Home /News /explained /Moyamoya Disease: મોયામોયા રોગ શું છે? જેના ઇલાજ માટે વડોદરામાં પ્રથમ વખત થઈ સફળ સર્જરી

Moyamoya Disease: મોયામોયા રોગ શું છે? જેના ઇલાજ માટે વડોદરામાં પ્રથમ વખત થઈ સફળ સર્જરી

દુર્લભ મોયામોયા રોગના ઇલાજ માટે પહેલી વખત વડોદરાની હોસ્પિટલમાં સફળ સર્જરી (ANI)

What is Moyamoya Disease: વડોદરાની SSG હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું કે મોયામોયા રોગની સારવાર માટે સર્જરીમાં ખોપરી (Scalp) અથવા નજીકની માંસપેશીઓમાંથી રક્તવાહિનીઓ (blood vessel)ને ડાયવર્ટ કરીને મગજ (brain)માં લોહીનો સ્ત્રાવ થાય એ સુનિશ્ચિત કરવામાં આવે છે.

વધુ જુઓ ...
Moyamoya Disease: વડોદરા (Vadodara)ની SSG હોસ્પિટલમાં પહેલી વખત ન્યુરોસર્જરી (Neurosurgery) વિભાગે ગયા મહિને પાંચ અને આઠ વર્ષની ઉંમરના બે બાળકોમાં દુર્લભ મોયામોયા રોગની સારવાર માટે બે સેરેબ્રલ રિવાસ્કુલરાઇઝેશન સર્જરી (cerebral revascularization surgeries) સફળતાપૂર્વક પાર પાડી છે. આ બંને બાળકોને ઘણી વખત સ્ટ્રોક આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. SSG હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાજન અય્યર અને ન્યુરોસર્જરી વિભાગના ડૉક્ટરોના જણાવ્યા મુજબ બંને બાળકો સ્વસ્થ થઈ ગયા છે. બંને બાળકોનું 17 અને 23 ફેબ્રુઆરીના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે સંપૂર્ણ સફળ રહ્યું હતું.

વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG Hospital Vadodara)ના ડોકટરોએ જણાવ્યું કે મોયામોયા રોગ (Moyamoya Disease)ની સારવાર માટે સર્જરીમાં ખોપરી (Scalp) અથવા નજીકની માંસપેશીઓમાંથી રક્તવાહિનીઓ (blood vessel)ને ડાયવર્ટ કરીને મગજ (brain)માં લોહીનો સ્ત્રાવ થાય એ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ એક જટિલ સર્જરી છે, જે પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલે છે.

આ પણ વાંચો: Black Hole નીકળ્યો Vampire Star, ચિત્રવિચિત્ર સિગ્નલથી આશ્ચર્યમાં છે વૈજ્ઞાનિકો!

એસએસજી હોસ્પિટલના એન્ડોવસ્ક્યુલર ન્યુરોસર્જન (Endovascular neurosurgeon) ડો. પાર્થ મોદીએ જણાવ્યું કે આ સર્જરીમાં રક્તવાહિનીઓનું મસ્તિષ્કમાં ટ્રાન્સપ્લાન્ટ સામેલ છે. જે ખૂબ જ નાજુક અને સમય માગી લે તેવી સર્જરી છે. અમે ઇનડાયરેક્ટ વેસ્ક્યુલરાઇઝેશન (indirect vascularisation)ની પ્રક્રિયા અપનાવી છે. જેમાં ખોપરીની સપાટીથી મગજની સપાટી સુધી રક્તવાહિનીઓનું પ્રત્યારોપણ સામેલ હતું. દરેક સર્જરીમાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચો: વિદેશથી અભ્યાસ કરીને આવતા વિદ્યાર્થીઓ દેશમાં વધુ સારી મેડિકલ સેવા આપે છે? જાણો

મોયામોયા રોગ શું છે?

મોયામોયા રોગ રક્ત વાહિનીથી જોડાયેલો એવો રોગ છે જેમાં મગજની કેરોટીડ ધમની (Carotid Artery) સાંકડી અથવા સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે. કેરોટીડ ધમની મગજમાં લોહીનું વહન કરતી મુખ્ય ધમની છે. તેના કારણે મગજમાં લોહીનો પ્રવાહ ઓછો અથવા બંધ થઈ જાય છે. આ સમસ્યા મુખ્યત્વે બાળકોમાં જોવા મળે છે, પરંતુ તે અમુક પુખ્ત વયના લોકોને પણ અસર કરે છે. આ કારણે બાળકોને આંચકી આવે છે. પૂર્વ એશિયાના દેશોમાં, ખાસ કરીને કોરિયા, જાપાન અને ચીનમાં આ રોગ બાળકોમાં ખૂબ જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ આનુવંશિકતા માનવામાં આવે છે.
First published:

Tags: Explained, Explainer, Know about, National News in gujarati, Successful surgery, Vadoadara, Vadodara City News, જ્ઞાન