Home /News /explained /

Ceasefire Explained: શું હોય છે ‘યુદ્ધવિરામ’, જ્યારે ક્રિસમસ માટે એક સપ્તાહ માટે રોકવામાં આવ્યું હતું યુદ્ધ

Ceasefire Explained: શું હોય છે ‘યુદ્ધવિરામ’, જ્યારે ક્રિસમસ માટે એક સપ્તાહ માટે રોકવામાં આવ્યું હતું યુદ્ધ

રશિયન સેનાએ યુક્રેનના ચાર શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. (AP)

Russia Ceasefire in Ukraine: રશિયાએ યુક્રેનના કીવ, મરિયુપૂલ, ખાર્કિવ અને સુમિમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ સીઝફાયરની જાહેરાત એટલા માટે કરી કે જે સ્થળોએ લોકો ફસાયેલા છે, તે બહાર નીકળી શકે. સુમિમાં ઘણાં ભારતીય છાત્રો હજુ પણ ફસાયેલા છે.

વધુ જુઓ ...
    What is Ceasefire? : રશિયાએ યુક્રેનના શહેરોમાં યુદ્ધ (Russia Ukraine War) દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત કરી છે જેથી ત્યાં ફસાયેલા લોકો નીકળી શકે. યુદ્ધ દરમિયાન ઘણી વખત પરસ્પર સંમતિથી યુદ્ધમાં ઝઝૂમી રહેલા દેશ યુદ્ધ વિરામ કરતા રહે છે. આજે જાણીએ યુદ્ધ વિરામ શું હોય છે, એ ક્યારે લાગુ થયું અને ક્યારે એવું થયું કે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ હુમલા થયા અને તેનું પાલન ન કરવામાં આવ્યું.

    રશિયાએ યુક્રેનના કીવ, મરિયુપૂલ, ખાર્કિવ અને સુમિમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ સીઝફાયરની જાહેરાત એટલા માટે કરી કે જે સ્થળોએ લોકો ફસાયેલા છે, તે બહાર નીકળી શકે. સુમિમાં ઘણાં ભારતીય છાત્રો હજુ પણ ફસાયેલા છે.

    શું હોય છે યુદ્ધ વિરામ?

    યુદ્ધવિરામ (Ceasefire અથવા Truce) કોઈ યુદ્ધમાં ઝઝૂમી રહેલા પક્ષો પરસ્પર સંમતિથી યુદ્ધ અટકાવે તેને કહે છે. જો કે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ એકતરફી જેવું છે. અહીં રશિયા મજબૂત છે. રશિયાના યુદ્ધવિરામની જાહેરાતનો અર્થ એ છે કે તે હવે હવાઈ હુમલો નહીં કરે અને ન તો તેના સૈનિકો કોઈ જગ્યાએ આક્રમણ કરશે. કેટલીક વખત યુદ્ધવિરામ સ્થાયી હોય છે તો ક્યારેક આ અસ્થાયી રીતે પણ થાય છે. ઘણીવાર યુદ્ધવિરામ પક્ષો વચ્ચેની ઔપચારિક સંધિનો ભાગ હોય છે, પરંતુ તે કેટલીક વાર અનૌપચારિક રીતે કોઈપણ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના પણ થઈ શકે છે.

    આ પણ વાંચો: Mikhail Gorbachev, એ વ્યક્તિ જેના રાષ્ટ્રપતિ રહેતા સોવિયત સંઘના ટુકડેટુકડા થઈ ગયા

    સરહદ યુદ્ધવિરામ શું હોય છે

    ઘણી વખત બે પક્ષોમાં થોડો સમય યુદ્ધ ચાલ્યા બાદ બંને એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે જેમાં કોઈની પણ સંપૂર્ણ જીત થવી મુશ્કેલ લાગે છે. તેઓ યુદ્ધને સંપૂર્ણ સમાપ્ત કરવાની ઘોષણા નથી કરતા, પરંતુ તેને થોડો સમય અટકાવવા માટે સમજૂતી કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર આવો જ યુદ્ધવિરામ છે.

    ક્યારેક યુદ્ધવિરામ શાંતિ સમજૂતી પણ બની જાય છે

    યુદ્ધવિરામને તમે બે દેશો વચ્ચે થયેલી એક ઔપચારિક સંધિ માની શકો છો. સાથે જ આ સમજૂતી હેઠળ બે દેશોની સેનાઓ વચ્ચે પણ એક અનૌપચારિક સમજૂતી થાય છે. યુદ્ધવિરામ બોર્ડર પર યુદ્ધને ખતમ કરવાની સમજૂતી કરતાં પણ ઘણું મહત્વનું છે. એક સફળ યુદ્ધવિરામ ક્યારેક શાંતિ સમજૂતીમાં તબદીલ થઈ શકે છે.

    ceasefire explained
    કેટલીક વખત યુદ્ધમાં માનવીય સ્થિતિ અને તહેવારને જોતાં યુદ્ધવિરામ થયા છે અને કારગર પણ રહ્યા છે.


    કોરિયા અને ભારત સહિતના દેશોની સ્થિતિ

    ભારત અને ચીન વચ્ચે પણ આવી જ સ્થિતિ છે. આવી સરહદોને ‘યુદ્ધવિરામ રેખા’ અથવા સીઝફાયર લાઈન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનું યુદ્ધ પણ ઔપચારિક રીતે ક્યારેય સમાપ્ત ન થયું. 1953માં તેમની વચ્ચે એક યુદ્ધવિરામ રેખા બની ગઈ. તેને જ અત્યારે સરહદ માનવામાં આવી છે.

    1965ના યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાનની કાશ્મીર ક્ષેત્રની સરહદને પણ યુદ્ધવિરામ રેખા કહેવામાં આવતી હતી પરંતુ 1971ના યુદ્ધ પછી થયેલા શિમલા કરાર પછી તેને નિયંત્રણ રેખા કહેવામાં આવે છે.

    ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિ

    25 ફેબ્રુઆરી 2021ના ભારત અને પાકિસ્તાને એક નિવેદન જારી કર્યું હતું કે બંને દેશ લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર 2003ના યુદ્ધવિરામ કરારનું પાલન કરશે. જો કે એલઓસી પર ઘણી વખત યુદ્ધવિરામનો ભંગ થઈ ચૂક્યો છે.

    જ્યારે ક્રિસમસ માટે થયો હતો એક સપ્તાહનો યુદ્ધવિરામ

    પ્રથમ વિશ્વયુદ્ધમાં ક્રિસમસ નિમિત્તે વેસ્ટર્ન ફ્રન્ટ પર યુદ્ધવિરામ સંધિ પર દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. ક્રિસમસ માટે યુદ્ધ રોકવામાં આવ્યું હતું. એક અઠવાડિયા સુધી ક્રિસમસની ઉજવણી કરવામાં આવી, ત્યાં સુધી ફ્રાન્સ, જર્મની, બ્રિટન દેશોએ સેનાની કાર્યવાહી અટકાવી દીધી. ઊલટું, આ પ્રસંગે સેનાએ ભેટની આપ-લે પણ કરી. પરંતુ એક અઠવાડિયા પછી યુદ્ધ ફરીથી શરૂ થઇ ગયું.

    આ પણ વાંચો: શું રશિયા-યુક્રેન યુદ્ધથી ચીનને મળશે તાઇવાન પર હુમલો કરવાનો મોકો?

    કોરિયા યુદ્ધમાં યુદ્ધવિરામ

    કોરિયાના બે ભાગ વચ્ચે 1952માં યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં સંયુક્ત રાષ્ટ્રની પહેલ પર ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એક સંધિ પર હસ્તાક્ષર કરીને યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. જે હજુ પણ ચાલુ છે. જો કે ત્યાં પણ સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે અવારનવાર અથડામણ થતી રહે છે.

    વિયેતનામમાં યુદ્ધવિરામ ભંગ

    વિયેતનામ યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડ્યું હતું, પરંતુ 1968ના નવા વર્ષ પહેલા અમેરિકાએ વિયેતનામના યુદ્ધમાં લડતા પક્ષો સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. પરંતુ આ પછી પણ ત્યાં ઘણા હુમલા થયા.

    ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધવિરામ

    ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા બે દાયકામાં બે-ત્રણ વખત તણાવ સર્જાયો છે. બંને તરફથી મિસાઈલ હુમલા થયા. આમાં પેલેસ્ટાઈનને વધુ નુકસાન થયું . જો કે આ સંજોગોમાં ઈઝરાયેલનું વલણ હંમેશા વધુ આક્રમક રહ્યું છે, પરંતુ દરેક વખતે બંને પક્ષે યુદ્ધવિરામ થઈ જાય છે અને જંગ અટકાવવામાં આવે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ceasefire, Explained, Explainer, Know about, Russia, Russia ukrain crisis, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia ukraine war, Ukraine, જ્ઞાન

    આગામી સમાચાર