Home /News /explained /NASAએ ટેસ્ટ કરી ‘હોલોપોર્ટેશન’ ટેક્નોલોજી, અવકાશયાત્રીઓ સામે આવી ગયા ડોક્ટર! જાણો તેના વિશે
NASAએ ટેસ્ટ કરી ‘હોલોપોર્ટેશન’ ટેક્નોલોજી, અવકાશયાત્રીઓ સામે આવી ગયા ડોક્ટર! જાણો તેના વિશે
નાસા અવકાશના એક્સ્ટ્રીમ એન્વાયર્નમેન્ટમાં હોલોપોર્ટેશનનો ઉપયોગ કરનારી પ્રથમ એજન્સી છે. (Image credit- ESA/Thomas Pesquet)
What is Holoportation: આ ટેક્નોલોજી હેઠળ ડૉ શ્મિડ અને તેમની ટીમના સભ્યોના 3D હોલોગ્રામ બનાવવામાં આવ્યા અને તેમને સ્પેસ સ્ટેશન (ISS) પર ટ્રાન્સમિટ કરવામાં આવ્યા, જે અવકાશયાત્રીઓ સાથે લાઇવ વાતચીતના રૂપમાં જોવા મળ્યું.
What is Holoportation: અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ કહ્યું છે કે તેણે 'હોલોપોર્ટેશન' (holoportation) નામની એક કમ્યુનિકેશન ટેક્નોલોજીનું પરીક્ષણ કર્યું છે. વાસ્તવમાં હોલોપોર્ટેશન શબ્દ 'હોલોગ્રામ' અને 'ટેલિપોર્ટેશન'નું સંયોજન છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં નાસાએ આ ઇનોવેટિવ 3D ટેક્નોલોજીનો ઉપયોગ તેના ફ્લાઇટ સર્જન ડૉ. જોસેફ શ્મિડને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 'હોલોપોર્ટ' કરવા માટે કર્યો હતો, જ્યારે ડૉક્ટર ફિઝિકલી પૃથ્વી પર હાજર હતા.
આ ટેક્નોલોજી હેઠળ ડૉ શ્મિડ અને તેમની ટીમના સભ્યોના 3D હોલોગ્રામ બનાવવામાં આવ્યા અને તેમને સ્પેસ સ્ટેશન પર ટ્રાન્સમિટ કરવામાં આવ્યા, જે અવકાશયાત્રીઓ સાથે લાઇવ વાતચીતના રૂપમાં જોવા મળ્યું.
એક્સા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના કસ્ટમ સોફ્ટવેર સાથે માઇક્રોસોફ્ટ હોલોલેન્સ કિનેક્ટ કેમેરાનો ઉપયોગ કરીને, NASA ફ્લાઇટ સર્જન ડૉ. જોસેફ શ્મિડ, એઈએક્સએ એરોસ્પેસ સીઇઓ ફર્નાન્ડો ડી લા પેના લાકા અને તેમની ટીમોને સ્ટેશનની વચમાં હોલોપોર્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ટૂ-વે કમ્યુનિકેશનમાં અવકાશયાત્રી થોમસ પેસ્કેટ સાથે વાતચીત કરી.
નાસાના જણાવ્યા અનુસાર, હોલોપોર્ટેશન કમ્યુનિકેશન લોકોના હાઈ-ક્વોલિટી વાળા 3D મોડલને રિયલ ટાઇમમાં ગમે ત્યાં ટ્રાન્સમિટ કરવાની મંજૂરી આપે છે. જો તેને માઇક્રોસોફ્ટના હોલોલેન્સ જેવા મિક્સ્ડ રિયાલિટી ડિસ્પ્લે સાથે જોડવામાં આવે, તો આ ટેક્નોલોજી યુઝર્સને 3Dમાં લોકોને જોવા, સાંભળવા અને તેમની સાથે વાતચીત કરવામાં સક્ષમ બનાવે છે. એવું લાગે છે જાણે બધા એક જ જગ્યાએ હાજર હતા.
2016થી હાજર છે આ ટેક્નોલોજી
ઉલ્લેખનીય છે કે, હોલોપોર્ટેશન માટે ઉપયોગમાં લેવાતી આ ટેક્નોલોજી નવી નથી. Microsoft વર્ષ 2016થી તેનો ઉપયોગ કરી રહી છે. જો કે નાસા વર્ષ 2021માં અવકાશના એક્સ્ટ્રીમ એન્વાયર્નમેન્ટમાં હોલોપોર્ટેશનનો ઉપયોગ કરનારી પ્રથમ એજન્સી છે.
ફ્લાઇટ સર્જન ડૉ. જોસેફ શ્મિડે કહ્યું છે કે પૃથ્વીથી હજારો કિલોમીટરની ઉંચાઈ પર હ્યુમન કમ્યુનિકેશનની આ બિલકુલ નવી રીત છે. ભલે ફિઝિકલી અમે ત્યાં ન હતા, પણ માનવીય રીતે અમે ત્યાં જ હાજર હતા.
અમેરિકન સ્પેસ એજન્સીએ ભવિષ્યના સ્પેસ મિશનો પર ટૂ-વે કમ્યુનિકેશન માટે આ ટેક્નોલોજીનો મોટા પાયા પર ઉપયોગ કરવાની યોજના બનાવી છે. આમાં પૃથ્વી પરથી લોકોને અવકાશમાં હોલોપોર્ટ કરવામાં આવે છે અને અવકાશયાત્રીઓને પૃથ્વી પર લાવવામાં આવે છે. આ બધું ખાસ કરીને મેડિકલ અને લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરાવવા માટે ઉપયોગી છે. નાસાએ જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજીને ઓગમેન્ટેડ રિયાલિટી સાથે કમ્બાઇન્ડ કરવાની પણ શક્યતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર