જે હજુ સુધી સાબિત કરવું શક્ય નથી. તો બ્રહ્માંડ શા માટે આટલું બધું વિસ્તરી રહ્યું છે અને તે આ રીતે કેમ ફેલાઈ રહ્યું છે તે અંગે ઘણા પ્રશ્નો રહે છે. આ વિષય પર કોસ્મિક ઇન્ફ્લેશનનો એક ખ્યાલ પણ છે, જે મલ્ટિવર્સ બનાવવાની સંભાવના બનાવે છે. હવે વૈજ્ઞાનિકો કહી શકશે કે મલ્ટિવર્સ હજુ પણ સંશોધનની પ્રક્રિયામાં છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર