Home /News /explained /Blasphemy Explained: શું છે ઈશનિંદા અને કેટલા દેશોમાં આ કાયદામાં છે મૃત્યુ સુધીની સજા?

Blasphemy Explained: શું છે ઈશનિંદા અને કેટલા દેશોમાં આ કાયદામાં છે મૃત્યુ સુધીની સજા?

(પ્રતીકાત્મક ફોટો)

Blasphemy Law in Pakistan: ઈશનિંદા કાયદા હેઠળ પાકિસ્તાનમાં એક હિન્દુને આજીવન કેદ (Life imprisonment)ની સજા થઈ છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદાની આડમાં નિર્દોષોને ફસાવવાની પરંપરા પુરાણી છે.

Blasphemy Law: પાકિસ્તાનમાં એક હિન્દુ શિક્ષકને ઈશનિંદા (Blasphemy)ના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જોકે, પાકિસ્તાન (Pakistan)માં લઘુમતીઓને જાણીજોઈને ખોટી રીતે ઈશનિંદાના કેસમાં ફસાવવામાં આવે છે. આમાં પોતાને નિર્દોષ સાબિત કરવું મુશ્કેલ હોય છે. ખાસ કરીને પાકિસ્તાન જેવા દેશમાં ઈશ્વરનિંદાના મામલામાં નીચલી અદાલતોમાં વારંવાર સજા થાય છે, પરંતુ ઉચ્ચ અદાલતમાં ગયા બાદ મામલો અનેક વખત રદ્દ કરવામાં પણ થયો છે. માત્ર પાકિસ્તાન જ નહીં, ઘણા દેશોમાં ઈશનિંદાના કાયદા છે. પરંતુ તમામ નિર્દોષોને ફસાવી દેવામાં આવે છે.

સામાન્ય રીતે મોટાભાગના મુસ્લિમ દેશોમાં ઇશ્વરનિંદા સંબંધિત કાયદા છે. તેમાં આજીવન કેદથી લઈને ફાંસી સુધીની જોગવાઈઓ છે. જો કે, તાજેતરના ભૂતકાળમાં, પાકિસ્તાનની સાથે સાથે, ઘણા દેશોમાં ઇશનિંદા સંબંધિત કાયદાને નાબૂદ કરવા અને નિર્ણયોને હળવા કરવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

આસિયા બીબીનો કેસ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં સૌથી વધુ ચર્ચિત કેસ હતો. પાકિસ્તાનની નીચલી અદાલત અને હાઈકોર્ટ દ્વારા તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને પલટાવીને નિર્દોષ ગણાવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આસિયા પર પાડોશી મહિલાઓએ પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: રાજકારણથી કોર્ટ સુધી બધા કર્ણાટકના હિજાબ વિવાદમાં થયા સામેલ, સમજો શું કહે છે નિયમો

પાકિસ્તાનમાં ઈશનિંદાનો નિર્દોષો શિકાર બન્યા છે

પાકિસ્તાનમાં જ્યારે પણ ઈશનિંદાને લઈને કોર્ટ નિર્ણય આપે છે, ત્યારે ઈશનિંદા કાયદાની ચર્ચા પણ જોર પકડે છે. વર્ષ 1990 થી પાકિસ્તાનમાં 75થી વધુ લોકોની હત્યા ટોળાં દ્વારા કરવામાં આવી છે અથવા લોકો દ્વારા નિંદાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજી બાજુ, 40થી વધુ લોકો કાં તો મૃત્યુદંડની રાહ જોઈ રહ્યા છે અથવા ઇશ્વરનિંદાના કાયદા હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા પછી આજીવન સજા ભોગવી રહ્યા છે.

blasphemy
આસિયા બીબીનો કેસ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં સૌથી વધુ ચર્ચિત કેસ હતો.


વિશ્વના ઘણા દેશોમાં ઇશ્વરનિંદાના કાયદા છે

સામાન્ય રીતે પાકિસ્તાનમાં આ સજાનો ભોગ ખ્રિસ્તીઓ અને અહમદી સમુદાયના લોકો બન્યા છે. બહુ ઓછા હિંદુઓને આવી સજા થઈ છે. દુનિયામાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ નથી જ્યાં ઈશનિંદા સંબંધિત કાયદા છે. વિશ્વના 26 ટકા દેશોમાં ધર્મના અપમાનને લગતા કાયદા છે, જેના હેઠળ સજાની જોગવાઈઓ છે. તેમાંથી 70 ટકા દેશમાં મુસ્લિમ બહુમતી છે. સાઉદી અરેબિયા, ઈરાન અને પાકિસ્તાનમાં આ ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ છે.

બ્રિટિશ રાજમાં ધાર્મિક કાયદો આવ્યો

ધર્મને લગતા ફોજદારી કેસો સૌપ્રથમ બ્રિટિશ શાસન દરમિયાન 1860માં સંહિતાબદ્ધ કરવામાં આવ્યા હતા અને વર્ષ 1927માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં ઝિયા-ઉલ-હકની લશ્કરી સરકાર દરમિયાન 1980 અને 86 વચ્ચે તેમાં વધુ ધારાઓ ઉમેરાણી. તેઓ તેમનું ઈસ્લામીકરણ કરવા માંગતા હતા અને 1973માં અહમદી સમુદાયને બિન-મુસ્લિમ સમુદાય જાહેર કરવામાં આવ્યો હતો અને તેઓ તેને કાયદેસર રીતે અલગ કરવા માગતા હતા.

આ પણ વાંચો: જાણો શા માટે મનાવવામાં આવે છે ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’, આ વર્ષની થીમ અને ટ્વિટરની પહેલ

બ્રિટિશ શાસન દરમિયાન બનેલો આ સામાન્ય કાયદો હતો. આ અંતર્ગત જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક કોઈ સ્થળ અથવા પૂજાના સ્થળને નુકસાન પહોંચાડે છે અથવા ધાર્મિક મેળાવડામાં ખલેલ પહોંચાડે છે તો તેને સજા કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ બોલી કે લખીને અથવા અમુક દ્રશ્યો દ્વારા કોઈની ધાર્મિક લાગણીઓનું અપમાન કરે છે, તો તે ગેરકાયદેસર માનવામાં આવતું હતું.

ઝિયા-ઉલ-હકે પાકિસ્તાનમાં ઈશનિંદાના કાયદાને સખ્ત બનાવ્યો હતો

આ કાયદા હેઠળ 1 થી 10 વર્ષ સુધીની સજા હોઈ શકે છે જેમાં દંડ પણ થઈ શકે છે. 1980ના દાયકાની શરૂઆતમાં ધાર્મિક બાબતોને લગતા ગુનાઓ માટે પાકિસ્તાનની પીનલ કોડમાં ઘણી કલમો ઉમેરવામાં આવી હતી. આ વિભાગોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા - જેમાં પહેલો અહમદી વિરોધી કાયદો અને બીજો ધર્મનિંદા કાયદો સામેલ હતો. ત્યારે પાકિસ્તાનમાં સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકનું શાસન હતું.



1984માં એન્ટિ-અહમદી એક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ અહમદીઓને પોતાને મુસ્લિમ અથવા તેમના જેવા ગણવા અને તેમના ધર્મનું પાલન કરવા પર પ્રતિબંધ હતો. 1980માં એક ધારામાં કહેવામાં આવ્યું કે જો કોઈ ઈસ્લામિક વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

બીજી બાજુ વર્ષ 1982માં અન્ય કલમમાં કહેવામાં આવ્યું કે કે જો કોઈ વ્યક્તિ કુરાનને અપવિત્ર કરે છે તો તેને આજીવન કેદની સજા આપવામાં આવશે. વર્ષ 1986માં એક અલગ ધારા ઉમેરવામાં આવી જેમાં પ્રોફેટ મુહમ્મદની નિંદા માટે સજા કરવાની જોગવાઈ કરવામાં આવી અને મૃત્યુ અથવા આજીવન કેદની સજાની ભલામણ કરવામાં આવી હતી.

blasphemy
વિશ્વના 26થી વધુ દેશોમાં ઇશ્વરનિંદા સંબંધિત કાયદાનું કડકપણે પાલન કરવામાં આવે છે. ખાસ કરીને મુસ્લિમ દેશોમાં.


સાઉદી અરેબિયામાં મૃત્યુ દંડ

સાઉદી અરેબિયામાં ઇસ્લામિક કાયદો શરિયા લાગુ છે. સાઉદી અરેબિયામાં લાગુ થતા શરિયા કાયદા હેઠળ જે લોકો નિંદા કરે છે તેમને મુર્તદ એટલે કે અવિશ્વાસુ જાહેર કરવામાં આવે છે, જેની સજા મૃત્યુ છે.

2014માં સાઉદી અરેબિયામાં આતંકવાદનો સામનો કરવા માટે એક નવો કાયદો ઘડવામાં આવ્યો હતો જેના હેઠળ કહેવામાં આવ્યું કે ‘કોઈપણ સ્વરૂપમાં નાસ્તિકતાને પ્રોત્સાહન આપવું અને ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નો ઉભા કરવા કે જેના પર આ દેશની સ્થાપના કરવામાં આવી છે તે આતંકવાદમાં આવે છે.’

આ પણ વાંચો: શાહરુખ ખાને લતા મંગેશકરના પાર્થિવ દેહ પર થૂંક્યુ નહીં, ફૂંક્યુ... જાણો ઇસ્લામમાં તેનું મહત્વ શું છે?

ઈરાનમાં મૃત્યુદંડ

2012માં ઈરાનમાં અમલમાં આવેલી નવી દંડ સંહિતામાં નિંદા માટે એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો હતો. આ નવી કલમ હેઠળ ધર્મમાં ન માનનારા અને ધર્મનું અપમાન કરનારા માટે મૃત્યુદંડ નક્કી કરવામાં આવ્યો છે. નવા કોડની કલમ 260 હેઠળ જો કોઈ વ્યક્તિ પ્રોફેટ-એ-ઈસ્લામ અથવા અન્ય કોઈ પયગમ્બરની નિંદા કરશે તો તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.

આ કલમ હેઠળ શિયા ફિરકાના 12 ઈમામો અને પ્રોફેટ ઈસ્લામની પુત્રીની નિંદા કરવાની સજા પણ મૃત્યુ છે. આ નવા કાયદા હેઠળ એવો ફેરફાર કરવામાં આવ્યો છે કે ઇસ્લામના પવિત્ર સ્થળોને અલગ કરી દેવામાં આવ્યા છે. જો કે, જૂની દંડ સંહિતાની કલમ 513 હજુ પણ કાનૂની દરજ્જો ધરાવે છે, જેમાં આ બાબતને પણ સામેલ કરવામાં આવી છે. આ બંને કલમો હેઠળ નિંદાની સજા મૃત્યુ છે.

ઇજિપ્તમાં 6 વર્ષ સુધીની કેદ

2014ના આરબ સ્પ્રિંગ (સરકાર વિરોધી વિરોધ) પછી ઇજિપ્તના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારથી ઇસ્લામને રાષ્ટ્રીય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો છે અને અન્ય ધર્મોને કાયદેસર તરીકે માન્યતા આપવામાં આવી છે.

ઇજિપ્તીયન પીનલ કોડની કલમ 98-F હેઠળ નિંદા પર પ્રતિબંધ છે અને આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને ઓછામાં ઓછા છ મહિના અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા થઈ શકે છે.

ઈન્ડોનેશિયામાં શું જોગવાઈ છે

1965માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકાર્ણોએ દેશના બંધારણમાં ઈશનિંદાના કાયદાની કલમ A-156 ના મુસદ્દા ઉપર હસ્તાક્ષર કર્યા. આ કાયદા હેઠળ દેશના સત્તાવાર ધર્મો ઇસ્લામ, ખ્રિસ્તી, હિંદુ, બૌદ્ધ અને કન્ફ્યુઝિઝમથી અલગ થવું અથવા આ ધર્મોનું અપમાન કરવું, બંનેને નિંદા માનવામાં આવે છે, જેમાં મહત્તમ પાંચ વર્ષની જેલની સજા છે. પરંતુ અહીં કેસ દાખલ કરતા પહેલા તપાસ ચોક્કસપણે કરવામાં આવે છે.

દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા કાયદેસર છે પરંતુ ધર્મો પર ટિપ્પણી કરવા પર સખત પ્રતિબંધ છે. આ ઉપરાંત નાસ્તિકવાદ અને તેના પ્રચાર પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે.

મલેશિયામાં 3 વર્ષની જેલ અને દંડ

પાકિસ્તાનના દંડ સંહિતાની જેમ મલેશિયાનો દંડ સંહિતા મૂળભૂત રીતે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ દંડ સંહિતા પર આધારિત છે. બંન્ને દેશોમાં ઈશનિંદા સંબંધિત કાયદાઓ ખૂબ સમાન છે. આ અંતર્ગત વધુમાં વધુ ત્રણ વર્ષની સજા અને દંડ થઈ શકે છે.
First published:

Tags: Blasphemy, Capital punishment, Explained, Iran, Saudi arabia, કાયદો, પાકિસ્તાન