Home /News /explained /Knowledge: 20 સેકન્ડમાં 40 રોકેટ છોડી શકે છે આ ભારતીય હથિયાર! રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ થઈ રહ્યો છે ઉપયોગ
Knowledge: 20 સેકન્ડમાં 40 રોકેટ છોડી શકે છે આ ભારતીય હથિયાર! રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ થઈ રહ્યો છે ઉપયોગ
BM-21 ગ્રેડ રોકેટ્સને ટ્રકની ઊપર લાગેલા લોન્ચર્સથી છોડવામાં આવે છે. (Image credit- Reuters)
Grad Rockets: બીએમ-21 (BM-21) ગ્રેડ રોકેટ્સને ટ્રકની ઊપર લાગેલા લોન્ચર્સથી છોડવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં તેના લગભગ એક લાખ યુનિટ બની ચૂક્યા છે. એક ડઝન દેશોએ તેના પોતાના વેરિયન્ટ એટલે કે વર્ઝન પણ બનાવ્યા છે.
Grad Rockets: સોવિયત સંઘ (Soviet Union)ના સમયમાં બનેલા ગ્રેડ રોકેટ (Grad Rockets)નો ઉપયોગ હજુ પણ લગભગ 100 દેશો કરી રહ્યા છે. આ બહુ ભરોસાપાત્ર અને ભયંકર વિનાશ કરનારું હથિયાર છે. તેનું અસલી નામ BM-21 છે. આ હથિયાર ભારતમાં પણ છે. ભારત પાસે તેનું સ્વદેશી વર્ઝન પણ છે. જે વધુ ખતરનાક છે. હાલ આપણે જાણીએ BM-21 ગ્રેડ રોકેટ્સ વિશે.
બીએમ-21 (BM-21) ગ્રેડ રોકેટ્સને ટ્રકની ઊપર લાગેલા લોન્ચર્સથી છોડવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં તેના લગભગ એક લાખ યુનિટ બની ચૂક્યા છે. એક ડઝન દેશોએ તેના પોતાના વેરિયન્ટ એટલે કે વર્ઝન પણ બનાવ્યા છે. આ રોકેટ આજે પણ કોઈપણ પ્રકારના યુદ્ધ દરમિયાન સૌથી પહેલા ઉપયોગમાં લેવાતું શ્રેષ્ઠ હથિયાર છે. કારણ કે દુશ્મન માટે તેનાથી બચવું મુશ્કેલ છે.
એક ટ્રેક લોન્ચર ઉપર 40 બેરલ લાગેલા હોય છે. એટલે કે 40 બીએમ-21 ગ્રેડ રોકેટ્સને અમુક જ સેકન્ડમાં છોડી શકાય છે. રોકેટની લંબાઈ 24.2 ફૂટ હોય છે. તેને ચલાવવા માટે ત્રણ લોકોની જરૂર પડે છે. તેના લોન્ચરથી દર સેકન્ડે બે રોકેટ છોડી શકાય છે. મહત્તમ ફાયરિંગ રેટ 240 રોકેટ પ્રતિ મિનિટ હોય છે. કેટલા લોન્ચર રોકેટ છોડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, તેના પર નિર્ભર રહે છે.
1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ આ BM-21 ગ્રેડ રોકેટ્સનો ઉપયોગ કરીને ઊંચા પહાડો પર હાજર પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની કોશિશ નાકામ કરી હતી. તેની સ્પીડ 690 મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે રેન્જ 0.5 મીટરથી 45 કિલોમીટર સુધી હોય છે. મજાની વાત એ છે કે આ રોકેટ પર અનેક પ્રકારના વોરહેડ તૈનાત કરી શકાય છે. જેમ કે- ફ્રેગમેન્ટેશન, એન્ટી ટેન્ક માઇન્સ, એન્ટી ટેન્ક સબમ્યુનિશન, અન્ડરવોટર ચાર્જ અને ઇંસેનડિયરી.
ભારત પાસે BM-21 ગ્રેડ રોકેટ્સનું અપગ્રેડેડ વર્ઝન છે. જેને BM-21/LRAR કહેવાય છે. ભારતીય સેના પાસે આવા લગભગ 240 લોન્ચર છે. એટલે કે તેમાં ઉપયોગમાં લેવાતા રોકેટની સંખ્યા અનેક ગણી વધારે હશે. તે એક પ્રકારની મલ્ટી રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તેનું સ્વદેશી વર્ઝન પિનાકા મલ્ટી રોકેટ લોન્ચર સિસ્ટમ (Pinaka Multi Rocket Launcher System) ભારતીય સેના પાસે સર્વિસમાં છે.
ભારત પાસે અવેલેબલ BM-21 Grad રોકેટ 122 mm કેલિબરના છે. આ ઉપરાંત ભારત પાસે આ ટેક્નોલોજી પર આધારિત મિડ રેન્જની આકાશ મિસાઈલ (Akash Missile) પણ છે. તે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ છે. એટલું જ નહીં, ભારત પાસે BM-30 Smerch મલ્ટી રોકેટ લોન્ચર સિસ્ટમ પણ છે.
BM-30 Smerchમાં 12 બેરલ હોય છે. આ રોકેટ 39.4 ફૂટ લાંબુ છે. તે 300 mm કેલિબરનું હોય છે. તેની મહત્તમ રેન્જ 90 કિમી છે. તે પણ ટ્રક પર લગાવેલા લોન્ચરથી ફાયર કરવામાં આવે છે. આમાં ક્લસ્ટર મ્યુનિશન, એન્ટિ-પર્સનલ, એન્ટિ-ટેન્ક, હીટ, થર્મોબેરિક વોરહેડ્સ લગાવી શકાય છે. ભારત પાસે આવા કુલ 162 લોન્ચર્સ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર