Home /News /explained /

Explained : શું છે એન્ટી ડ્રોન સિસ્ટમ, જેનાથી ટાળી શકાય છે ડ્રોન હુમલો?

Explained : શું છે એન્ટી ડ્રોન સિસ્ટમ, જેનાથી ટાળી શકાય છે ડ્રોન હુમલો?

હવે અમસ્તા જ નહીં ઉડાવી શકાય ડ્રોન, સરકારે જાહેર કર્યા દિશા નિર્દેશો

Drone attack on Jammu Air Force Station : આ ડ્રોન શું છે અને કઇ રીતે કામ કરે છે અને શું ડ્રોન ખરેખર એટલા ખતરનાક છે કે તેમનો તોડ કાઢવાના પ્રયાસો કરવામાં આવે? આવો સમજીએ.

  જમ્મૂમાં એરફોર્સ (Jammu Air Force Drone Attack) સ્ટેશન પર થયેલ ડ્રોન હુમલા બાજ એન્ટી ડ્રોન ટેક્નિક પર ચર્ચાઓનું બજાર ગરમ છે. ત્યાં સુધી કે ભારતીય સેના હવે એન્ટી ડ્રોન ટેક્નિક લેવાની પ્રક્રિયા ઝડપી બનાવી ચૂકી છે, જેથી ભવિષ્યમાં કોઇ ખતરા સામે લડી શકાય. જેવી રીતે કે નામ પરથી સમજી શકાય છે કે આ ટેક્નીક ડ્રોન્સથી થતા હુમલાઓને રોકે છે. માણસની મદદ વગર કામ કરતી આ ટેક્નિક વધુમાં વધુ સફળ થતી દેખાઇ રહી છે. પરંતુ આ ડ્રોન શું છે અને કઇ રીતે કામ કરે છે અને શું ડ્રોન ખરેખર એટલા ખતરનાક છે કે તેમનો તોડ કાઢવાના પ્રયાસો કરવામાં આવે? આવો સમજીએ.

  શું છે ડ્રોન અને શું કરે છે?

  માનવરહિત વિમાનને ડ્રોન કહેવામાં આવે છે. તેનો સાચો ઉપયોગ દેખરેખ કરવા માટે થાય છે. જેમ સેના પોતાની સીમાઓ પર 24 કલાક અને ચારે બાજુ તહેનાત રહી શકતી નથી. આ સ્થિતિમાં ડ્રોન લગાવી દેવામાં આવે છે, જે ઉડતા રહીને દેખરેખ રાખે છે. જેવી કોઇ સંદિગ્ધ વાત સામે આવે છે કે તરત જ ડ્રોન દ્વારા સેના સુધી પહોંચી જાય છે.

  ડ્રોન દેખરેખ રાખે છે તો તેમાં ખતરો શું છે?

  હકીકતમાં આ કામ માટે બનેલ ટેક્નોલોજી હવે યુદ્ધ તરફ લઈ જઈ રહી છે. વર્ષ 2001ના સપ્ટેમ્બરમાં અમેરિકામાં જે આતંકી હુમલો થયો, ત્યાર બાદથી ગુસ્સાયેલ અમેરિકાએ નક્કી કર્યુ કે તેઓ પોતાના ડ્રોન્સને સશસ્ત્ર બનાવશે. તેના બીજા જ મહીને અફઘાનિસ્તાન પર ડ્રોન હુમલો થયો, જેને સૈન્ય ઇતિહાસનો પહેલા ડ્રોન હુમલો માનવામાં આવે છે.

  સતત થવા લાગ્યો ઉપયોગ

  ત્યાર બાદથી ઘણા દેશો પરસ્પર ડ્રોન્સથી લડવા લાગ્યા. તો અમેરિકાએ પણ ડ્રોન ટેક્નિકનો ઉપયોગ કરતા આતંકિઓને ખતમ કરવા માટે સિરીયા અને ઇરાક પર ખૂબ બોમ્બ વરસાવ્યા હતા. હાલની જ ઘટનાઓ જોઇએ તે અર્મેનિયા અને અજરબૈજાનમાં થયેલ યુદ્ધમાં પણ ડ્રોન્સનો જ ઉપયોગ થયો હતો. એટલે ડ્રોન્સ હવે યુદ્ધનો ભાગ બની ચૂક્યું છે.

  તેના ઉપાય માટે બનાવી એન્ટી-ડ્રોન ટેક્નિક

  ઇન્ડિયન એક્સપ્રેસે એક સૈન્ય ઓફિસરના હવાલાથી જણાવ્યું કે, હાલ એન્ટી-ડ્રોન ટેક્નિકના નામે માત્ર ડ્રોન્સને નષ્ટ જ કરી શકાય છે. પરંતુ તે પણ સરળ નથી. તેના માટે સંદિગ્ધ ડ્રોન્સની રેન્જમાં હોવા જરૂરી છે. સાથે જ ઘણી વાર ડ્રોન્સ રાત્રે નજરમાં નથી આવી શકતા. તેવામાં દુશ્મન દેશના આતંકી સરળતાથી બચી જાય તેવો ડર રહે છે.

  ડ્રોનથી કઇ રીતે થાય મુકાબલો

  ઘણા બધા ડિફેન્સ સાથે જોડાયેલ લોકો આ અંગે વાત કરે છે કે કઇ રીતે એન્ટી-ડ્રોન ટેક્નિક બને જે ડ્રોન્સને ખતમ કરી શકે. ઇઝરાયલ, ચીન અને અમેરિકામાં સૈન્ય સામાન તૈયાર કરતી ઘણી કંપનીઓ એન્ટી-ડ્રોન ટેક્નિક બનાવવાનું શરૂ કરી ચૂકી છે. તેમાં રડાર, જૈમર, ઓપ્ટિક અને થર્મલ સેન્સર જેવી વસ્તુઓ સામેલ છે.

  કઇ રીતે કામ કરે છે આ સિસ્ટમ

  તેમાં ખતરાને ઓળખીને સેનાને એલર્ટ કરવામાં આવે છે, કે પછી ડ્રોનને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. એટલે કે અમુક ટેક્નિક એવી છે જે સરહદ પર સતત ચક્કર લગાવતા કોઇ સંદિગ્ધ ડ્રોનને શોધી શકે છે, તો અમુક એવી પણ છે જે સીધો હુમલો કરીને ડ્રોનને નષ્ટ કરી દે છે. તેને એન્ટિ-ડ્રોન ટેક્નિક કહેવાય છે. જે બેલેસ્ટિક મિસાઇલ અથવા તો પછી લેઝર જેવી અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે.

  આ દેશો પાસે એન્ટી-ડ્રોન સિસ્ટમ હોવાની ચર્ચા

  ઇઝરાયલમાં રાફેલની બનાવેલ એન્ટી-ડ્રોન ટેક્નિક ખૂબ ચર્ચામાં છે. તેણે ડ્રોન ડોમ બનાવ્યા છે. તે ડ્રોનમાં મિસાઇલને ઓળખીને નિષ્ક્રિય કરી દે છે. તેમાં રડાર, રેડિયો ફ્રક્વેન્સી સેન્સર અને એવી ટેક્નિક છે, જે તેને 360 ડિગ્રીનું કવરેજ આપે છે, જેથી કોઇ પણ દિશામાં સંદિગ્ધ ડ્રોન બચી ન શકે. જો એવું કોઇ ડ્રોન નજરે પડે છે તો આ ટેક્નિક લેઝર કિરણોથી તેને તરત જ ખતમ કરી દેશે. અમેરિકાએ જે એન્ટી-ડ્રોન ટેક્નિક બનાવી છે, તેને ડ્રોન હન્ટર કહેવામાં આવે છે.

  શું છે એન્ટી-ડ્રોનની કિંમત

  ડ્રોનને મોનિટર કરવા કે પછી તેને ખતમ કરી દેવાનો દાવો કરનારી ટેક્નિક બનાવનાર કંપનીઓની વેબસાઇટ પર કિંમતનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. જેનું કારણ પણ છે. સામાન્ય રીતે ક્લાયન્ટ દેશ પોતાની જરૂરીયાત પ્રમાણે એન્ટી-ડ્રોન ટેક્નિક તૈયાર કરાવે છે, જેની કિંમત અલગ અલગ હોઇ શકે છે. તે લાખ રૂપિયાથી લઇને ઘણી વધુ પણ હોય છે.

  ભારતમાં આ મામલે શું છે સ્થિતિ

  ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને એન્ટી-ડ્રોન સિસ્ટમ બનાવી છે, જે આ વર્ષના અંત સુધીમાં કામમાં આવવાની શરૂ થઇ જશે. આ વાત રક્ષામંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં કહી હતી. તે પણ કહેવાઇ રહ્યું છે કે, આ સિસ્ટમ 3 કિલોમીટર સુધીની રેન્જમાં આવનાર કોઇ પણ ડ્રોનને જામ કરી શકે છે કે પછી અઢી કિલોમીટરની રેન્જમાં આવતા ડ્રોન્સને મારી શકે છે.
  First published:

  Tags: Drone Attack in India, જમ્મુ-કાશ્મીર Jammu-kashmir, ડ્રોન Drones, ભારતીય સેના Indian Army

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन