Explained: શું છે કોંગ્રેસ (I) અને કોંગ્રેસ (A)નો મતલબ, તેનો ઇતિહાસ અને લડાઈ?

કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ, જૂથવાદ એટલો પ્રબળ છે કે મુખ્યમંત્રી પદના ચહેરાની પસંદગી બની અઘરી

કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ, જૂથવાદ એટલો પ્રબળ છે કે મુખ્યમંત્રી પદના ચહેરાની પસંદગી બની અઘરી

 • Share this:
  કેરળ કોંગ્રેસ (Kerala Congress)માં મતભેદો અને કમજોરીઓ રહેલી છે, જેનો સ્વીકાર પાર્ટીના ઘણા નેતાઓ કરી ચુક્યા છે. જેને લઈને કોંગેસના ચર્ચિત નેતા પીસી ચાકો (P.C. Chacko)એ રાજીનામુ આપી દીધું છે, એટલું જ નહીં તેમણે તો કેરળમાં કોંગ્રેસ ખતમ થઇ ચુકી હોવાની વાત પણ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ચાકોને જનાધાર વિનાના નેતા કહ્યા છે. ચાકોનું કહેવું છે કે, 'કેરળમાં કોંગ્રેસનું અસ્તિત્વ નથી, તે કોંગ્રેસ (I) છે અથવા કોંગ્રેસ (A) છે.'

  જાણો, કોંગ્રેસ (I) અને કોંગ્રેસ (A)નો ઇતિહાસ

  કોંગ્રેસ (I)માં Iનો મતલબ ઇન્દિરા ગાંધી (Indira Gandhi) રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇમર્જન્સી બાદ ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો કોંગ્રેશન પક્ષમાં હોવા છતાં વર્ષ 1978માં પાર્ટીમાં ફુટ પડી હતી. જે બાદ ઇન્દિરા ગાંધીના સમર્થકોએ કોંગ્રેસના ધડાને કોંગ્રેસ (I) નામ આપી દીધું હતું. આ પહેલા તેને કોંગ્રેસ (R) તરીકે પણ ઓળખવામાં આવતું હતું.

  અગાઉ કામરાજના નેતૃત્વવાળી કોંગ્રેસ(O)ને મૂળ કોંગ્રેસ માનવામાં આવતી હતી, જેનો વિલય થયો હતો. એક કેમ્પ પૂર્વ સીએમ કરુણાકરણના નેતૃત્વમાં બન્યો હતો, આ કોંગ્રેસ કેમ્પમાં સુધાકરણ, વીડી સતીષન, કે. મુરલીધરન જેવા નેતાઓ જોડાયા હતા. વર્ષ 1979માં કોંગ્રેસ ઉર્સ નામનું જૂથ બન્યું હતું. જેના નેતા ઇન્દિરા ગાંધીના વિરોધી કર્ણાટકના પૂર્વ સીએમ દેવરાજ ઉર્સ હતા.
  જે બાદ કેરળમાં કોંગ્રેસનું વિઘટન થયું અને એકે એન્ટનીના નેતૃત્વમાં પાર્ટી બની. આ પાર્ટીને કોંગ્રેસ (A) નામ આપવામાં આવ્યું. કોંગ્રેસ ઉર્સ સાથે જોડાયેલો આ પક્ષ વર્ષ 1980માં અલગ થઇ ગયો હતો.

  કેરળ વિધાનસભા દરમિયાન રાજ્યમાં કૉંગ્રેસની અંદર કલહ ચર્ચામાં છે.


  આ પણ વાંચો, BJP સાંસદ કૌશલ કિશોરની પુત્રવધૂએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, કાપી હાથની નસ

  ત્યારે કોંગ્રેસના એક નેતાએ કહ્યું છે કે, 'કોંગ્રેસમાં પ્રગતિ ત્યારે જ થશે, જયારે તમે કોઈ કેમ્પ સાથે પોતાની વફાદારી સાબિત કરશો.'

  કોંગ્રેસના બંને જૂથોએ લેફ્ટ સાથે હાથ મિલાવ્યો

  કેરળ કોંગ્રેસમાં મોટા ભાગે અંદરોઅંદર વિરોધ થતો રહ્યો. જેના પરિણામે કોંગ્રેસમાં બેલેન્સ રાજનીતિ કરવાનો વારો આવ્યો. એટલે કે જ્યારે કોંગ્રેસ (A)નો નેતા મુખ્યમંત્રી બને તો કોંગ્રેસ(I)ના નેતાને રાજ્ય પ્રમુખ પદનું પદ આપવું પડતું હતું.

  સાથે જ બંને જૂથો પોતાનું અલગ મહત્વ હોવાનો દાવો કરતા હતા. તો બીજી તરફ બંને જૂથોએ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ સાથે હાથ મિલાવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, એંટનીના નેતૃત્વમાં કોંગ્રેસ (A)એ ઇકે નાયનાર સરકારને જોઈન કરી હતી. જોકે, 1982માં આ સરકાર તૂટી જતાં કોંગ્રેસ(A) મૂળ કોંગ્રેસ તરફ જતી રહી હતી.

  કેરળમાં કૉંગ્રેસના નેતા ઓમેન ચાંડી અને ચેનિનથલા (ફાઇલ તસવીર)


  આ પણ વાંચો, હરિયાણાઃ કથિત BJP નેતાની કરતૂત, મહિલા અને તેની દીકરીને હૉકીથી ફટકારી, Video Viral

  ત્યારબાદ  બાદ લોકલ ચૂંટણી દરમિયાન કરૂણાકરણનું જૂથ LDF સાથે મળી ગયું હતું, પરંતુ LDFએ તેમને ભાવ ન આપતા તેઓ ઢીલા મોઢે પરત ફર્યા હતા.

  બંને જૂથોનો મતલબ અને હાલની સ્થિતિ

  રાજનીતિના જાણકારો અનુસાર, કોંગ્રેસી નેતાઓ ખુરશે મેળવવા માટે ભાગદોડ કરે છે. કોંગ્રેસ (I) અને (A)ના નેતાઓ સીધી રીતે જૂથ નથી બદલતા, પરંતુ એક સમયે તેઓ સંતુલિત થઇ જાય છે.

  ધ પ્રિન્ટના રિપોર્ટ અનુસાર, હાલ કેરળમાં કોંગ્રેસ (A)ની પલ્લું ભારે છે, કારણ કે કોંગ્રેસ (I)ની તુલનામાં આ જૂથમાંથી સૌથી વધુ સીએમ મળ્યા છે. હવે એંટની vs કરૂણાકરણને બદલે ચાંડી vs ચેની નથલા થઇ ચૂક્યું છે.

  કેરળથી કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર (ફાઇલ તસવીર)


  ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ (I) અને કોંગ્રેસ (A) વચ્ચે 2013માં તણાવ વધ્યો હતો. જેને લઈને ચાંડી vs ચેનીનથલાની રાજનીતિમાં એન્ટનીએ મધ્યસ્થતા કરવી પડી હતી.

  આ પણ વાંચો, Gold Price Today: સોનું 12000 રૂપિયા થયું સસ્તું, ચેક કરો આજે ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ!

  તો આ જૂથવાળનો એક ભાગ શશી થરૂર પણ છે. તેઓ આ બંનેમાંથી એક પણ જૂથ સાથે નથી જોડાયેલા. લોકો માને છે કે તેઓ સીધા હાઈકમાન્ડ સાથે સંબંધ ધરાવે છે. ત્યારે આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો આ જૂથવાદ ચરમ પર રહે તો નવાઈ નહીં.
  First published: