Credit Line: પર્સનલ લોન કે ઓવરડ્રાફ્ટથી કઈ રીતે અલગ છે ક્રેડિટ લાઇન? જાણો વિગત

પ્રતીકાત્મક તસવીર

કોઈપણ જાતનું રોકાણ કે બચત ન હોય તેવા કિસ્સામાં તત્કાલ જરૂર પડી હોય ત્યારે તમે પર્સનલ લોન (Personal Loans) અને ક્રેડિટ લાઇન (Credit Line) અથવા લાઇન ઓફ ક્રેડિટ (Line of Credit)નો વિકલ્પ પસંદ કરી શકે છે.

  • Share this:
મુંબઈ: આર્થિક કટોકટી ગમે ત્યારે સર્જાઈ શકે છે. આ કટોકટીની સ્થિતિમાં નાણાં ક્યાંથી મેળવવા તેવો પ્રશ્ન સર્જાય છે. જેથી મોટાભાગના લોકો પોતાની બચતનો ઉપયોગ કરે છે. FD પણ તોડી નાખે છે. જોકે, તમારી પાસે FD હોય અને નાણાંની જરૂર પડે તો FD તોડવાની જરૂર નથી. તમે FD પર ઓવરડ્રાફ્ટ (Overdraft)નો વિકલ્પ પસંદ કરી શકો છો. સોનું, મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણના સ્થાને ઓવરડ્રાફટનો ઉપયોગ કરી શકાય છે.

જોકે, કોઈપણ જાતનું રોકાણ કે બચત ન હોય તેવા કિસ્સામાં તત્કાલ જરૂર પડી હોય ત્યારે તમે પર્સનલ લોન (Personal Loans) અને ક્રેડિટ લાઇન (Credit Line) અથવા લાઇન ઓફ ક્રેડિટ (Line of Credit)નો વિકલ્પ પસંદ કરી શકે છે. પર્સનલ લોનમાં EMI ચૂકવવી પડશે. ક્યારે લાઇન ઓફ ક્રેડિટમાં તમારે માત્ર વ્યાજ ચુકવવાની જરૂર પડશે. મૂળ રકમ બાદમાં ચુકવવાની રહેશે.

આ પણ વાંચો: નસિબ અજમાવવા માટે થઈ જાઓ તૈયાર! ચોથી ઓગસ્ટે ખુલશે પિઝા હટ, KFCની ઓપરેટર કંપનીનો IPO

ક્રેડિટ લાઇન અને ઓવરડ્રાફટની ઘણી સમાન સુવિધાઓ

પૈસા બજાર ડોટ કોમના ડાયરેક્ટર અને હેડ (અનસિક્યોરેડ લોન) ગૌરવ અગ્રવાલ કહે છે કે, ક્રેડિટ લાઇન લોન અને ઓવરડ્રાફટની સુવિધાઓમાં ઘણી સમાનતા છે. આ બંને વિકલ્પ પ્રિ-સેન્ક્શન્ડ ક્રેડિટ લિમિટ સાથે આવે છે. જેમાં લોન લેનાર સેન્ક્શન્ડ પિરિયડ દરમિયાન વારંવાર લોન લઈ શકે છે. આ બંને સુવિધાઓમાં બાકી રકમની ચુકવણી પ્રિપેમેન્ટ ચાર્જ વગર થઈ શકે છે.

આ પણ વાંચો: SBI Yono Lite app: ઓનલાઇન બેન્કિંગને વધુ સુરક્ષિત બનાવશે આ ફીચર

લોન ભરવા માટે આકર્ષક વિકલ્પો

OD અને ક્રેડિટ લાઈન અંગે અગ્રવાલ વધુમાં જણાવે છે કે, જેટલી રકમ લોન લેનારે ઉપાડી હોય હોય તેટલી રકમ ઉપર જ વ્યાજ લાગે છે. આ વ્યાજ જ્યાં સુધી ચૂકવણી ન થાય ત્યાં સુધી ભરવું પડે છે. અલબત્ત ક્રેડિટ લાઈનમાં મૂળ રકમ અને વ્યાજની EMI તરીકે ચૂકવણી કરવી પડે છે.

આ પણ વાંચો: કયું ક્રેડિટ કાર્ડ લેવું તેની મૂંઝવણ અનુભવો છો? આ ટીપ્સને અનુસરીને તમારી મૂંઝવણ કરો દૂર

તેમણે જણાવ્યું કે, ઓવર ડ્રાફ્ટની સુવિધા બિઝનેસમેન, કોર્પોરેટ કે એસએમઈ જેવા કરંટ એકાઉન્ટ હોલ્ડર્સ ને જ આપવામાં આવે છે. હમણાંથી કેટલીક ફિનટેક કંપનીઓએ લોકોને વ્યક્તિગત રીતે પણ ક્રેડિટ લાઈનની સુવિધા આપવાનું શરૂ કર્યું છે. ફિનટેક કંપનીઓ સિક્યોર્ડ સાથે અનસિક્યોર્ડ ક્રેડિટ લાઇનની સુવિધા પણ આપે છે. અનસિક્યોર્ડ ક્રેડિટ લાઈન પગારદાર લોકો માટે હોય છે. જેમાં ક્રેડિટ સ્કોર અને માસિક પગારના આધારે ક્રેડિટ લાઈન આપવામાં આવે છે.

આ પણ વાંચો: ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન, જાણો EMI સહિતની વિગત

ક્રેડિટ લાઈનની સુવિધા ક્રેડિટ કાર્ડના માધ્યમથી પણ મળે છે

અગ્રવાલે વ્યાજ અંગે જણાવ્યું કે, ક્રેડિટ કાર્ડ કરતા ક્રેડિટ લાઈનમાં વ્યાજ દરો ઓછા હોય છે. કોઈપણ વ્યક્તિ લાઈન ઓફ ક્રેડિટનો લાભ ઉઠાવી શકે છે. તેઓ ક્રેડિટ કાર્ડમાં પણ રકમ મેળવી શકે છે. કેટલીક બેંક અને કંપનીઓ ક્રેડિટ કાર્ડના માધ્યમથી ક્રેડિટ લાઈનની સુવિધા આપે છે. તેનો ઉપયોગ એટીએમમાંથી પૈસા ઉપાડવા, POS પર સ્વાઈપ કરીને કે ઓનલાઈન લેવડદેવડ માટે થઈ શકે છે.

પર્સનલ લોનની સરખામણીમાં વ્યાજ વધુ

ક્રેડિટ લાઇન કરતા પર્સનલ લોનના વધુ સસ્તી પડે છે. જેથી ક્રેડિટ લાઇનનો લાભ લેતા પહેલા કેટલા રૂપિયાની જરૂર છે? અને કેટલા સમય માટે જરૂર છે? તે અંગેની ગણતરી કરી લેવી જોઇએ. ક્રેડિટ લાઈનમાં પર્સનલ લોન કરતા વધુ વ્યાજ લેવાય છે.

આ પણ વાંચો: citibank ક્રેડિટ કાર્ડ બિઝનેસ બંધ કરશે, તમારી પાસે આ બેંકનું કાર્ડ છે તો શું કરવું? જાણો તમામ સવાલના જવાબ 

કયો વિકલ્પ વધુ સારો?

પર્સનલ લોન, ઓવરડ્રાફ્ટ કે ક્રેડિટ લાઇનમાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરવો? તે અંગેના પ્રશ્નના જવાબમાં અગ્રવાલ કહે છે કે, ક્રેડિટ લાઈનમાં રીપેમેન્ટ ફલેક્સિબિલિટી હોય છે. જેથી તે રોકડની સતત જરૂયાત રહેતી હોય તેવા લોકો માટે વધુ અનુકૂળ છે. અલબત્ત, ક્રેડિટ લાઈનની સરખામણીએ ઓછા વ્યાજે રકમ મળતી હોય તો લોકો સેવિંગ, કરંટ કે સેલેરી એકાઉન્ટના માધ્યમથી બેન્કો દ્વારા અપાતી ઓવર ડ્રાફ્ટની ફેસેલીટી ઉપર પણ નજર કરી શકે છે. તેમજ ઓવરડ્રાફ્ટ સુવિધાના રૂપમાં આપવામાં આવતા પર્સનલ લોન પર પણ વિચાર કરી શકાય છે.
First published: