Home /News /explained /Explained: શું છે Islam Map જેના કારણે ઓસ્ટ્રિયાના મુસ્લિમોને આવ્યો ગુસ્સો?

Explained: શું છે Islam Map જેના કારણે ઓસ્ટ્રિયાના મુસ્લિમોને આવ્યો ગુસ્સો?

નેશનલ મેપ ઓફ ઈસ્લામ નામની વેબસાઇટ આવવાની સાથે જ ઓસ્ટ્રિયામાં હોબાળો મચી ગયો. (પ્રતીકાત્મક તસવીર pixabay)

ઓસ્ટ્રિયાના સ્થાનિક મુસ્લિમોમાં ડર છે કે મુસ્લિમ સંસ્થાન અને મસ્જિદના નામ એડ્રેસની જાણકારી આપવાથી ઈસ્લામોફોબિક લોકો નુકસાન પહોંચાડી શકે છે

    યૂરોપિયન દેશો (European Countries) સાથે મુસ્લિમો (Muslims)નો ખૂબ જ મજબૂત સંબંધ છે. યુદ્ધ પ્રભાવિત મિડલ-ઈસ્ટ (Middle East)માંથી આવેલ અનેક મુસ્લિમ અહીંના દેશોમાં શરણાર્થી (Refugee) છે, અનેક લોકોને નાગરિકતા (Citizenship) પણ મળી ગઈ છે. તેમ છતા આ દેશોમાં ઘણી વાર સમુદાય વિશેષ માટે અલગતા જોવા મળે છે. આવી જ એક પ્રકારની ઘટના ઓસ્ટ્રિયા (Austria)માં જોવા મળી છે. ઇન્ટિગ્રેશન મંત્રી સુસૈન રાબે ‘નેશનલ મેપ ઓફ ઈસ્લામ’ (National Map of Islam) નામની એક વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ લોન્ચ થયા બાદ સ્થાનિક મુસ્લિમ લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.

    મસ્જિદોના નામ-એડ્રેસ

    આ વેબસાઈટ ગુરુવારે લોન્ચ કરવામાં આવી હતી. વેબસાઈટ પર 620થી વધુ નામ અને એડ્રેસ વિશે જાણકારી આપવામાં આવી છે, જ્યાં ઓસ્ટ્રિયામાં મસ્જિદ મુસ્લિમ એસોસિએશન છે. વેબસાઈટ પર ત્યાંના અધિકારીઓના નામ અને એડ્રેસ પણ જણાવવામાં આવ્યા છે. વિદેશોમાં તેમના કેટલાક સંભવિત કનેક્શન પણ છે.



    ઓસ્ટ્રેયામાં મુસ્લિમ વસ્તી 8 ટકાની સાથે સૌથી મોટો લઘુમતી સમુદાય છે. (Photo: pxhere)મુસ્લિમો પર હુમલાનો ભય

    આ વેબસાઈટ લોન્ચ થયા બાદ ઓસ્ટ્રિયામાં વિવાદ ઊભો થયો છે. સ્થાનિક મુસ્લિમોમાં ડર છે કે મુસ્લિમ સંસ્થાન અને મસ્જિદના નામ એડ્રેસની જાણકારી આપવાથી ઈસ્લામોફોબિક લોકો મુસ્લિમ લોકોને નુકસાન પહોંચાડી શકે છે. ઈસ્લામિક રિલીજીઅસ કમ્યુનિટી ઈન ઓસ્ટ્રિયા(IGGOE) સમૂહે જણાવ્યું કે આ એક દેશમાં મુસ્લિમોની છબીને નુકસાન પહોંચાડવાનું કામ છે. રેસિઝમ કરાર આપીને IGGOE સમૂહે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

    આ પણ જુઓ, રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત

    ઓસ્ટ્રિયામાં કેટલા મુસ્લિમ છે

    વેબસાઈટ પર દરેક મસ્જિદની જાણકારી આપવાથી સુરક્ષાનું જોખમ હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રિયામાં 8% મુસ્લિમ આબાદી સાથે સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે. ત્યાં 206 મસ્જિદ રજિસ્ટર્ડ છે અને રજિસ્ટ્રેશન વગરની મસ્જિદ પણ છે. ઓસ્ટ્રિયામાં અનેક દાયકાઓથી હળીમળીને રહેતા લોકોમાં શા માટે અલગતા જોવા મળી રહી છે.



    ઓસ્ટ્રેયામાં વર્ષ 2020ના અંતમાં વિયના આતંકી હુમલો થયો હતો. (Photo- news18 English via Reuters)અલગતાનું કારણ

    આ અલગતા પાછળ વર્ષ 2020ના અંતમાં થયેલ આતંકી હુમલો એક કારણ હોઈ શકે છે. ફ્રાંસ પર આતંકી હુમલા બાદ આ હુમલો થયો હતો, જેમાં 7થી વધુ લોકોના મોત થયા હતા અને 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. શંકાસ્પદ હથિયારધારી હુમલાખોરોએ હુમલાને અંજામ આપ્યો હતો, તે લોકો ઈસ્લામિક કટ્ટરવાદ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું. હુમલામાં એક શંકાસ્પદનું મોત થયું હતું જે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

    વેબસાઈટ લોન્ચ કરવા પાછળ કોઈ ખરાબ ઈરાદો નથી

    વેબસાઈટ લોન્ચ કર્યા બાદ ઓસ્ટ્રિયામાં અલગતા જોવા મળી હતી. અધિકૃતરૂપે આ પ્રકારનું કાર્ય પહેલી વાર જોવા મળી રહ્યું છે. મેપ જાહેર કરનાર એક મંત્રીએ નિવેદન આપ્યું કે મુસ્લિમ આબાદીને શંકાના ધેરામાં લેવાનો ઉદ્દેશ્ય નથી. અલજઝીરાના રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.

    આ પણ જુઓ, VIDEO: Motogp રેસ દરમિયાન કંપાવી દેનારી દુર્ઘટના, 19 વર્ષના રાઇડરનું દુખદ મોત

    ફ્રાંસ પર સતત આતંકી હુમલા

    યૂરોપિયન દેશોમાં ઈસ્લામિક કટ્ટરતા સામેની આ લડત કોઈ નવો મુદ્દો નથી. ફ્રાંસમાં સતત આતંકી હુમલા બાદ અલગતાવાદને ખતમ કરવાની ચર્ચા કરવામાં આવી રહી છે. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ 16 ઓક્ટોબરે ફ્રાંસના શિક્ષકની ગળુ કાપીને હત્યા કર્યા બાદ ઈસ્લામિક કટ્ટરતા સામે લડત શરૂ કરવામાં આવી છે. દોષિતની પુત્રી તે જ શાળામાં અભ્યાસ કરતી હતી અને તેણે શિક્ષક પર પૈગંબર મુહમ્મદનું કાર્ટૂન બતાવવાનો અપરાધ કર્યો હોવાનો આરોપ મુક્યો હતો.



    મૈક્રોનું નિવેદન

    ઘટના બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુલ મૈક્રોએ ફ્રેંચની જનતાને સંબોધન કર્યું. તેમણે જણાવયું કે ફ્રાંસને મળેલ આઝાદીને સુરક્ષિત રાખવામાં આવશે અને ધર્મનિરપેક્ષ દેશ જ રહેશે. મૈક્રોએ ફ્રી સ્પીચના નામ પર ફ્રાંસના ફોટો અને કાર્ટૂન બનાવવાની સંસ્કૃતિને જીવંત રાખવાની વાત પણ રજૂ કરી હતી.

    બિલમાં નિયમ

    તે બાદ સેપ્રેટિઝ્મ બિલની ચર્ચાએ વધુ જોર પકડ્યું. આ બિલમાં રાષ્ટ્રપતિ મૈક્રો સહિત અનેક મંત્રીઓએ રજૂ કરેલા નિયમ છે, જેના કારણે મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો. ટીઆરટી વર્લ્ડ અનુસાર ફ્રાંસમાં ફ્રેંચ ઈમામ જ હશે, વિદેશથી શીખીને આવનાર વિદેશી લોકોને ઈમામ બનાવવામાં નહીં આવે. શિક્ષાના નામ પર બ્રેઈનવોશ કરતી શાળા અને શિક્ષણ સંસ્થાને બંધ કરવામાં આવશે. સહુને સમાન શિક્ષા મળે તે માટે હોમ-સ્કૂલિંગ પર પ્રતિબંધ મુકવામાં આવશે.

    યૂરોપમાં ફ્રાંસમાં સહુથી વધુ મુસ્લિમ આબાદી

    વર્ષની શરૂઆતમાં ફ્રાંસે વિદેશી ઈમામ પર રોક લગાવી છે. ફ્રાંસમાં મુસ્લિમ આબાદી વધુ હોવાના કારણે દર વર્ષે ફ્રાંસમાં વિશ્વભરમાંથી 300 ઈમામ આવે છે. યૂરોપમાં સૌથી વધુ મુસલમાન ફ્રાંસમાં રહે છે. વર્ષ 2017ના પ્યૂ રિસર્ચ રિપોર્ટ અનુસાર દેશની કુલ આબાદીનો 8.8% ભાગ ફ્રેંચ મુસ્લિમ આબાદીનો છે, જે સૌથી વધુ માઈનોરિટી છે.

    આ પણ વાંચો, આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા, નાનો ટુકડો પણ બદલી દેશે કિસ્મત

    ઈસ્લામિક કટ્ટરતા વિરુદ્ધ સ્કૈંડિનેયિવાઈ દેશ પણ જોવા મળે છે. Religion.dkએ વર્ષ 2018માં જણાવ્યું હતું કે ડેનમાર્કમાં 3 લાખ 6 હજાર મુસ્લિમ છે. આ કારણોસર તે ત્યાંની સૌથી મોટી માઈનોરિટી આબાદી છે. જેમાં મોટાભાગના લોકો મિડલ ઈસ્ટના આતંકથી બચીને આવ્યા છે. હવે તે જગ્યાએ મસ્જિદ બની રહી છે અને સ્થાનિક લોકો નવા ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. ધર્મનિરપેક્ષ ડેનમાર્કમાં મુસ્લિમો માટે અલગ કાયદાની માંગ કરવામાં આવી રહી છે. ઈસ્લામોફોબિયાનો શિકાર થયા વગર ધાર્મિક હિંસાને કેવી રીતે રોકવી તેને લઈને દેશ મુશ્કેલીમાં મુકાયું છે.
    First published:

    Tags: Austria, Europe, France, World news, આતંકવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો