Home /News /explained /USAના પૂર્વ રાષ્ટ્રપતિ Trumpને અપાયેલી કોરોનાની દવાની ભારતમાં છે આટલી કિંમત
USAના પૂર્વ રાષ્ટ્રપતિ Trumpને અપાયેલી કોરોનાની દવાની ભારતમાં છે આટલી કિંમત
ટ્રમ્પની ફાઇલ તસવીર
આ દવાથી ઘણી અસર થશે. એવા લોકો કે જેને હોસ્પિટલમાં જવાની જરૂર વર્તાય છે, આ દવા લીધા બાદ તેમાંથી 70 ટકા લોકોને અમેરિકામાં હોસ્પિટલમાં જવાની જરૂર પડી ન હોવાનો અહેવા.
કોરોના મહામારીના (Coronavirus) ભરડામાં સંપડાયેલ વિશ્વના દેશો હજુ બીજી લહેરમાંથી બહાર નથી આવ્યા, ત્યાં જ ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરને ઘાતક એટલા માટે માનવામાં આવી રહી છે, કારણ કે તે નાના બાળકોને શિકાર બનાવી શકે છે. તેવામાં વિશ્વભરના વૈજ્ઞાનિકો મહામારીને નાથવા તેની રસી શોધવા દિવસ-રાત કામે લાગ્યા છે. પરંતુ વિશ્વના કોઇ દેશે હજુ સુધી કોરોના પર સંપૂર્ણ અસર કરતી રસી શોધી હોવાનો દાવો કર્યો નથી. દવાઓ અંગે ચાલી રહેલા સંશોધનો વચ્ચે ભારતમાં (India) એન્ટિબોડી (antibody cocktail Drug) કોકટેલ દવા આવી છે. આ તે જ દવા છે જેનાથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Ex US President Donald Trump) કોરોનાથી રાહત મળી હતી. જોકે તેની કિંમત ખૂબ ઉંચી છે.
એન્ટિબોડી કોકટેલ દવા હવે દેશમાં પણ આવી ચૂકી છે
ઘણી મોટી હોસ્પિટલો આ દવા વિશે વાત કરતા કહે છે કે, આ દવાથી ઘણી અસર થશે. એવા લોકો કે જેને હોસ્પિટલમાં જવાની જરૂર વર્તાય છે, આ દવા લીધા બાદ તેમાંથી 70 ટકા લોકોમે હોસ્પિટલમાં જવાની જરૂર પડી નથી.
હોસ્પિટલમાં દાખલ થવાથી બચી શકાય તે વાત ઘણી મોટી અને રાહત આપનારી છે. ખાસ કરીને ત્યારે જ્યારે ગત થોડા દિવસોમાં દર્દીને હોસ્પિટલો ફૂલ હોવાથી દાખલ થવા જગ્યા નહોતી મળી રહી અને તેમના પરીજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ઓક્સિજનની તંગીના સમાચારો પણ સતત સામે આવી રહ્યા હતા. તેવામાં જો માત્ર દવાથી હોસ્પિટલમાં દાખલ થવાથી બચી શકાય તો દર્દીઓ અને તેના પરીવાર માટે તેનાથી મોટી રાહતની વાત બીજી કોઇ નથી.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં જ એન્ટિબોડી કોકટેલને ભારતમાં ઇમજન્સી વપરાશ માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલા અમેરિકા અને ઘણા યૂરોપિયન દેશોમાં તેને ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે.
દવાની ઉંચી કિંમત બની અવરોધ
એન્ડિબોડી કોકટેલના એક ડોઝની કિંમત તમામ ટેક્સ મેળવીને રૂ. 59,750 થાય છે. તેવામાં જો વધુ ડોઝ લેવાની જરૂર પડે તો દેશના મધ્યમ અને ગરીબ વર્ગ માટે તે શક્ય નથી. જોક આ દવા મોંઘી હશે તે વાત પહેલાથી જ કહેવામાં આવી રહી હતી. તેની પાછળનું કારણ એ છે કે આ દવા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી અને તેઓ સાજા થઇને હોસ્પિટલમાંથી જલદી પરત આવ્યા હતા.
ટ્રમ્પ પર થઇ હતી દવાની સકારાત્મક અસર
આપને જણાવી દઇએ કે વર્ષ 2020માં અમેરિકામાં ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા હતા અને માનવામાં આવી રહ્યું હતું કે તેનાથી તેમના ચૂંટણી પ્રચાર પર અસર થશે. જોકે તેઓ જલદી સાજા થઇને પરત ફર્યા અને કામકાજ શરૂ કર્યુ હતું. હવે એન્ટિબોડી કોકટેલનો પ્રચાર કરવા માટે ટ્રમ્પની ઝડપી રીકવરીનો હવાલો અપાઇ રહ્યો છે. હાલ આ દવા મોટી ખાનગી હોસ્પિટલમાં મળશે અને થોડા સમય માટે આ દવાની કિંમતો ઘટે તેવી કોઇ જ શક્યતા નથી.
કઇ રીતે કામ કર છે આ દવા?
આ બે દવાઓનું મિશ્રણ છે. આ બે દવાઓ- કાસિરિવિમાબ અને ઇમ્દેવિમાબ છે. આ બંને દવાઓને એક નિશ્ચિત માત્રામાં(600-600 mg) ભેળવવામાં આવે છે. તેનાથી જે દવા તૈયાર થાય છે તેને જ હાલની કોકટેલ દવા કહેવાય છે. દવાઓનું મિશ્રણ હોવાથી તેને કોકટેલ કહેવામાં આવી રહ્યું છે.
વાયરસને ફેલવાથી રોકે છે
કોરોના સંક્રમિત અને મોડરેટથી વધુ ઉપર જતા દર્દીને જો આ દવા આપવામાં આવે તો તે વાયરસને કોશિકાઓમાં પ્રવેશ કરવાથી રોકે છે. તેનાથી શરીરમાં વાયરસ વધતો નથી અને વાયરલ લોડ પણ ઘટી જાય છે. આ વાયરલ લોડનો અર્થ છે, સંક્રમિતના શરીરમાં વાયરસ કેટલા વધુ પ્રમાણમાં છે. જો વાયરલ લોડ વધુ હોય તો દર્દી વધુ ગંભીર બની શકે છે. તેથી આ દવા વાયરસને સીધો નષ્ટ નથી કરતા પણ તેનો વધારો થતો અટકાવે છે. જેનાથી તે ખતમ થઇ જાય છે.
લાખોમાં છે મલ્ટી ડોઝ પેકની કિંમત
આ દવાના બે ડોઝનું જે પેકેજ આવે છે તેની કિંમત રૂ. 1,19,500 છે. મિન્ટના એક અહેવાલ અનુસાર હાલ તે કહેવું મુશ્કેલ છે કે દર પેકમાંથી બે દર્દીઓની સારવાર થઇ શકે છે. આપણે અહીં તે દવા સિપ્લા કંપની આપશે. હાલ અમુક ખાનગી હોસ્પિટલોમાં તેનો પહેલો જથ્થો પહોંચી ગયો છે અને અનુમાન છે કે જૂનના વચગાળામાં તેનો બીજો જથ્થો પણ આવી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર